મહિલા સમૃદ્ધિ યોજના Mahila sSamridhi Yojana (MSY) Gujarat

મહિલા સમૃદ્ધિ યોજના

મહિલા સમૃદ્ધિ યોજના એ ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના આર્થિક વિકાસ માટે બહાર પાડવામાં આવેલી યોજના છે. આ યોજના દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહિલાઓને પોતાનો નાનો વ્યવસાય શરૂ કરી શકે અને આર્થિક રીતે પગભર બની શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા(Mahila samrudhdhi Yojna) મહિલા સમૃધ્ધિ યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ) હેઠળ સહાય આપવામાં આવે છે.

યોજના નું નામમહિલા સમૃદ્ધિ યોજના
સહાય૧.૨૫ લાખ ની 4% નાં સાદા વ્યાજે લોન
રાજ્યગુજરાત
ઉદ્દેશપછાત વર્ગોની મહિલાઓ માટે સ્વરોજગારી ઉભી કરવા માટે
લાભાર્થીસામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલાઓ
અરજી નો પ્રકારઓનલાઈન અરજી કરી શકાશે.
સંપર્કગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનો સંપર્ક કરવો.

મહિલા સમૃદ્ધિ યોજનાનો ઉદેશ શું છે?

  • પછાત વર્ગોની મહિલાઓ માટે સ્વરોજગારી ઉભી કરવા માટેની લઘુસ્તરીય ધિરાણ યોજના
  • આ યોજના અંતર્ગત મહિલા લાભાર્થીએ પોતાની પસંદગીનો ધંધો શરુ કરી શકશે.

મહિલા સમૃદ્ધિ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા શું છે?

  • અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઇએ
  • અરજદારના કુંટુંબની કુલ વાર્ષીક રૂ.૩.૦૦લાખ થી વઘુ ન હોવી જોઇએ..
  • અરજદારની ઉંમર અરજીની તારીખે ર૧ થી ૪પ વર્ષ સુધીની હોવી જોઇએ.
  • અરજદારને તાંત્રિક તથા અન્ય કુશળતા માગી લેતા ધંધાના અનુભવ ઘરાવતા હોવા જોઇએ.

મહિલા સમૃદ્ધિ યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ

  • આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂા.૧.૨૫લાખ સુધીની છે.
  • આ યોજનાઓમાં વ્યાજનો દર વાર્ષીક ૪ ટકા રહેશે.
  • આ યોજનાઓમાં યુનિટ કોસ્ટના ૯૫ ટકા લોન આપવામાં આવશે જયારે ૯૫ ટકા રાષ્ટ્રીય નિગમના ૫ ટકા રાજય સરકારના ફાળાની રકમ રહેશે
  • આ લોન વ્યાજ સહિત ૪૮ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની થાય છે.

યોજનાનો લાભ લેવા માટેના જરૂરી આધાર પુરાવાનું લીસ્ટ

  • અરજદારની આવકનો દાખલો
  • અરજદારની જાતિનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ વગેરે)
  • વ્યવસાય માટે દૃષ્ટાંત
  • બેંક પાસબુકના પ્રથમ પૃષ્ઠની નકલ

ઉપયોગી લીંક

અરજી કરવા માટેઅહી ક્લિક કરો
વધુ સમાચારો વાંચોઅહી કલીક કરો.
વિગતો ગુજરાતીમાંડાઉનલોડ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *