તમારૂ નામ Truecallerમાંથી હટાવા માંગો છો ? તમારૂ નામ કોઈ નહિ જોઈ શકે.

જો તમે Truecaller પરથી તમારો નંબર અને નામ હંમેશ માટે હટાવવા માંગતા હોય, જેથી તમારી ઓળખ ગુપ્ત રહે, તો આ સમાચાર તમારા કામના છે, કારણ કે આજે અમે તમને Truecallerમાંથી નામ અને નંબર દૂર કરવાની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવવા જઈ રહ્યા છીએ. આની મદદથી તમે પણ Truecaller પરથી તમારું નામ અને નંબર કાયમ માટે હટાવી શકો છો. તો ચાલો જાણીએ સંપૂર્ણ પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ

તમારૂ નામ Truecallerમાંથી હટાવા માંગો છો ? તમારૂ નામ કોઈ નહિ જોઈ શકે.

જાણો ટ્રુકોલર તમારો ડેટા કેવી રીતે લે છે?
Truecaller પરથી નામ અને નંબર કાઢી નાખતા પહેલા જાણી લો કે તે તમામ યુઝર્સના સ્માર્ટફોનની એડ્રેસ બુક દ્વારા સંપર્ક વિગતો જનરેટ કરે છે.  ભલે કોઈએ તેનો ઉપયોગ ન કર્યો હોય, પરંતુ તેમ છતાં તમારો નંબર અને નામ Truecallerના ડેટાબેઝમાં હાજર છે, કારણ કે કદાચ કોઈ અન્ય તમારો નંબર વાપરતું હશે, જ્યાંથી તમારો ડેટાબેઝ Truecaller પર સંગ્રહિત છે.

તમને જણાવી દઈએ કે જો તમે આ એપનો ઉપયોગ કરો છો, તો તમે આ સેવામાંથી તમારો નંબર દૂર નહીં કરી શકો. નંબર કાઢી નાખવા માટે તમારે તમારું એકાઉન્ટ બંધ કરવું પડશે.  જો તમે તમારો નંબર ડિલીટ કરીને અન્યના સંપર્કની વિગતો જાણવા માંગતા હોવ તો તે શક્ય નથી. તો ચાલો જાણીએ કે Android ફોન પર Truecaller એકાઉન્ટને કેવી રીતે નિષ્ક્રિય કરવું.

Android માં Truecaller ને કેવી રીતે નિષ્ક્રિય કરવું
સૌથી પહેલા તમારે Truecaller એપ ઓપન કરવાની રહેશે
પછી ઉપરના ડાબા ખૂણામાં પીપલ આઇકોન પર ટેપ કરો
પછી સેટિંગ્સ પર જાઓ
તે પછી તમારે અબાઉટ બટન પર જવું પડશે
ત્યાં તમને ડિએક્ટિવેટ એકાઉન્ટ મળશે, જ્યાં તમે તેને નિષ્ક્રિય કરી શકો છો.

ટ્રુકોલરમાંથી તમારો નંબર કેવી રીતે ડિલીટ કરવો
સૌથી પહેલા તમારે truecaller ના અનલિસ્ટ પેજ પર જવું પડશે
દેશના કોડ સાથે તમારો નંબર દાખલ કરો, દા.ત. +919999999999
તે પછી અનલિસ્ટ કરવાનો વિકલ્પ પસંદ કરીને કારણ આપો
તે પછી વેરિફિકેશન કેપ્ચા ભરો
તે પછી તમારે અનલિસ્ટ પર ક્લિક કરવાનું રહેશે
આ કર્યા પછી, Truecaller 24 કલાક પછી તમારો નંબર કાઢી નાખશે.

See also  તિરંગા ABCD | Indian Flag Tiranga Alphabets

🤳 હવે તમારૂ નામ Truecallerમા કોઈ નહિ જોઈ શકે

➔ શુ તમે તમારૂ નામ Truecallerમાંથી હટાવા માંગો છો

➔ તમારું નામ Truecaller📞 માંથી હટાવો મિનિટો માં બસ આટલુ કરી દો..

➛ જુવો સ્ટેપ by સ્ટેપ માહિતી આ ગુજરાતી વિડિઓમાં
https://gujaratieducation.in/how-to-remove-your-name-from-truecaller/



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *