મફત પ્લોટ યોજના 2022 : ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરો માટે રાજ્ય સરકારની ઘરથાળના મફત પ્લોટની યોજનાની શરૂઆત 1972થી થઇ છે. ગુજરાત સરકારના પંચાયત વિભાગ હેઠળ આ યોજનાને આવરી લેવામાં આવે છે. ચાલો ત્યાં ગુજરાત મફત પ્લોટ યોજના ફોર્મ 2022 વિશે સંપૂર્ણ માહિતી આ લેખમાં મેળવીએ.
ગુજરાત મફત પ્લોટ યોજના 2022
યોજનાનું નામ | મફત પ્લોટ યોજના ફોર્મ 2022 |
યોજના વિભાગ | પંચાયત વિભાગ ગુજરાત |
લાભ કોને મળશે? | ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને |
લાભાર્થી રાજ્ય | ગુજરાત |
પરિપત્ર તારીખ | 30/07/2022 |
અરજી પ્રકાર | ઓફલાઈન |
સત્તાવાર વેબ સાઈટ | panchayat.gujarat.gov.in |
ઘરવિહોણા કુટુંબોને મકાન બાંધકામ માટે રહેણાંકના મફત પ્લોટ આપવાની યોજનાનો ગુજરાતમાં છૂટક છૂટક અમલ થતો હતો. પાંચ વર્ષ પૂર્વે 1 લી મે 2017ના રોજ ગુજરાત સ્થાપના દિવસે આ યોજનામાં સુધારો કર્યો હતો. પંચાયત અને ગ્રામ નિર્માણ વિભાગે ગામડાઓમાં વસતા ઘરવિહોણા કુટુંબોને મહત્તમ 100 ચોરસ વાર પરંતુ, 50 ચોરસ વારથી ઓછા ક્ષેત્રફળનો નહી એમ ઘરથાળનો મફત પ્લોટ આપવા પ્રસિદ્ધ કરેલ સુધાર ઠરાવમાં ગ્રામસભા બહોળો પ્રચાર કરવા કહેવાયુ હતુ. આ યોજના નીચે વિના મૂલ્યે ઘરથાળના પ્લોટ માટે આવતી અરજીઓના નિકાલ અને વિલંબ નિવારવા માટે સમિતિઓની રચના કરવામાં આવી હતી. જે પૈકી લેન્ડ કમિટીને દર મહીનાના પહેલા ફાળવણીની અરજીઓને નિકાલ કરવા કહેવાયું હતું.
વિકાસ કમિશ્નરે ગત સપ્તાહે DDOને કરેલા આદેશપત્રની સાથે અરજી કરવાનું ફોર્મ, તેનો નમૂનો, તલાટીનું પ્રમાણપત્ર તેમજ અરજદારના બાંહેધરી પત્રના નમૂના પણ મોકલ્યા છે. જેથી ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી ઘરવિહોણા પરિવારો પાસેથી મફત પ્લોટ ફાળવણીની અરજીઓ એકત્ર કરીને તેનો નિકાલ કરી શકાય.
ગુજરાત મફત પ્લોટ યોજના ફોર્મ 2022
ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ઘર વિહોણા BPL યાદીમાં નોંધાયેલ મજુરો તેમજ કારીગરોને પોતાનું ઘરનું ઘર બનાવવા માટે આ યોજના અમલમાં છે. અત્યાર સુધી આ યોજનાનો લાખો લાભાર્થીએ લાભ લીધેલો છે. રાજ્ય સરકારનો પ્રયત્ન છે કે તમામ ગરીબ લોકોને આ યોજનાનો લાભ વધુમાં વધુ મળી રહે એ માટે તા. 01-05-2017નાં રોજ નવો ઠરાવ કરીને ગુજરાત મફત પ્લોટ યોજનાના નિયમોમાં ઘણા સુધારા કાર્ય છે.
100 ચોરસ વાર મફત પ્લોટ યોજના ગુજરાત
રાજ્ય સરકારના પંચાયત વિભાગ દ્વારા 1972થી આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ગામડામાં જે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી એમને પોતાનું ઘર મળી રહે એ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. મફત પ્લોટ ગુજરાત યોજનાનો લાભ વધારેમાં વધારે ગરીબ લોકોને મળે એ માટે પંચાયત વિભાગ દ્વારા કેટલાક સુધારા કરીને તા. 01-05-2017નાં રોજ નવો ઠરાવ ભાર પડ્યો છે.
ગુજરાત મફત પ્લોટ યોજના ડોક્યુમેન્ટ યાદીનું લિસ્ટ
આ યોજનાનો લાભ લેવા માટે નીચે જણાવેલ ડોક્યુમેન્ટ / પુરાવા જરૂરી છે.
- અરજી ફોર્મ
- રેશનકાર્ડની નકલ
- ચૂંટણીકાર્ડની નકલ / આધારકાર્ડની નકલ
- SECCના નામની વિગત
- ખેતીની જમીનનો દાખલો (જમીન નથી તેની વિગત)
- પ્લોટ / મકાનની વિગત દર્શાવતો દાખલો
મફત પ્લોટ ગુજરાત યોજના અરજી પ્રક્રિયા
આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ ઓફલાઈન અરજી કરવી પડશે. અરજી કરવા માટે પંચાયતમાંથી ફોર્મ મેળવી તેમાં માંગેલી તમામ માહિતી સાચી ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ જોડી તલાટી શ્રીના સહી અને સિક્કા કરાવવા રહેશે.
પ્લોટ ફાળવવાની શરતો અને બોલીઓ :
- પ્લોટ નવી અને અવિભાજ્ય શરતે આપવામાં આવશે.
- પ્લોટ ઉપર બે વર્ષમાં મકાન બાંધકામ કરવાનું રહેશે.
- પ્લોટનો કબજો સુપ્રત થયે બિનખેતી આકાર લાગુ થશે.
- પ્લોટ ખુલ્લા કે તે પર કરેલ બાંધકામ કોઈને ભાડે આપી શકાશે નહીં.
- જે ઇસમોને પ્લોટ ફાળવેલ હોય તેઓએ તેના પર બાંધકામ કરવા મારે લોન મેળવવા જાતે જ વ્યવસ્થા કરવાની રહેશે આઠવા તેઓએ પોતે બાંધવાનું રહેશે.ફાળવેલ મફત પ્લોટ વેચી શકાશે નહીં, ગીરો મૂકી શકાશે નહીં અથવા તેના હક્કો કોઈને તબદીલ કરી શકાશે નહીં.
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર પરિપત્ર | અહીં ક્લિક કરો |
ફોર્મ ડાઉનલોડ કરો | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
પ્રશ્ન.1: મફત પ્લોટ યોજનાનો લાભ કોને મળશે?
જવાબ: ગ્રામ્ય વિસ્તારના ગરીબ લોકોને લાભ મળશે
પ્રશ્ન.2: મફત પ્લોટ યોજનાનો હેતુ શું છે?
જવાબ: ગુજરાત ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્ય કારીગરોને મકાન બની રહે તે માટે
પ્રશ્ન.3: મફત પ્લોટ યોજના ગુજરાત 2022 ક્યાં વિભાગ હેઠળ આવે છે?
જવાબ: મફત પ્લોટ યોજના પંચાયત વિભાગ ગુજરાત રાજ્ય હેઠળ આવે છે.
Gujarat India
Jamnagar
Gam.. navanagana