Namo Laxmi Yojana : Gujarat Budget 2024-25 અંતર્ગત નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ- 9 અને 10 માટે જાહેર કરેલ છે. આ યોજના વાર્ષિક રૂપિયા 10,000/- હજાર તેમજ ધોરણ- 11 અને 12 માટે વાર્ષિક રૂપિયા 15,000/- હજારની સહાય આપવામાં આવશે. આમ, આ યોજના હેઠળ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ રૂપિયા 50,000/- હજારની સહાય મળવાપાત્ર થશે.
યોજનાનું નામ | નમો લક્ષ્મી યોજના | Namo Laxmi Yojna |
યોજનાનો ઉદ્દેશ્ય | દીકરીઓના કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા |
યોજનાની કુલ રકમ | 1250 કરોડ |
ધો.9-10 ની દીકરીઓને | રૂપિયા દસ હજાર ( ₹.10,000) |
ધો.11-12ની દીકરીઓને | રૂપિયા પંદર હજાર ( ₹.15,000) |
કેટલી દીકરીઓને સહાય | 10 લાખ વિદ્યાર્થીનીઓને |
સત્તાવાર વેબસાઈટ | cmogujrat.gov.in |
નમો લક્ષ્મી યોજનાનો હેતુ
નવું બજેટ બહાર પડવામાં આવ્યું જેમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી નમો લક્ષ્મી યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરતી દીકરીઓને લાભ આપવામાં આવશે. જેમાં દીકરીઓના આરોગ્ય અને શિક્ષણને પ્રોચાન આપવા તેમજ કિશોરી પોષણ માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. આ યોજના દ્વારા રાજ્યમાં વસ્તી તમામ વર્ગની દીકરીઓને શિક્ષણ પ્રાપ્ત થાય અને તેઓ પોતાનું ભવિષ્ય ઉજવળ બનાવી શકે તેવા હેતુથી આ યોજના શરૂ કરવામાં આવેલ છે.
નમો લક્ષ્મી યોજનાનો લાભ
નમો લક્ષ્મી યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને અલગ અલગ રકમ સહાયરૂપે આપવામાં આવશે જે નીચે મુજબ જણાવેલ છે.
1 | ધોરણ 9 અને 10 | ₹10,000 |
2 | ધોરણ 11 અને 12 | ₹15,000 |
3 | ધોરણ 12 સુધીનો અભ્યાસ પુર્ણ | ₹50,000 |
Important Links – મહત્ત્વપૂર્ણ લિંક
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
પરીપત્ર | અહીં ક્લિક કરો |
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
1. નમો લક્ષ્મી યોજના શું છે?
જવાબ: ગુજરાત સરકાર દ્વારા કિશોરી પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના બહાર પાડેલી છે.
2. Namo Laxmi Yojana હેઠળ કોણે લાભ મળશે?
જવાબ: આ યોજના હેઠળ ધોરણ-૯ થી ૧૨ માં અભ્યાસ કરતી દીકરીઓને લાભ મળશે.
3. નમો લક્ષ્મી યોજનામાં આવક મર્યાદા કેટલી નક્કી થયેલી છે?
જવાબ: વાર્ષિક રૂપિયા 6,00,000/- સુધી આવક ધરાવતા પરિવારોને લાભ મળશે.