ગેસ સિલિન્ડર ફાટે અને કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો ₹50 લાખ અને ઇજાગ્રસ્ત થાય તો ₹40 લાખ મળે છે

શું તમે જાણો છો કે જો તમને ઓફિસવાળા સેલેરી ન આપે તો તમે શું કરી શકો? આ ઉપરાંત તમે ઘરમાં ભોજન બનાવતા હોવ અને અચાનક ગેસનો બાટલો ફાટે તો તમને કયા કાનૂની અધિકાર મળે છે? હેલમેટને લઈને મોટર કાયદામાં શું જણાવવામાં આવ્યું છે? પોલીસ સ્ટેશનમાં જો પોલીસવાળા FIR લખવાની ના પાડે તો તે પોલીસ ઓફિસર સાથે શું થઈ શકે છે? આવા અનેક નિયમો વિશે અહીં ચર્ચા કરવામાં આવી છે તો ખાસ જાણો તમારા આ અધિકારો વિશે….

લિમિટેશન એક્ટ 1963 એટલે કે પરિસીમા અધિનિયમ મુજબ જો તમારી કંપની કે ઓફિસ તમને પગાર ન આપે તો તમે તેમના વિરુદ્ધ 3 વર્ષની અંદર ગમે ત્યારે ફરિયાદ નોંધાવી શકો છો. પરંતુ જો તમે 3 વર્ષ બાદ ફરિયાદ કરશો તો તમને કશું મળશે નહીં. 

ગેસ સિલિન્ડરનો હોય છે વીમો
તમારા ગેસ સિલિન્ડરનો પણ વીમો હોય છે. બની શકે કે તમને આ ખબર જાણીને નવાઈ લાગે. પરંતુ આ સાચુ છે. જો તમે ગેસ કનેક્શન ખરીદો તો તે સમયે જ તમારી ગેસ કંપની વીમો ઉપલબ્ધ કરાવતી હોય છે. બહુ ઓછા લોકોને આ વાતની જાણકારી હોય છે કે ખાવાનું બનાવવા માટે જે ગેસ સિલિન્ડરનો તેઓ ઉપયોગ  કરે છે તે જો ફાટે તો જાન અને માલની ભરપાઈ માટે ગેસ કંપની પાસે તેઓ વળતર માંગી શકે છે. 

એલપીજી એટલે કે રસોઈ ગેસ કનેક્શન લેવા પર પેટ્રોલિયમ કંપનીઓ ગ્રાહકને પર્સનલ એક્સિડન્ટ કવર ઉપલબ્ધ કરાવે છે. 50 લાખ રૂપિયા સુધીનું આ વીમા કવર એલપીજી સિલિન્ડરથી ગેસ લીકેજ કે વિસ્ફોટના કારણે અકસ્માત થવાની સ્થિતિમાં આર્થિક મદદ તરીકે આપવામાં આવે છે. આ વીમા માટે પેટ્રોલિયમ કંપનીઓની વીમા કંપનીઓ સાથે ભાગીદારી હોય છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ગેસ સિલિન્ડર લેનારા તમામ ગ્રાહકોને આ સુવિધાનો લાભ આપે છે. 

See also  કેન્દ્રીય કર્મચારીઓને મહત્વની ભેટ - મોંઘવારી ભથ્થામાં વધારો.

ગ્રાહકોએ પણ ડીલર ડિલિવરી પહેલા સાવધાની વર્તવી જોઈએ અને ડિલિવરી લેતી વખતે ચેક કરે કે સિલિન્ડર બિલકુલ ઠીક છે કે નહીં. ગ્રાહકોના ઘરે એલપીજી સિલિન્ડરના કારણે અકસ્માતમાં થયેલા જાનમાલના નુકસાન માટે પર્સનલ એક્સિડન્ટ કવર આપવામાં આવે છે. અકસ્માતમાં ગ્રાહકની પ્રોપર્ટી/ઘરને નુકસાન પહોંચે તો પ્રતિ એક્સિડન્ટ 2 લાખ રૂપિયા સુધીનો વીમો ક્લેમ મળે છે. 

50 લાખ સુધીનું વીમા કવર
દુર્ઘટના બાદ ક્લેમ લેવાની રીત સરકારી વેબસાઈટ http://mylpg.in પર અપાયેલી છે. વેબસાઈટ મુજબ એલપીજી કનેક્શન લેવા પર ગ્રાહકને તેમના તરફથી મળેલા સિલિન્ડરથી જો કોઈ દુર્ઘટના થાય તો તે વ્યક્તિ 50 લાખ રૂપિયા સુધીના વીમા કવરનો હકદાર રહે છે. દુર્ઘટનાથી પીડિત પ્રત્યેક વ્યક્તિને વધુમાં વધુ 10 લાખ રૂપિયાની ક્ષતિપૂર્તિ આપવામાં આવી શકે છે. 

બે વાર પેમેન્ટ લઈ શકે નહીં પોલીસ
મોટર વાહન (સંશોધક) વિધેયક 2016 મુજબ જો હેલમેટ કે કોઈ અન્ય કારણસર પોલીસે ચલણ કાપ્યું હોય તો પછી ફરીથી તે જ અપરાધ માટે તેઓ તમારું ચલણ કાપી શકે નહીં. 



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *