ગુજરાત RTE ફોર્મ 2024-25 | RTE Gujarat Admission 2024-25 @rte.orpgujarat.com

By | February 24, 2024

RTE ફોર્મ 2024-25 ગુજરાત

RTE ગુજરાત પ્રવેશ ફોર્મ 2024-25 ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. RTE Gujarat 2024 પ્રવેશ:  વર્ષ 2024 ના RTE Gujarat પ્રવેશના અધિકાર વિશેની મહત્વપૂર્ણ વિગતો શેર કરીશું.  આ લેખમાં, ફોર્મ ભરવાનું ક્યારે ચાલુ થવાનું છે અને છેલ્લી તારીખ શું છે અને સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા શેર કરીશું, જેના દ્વારા તમે ગુજરાતમાં પ્રવેશ ફોર્મ ભરી શકો છો.  ઉપરાંત, અમે પાત્રતાના માપદંડ અને પ્રવેશ 2024 ની મહત્વપૂર્ણ તારીખ વિશે મહત્વપૂર્ણ વિગતો શેર કરીશું.

યોજના નું નામRTE Admission Gujarat 2024-25
સહાયઆ એડમીશન અંતર્ગત બાળકોને દર વર્ષે સ્કૂલ બેગ, યુનિફોર્મ, બુટ, પુસ્તકો અને શાળા એ જવા માટે બસ જેવા તમામ ખર્ચ માટે બાળકો નાં બેંક નાં ખાતા મા રુ 3,000/- આપવામાં આવે છે. અને પ્રાઈવેટ સ્કુલ માં મફત મા શિક્ષણ આપવામાં આવે છે.
રાજ્યગુજરાત
ઉદ્દેશજે બાળકો નાં પરિવાર આર્થિક રીતે નબળા હોઈ અને તેઓ નાં બાળકો સારા માં સારી શાળા માં અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેમને સારું શિક્ષણ આપવાના હેતુ થી.
લાભાર્થીગુજરાત રાજ્ય નાં આર્થિક અને પછાત સમાજ ના તમામ બાળકો જેનું લીસ્ટ નીચે આપેલ છે.
અરજી નો પ્રકારઓનલાઈન
સંપર્કToll-free Number :- 079-41057851

RTE Gujarat પ્રવેશ જાહેરાત 2024

ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ -૨૦૦૯ ની કલમ ૧૨ ( ૧ ) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં રપ % મુજબ વિનામૂલ્ય ધોરણ -૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે . જે બાળકોએ ૧ જૂન -૨૦૨૪ ના રોજ ૬ વર્ષ પૂર્ણ કરેલ હોય (નવી શિક્ષણ નીતિ મુજબ ફેરફાર થયેલ છે)અને નીચે દર્શાવેલ અગ્રતાક્રમ ધરાવતા હોય તેજ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બને છે.

RTE Gujarat પ્રવેશ સમયપત્ર 2024

RTE Gujarat માં પ્રવેશ માટે નીચેની તારીખો જાહેર

ગુજરાત RTE ફોર્મ 2024-25 | RTE Gujarat Admission 2024-25 @rte.orpgujarat.com
પ્રક્રિયાઓમહત્વની તારીખો
નોટિફિકેશન ની તારીખ 07-03-2024
RTE Gujarat અરજી કરવાની શરૂઆત ની તારીખ14-03-2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ26-03-2024
ફોર્મ મંજૂર કરવાની તારીખ2024
RTE પ્રવેશ બેઠક ફાળવણી2024

જરૂરી દસ્તાવેજો RTE ના પ્રવેશ માટે 2024

ક્રમદસ્તાવેજનું નામમાન્ય આધાર-પુરાવાની વિગત
1રહેઠાણ નો પુરાવો– આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ/ 
જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
– જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર માન્‍ય ગણવામાં આવશે. 
(નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)
2વાલીનું જાતીનું પ્રમાણપત્રમામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
3જન્મનું પ્રમાણપત્રગ્રામ પંચાયત/નગર પાલિકા , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું
4ફોટોગ્રાફપાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ
5વાલીની આવકનું પ્રમાણપત્રઆવકનો દાખલો મામલતદારશ્રી અથવા તાલુકા વિકાસ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર માન્ય રહેશે. ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ પંચાયતનો તલાટી દ્વારા આપવામાં આવેલ આવકનો દાખલો માન્‍ય ગણવામાં આવશે અને તે તા. ૦૧/૦૪/૨૦૧૯ પછીનો જ માન્ય ગણાશે.
6બીપીએલ૦ થી ૨૦ આંક સુધીની BPL કેટેગરીમાં આવતા વાલીએ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારી અથવા નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો દાખલો રજુ કરવાનો રહેશે જ્યારે શહેર વિસ્તાર માટે મહાનગરપાલિકાના કિસ્સામાં નાયબ મ્યુનિસિપલ કમિશ્નર અથવા મહાનગર પાલિકાએ અધિકૃત કરેલ સક્ષમ અધિકારીનો દાખલો, નગરપાલિકા વિસ્તારમાં નગર પાલિકાના ચીફ ઓફિસરનો દાખલો અને નોટીફાઈડ વિસ્તારમાં મુખ્ય કારોબારી અધિકારી અથવા વહીવટી અધિકારીનો દાખલો રજુ કરવાનો રહેશે. જે શહેરી વિસ્તારમાં 0 થી ૨૦ આંક (સ્કોર) ધરાવતા બી.પી.એલ કેટેગરીના લાભાર્થીઓની યાદી ન હોય તેવા વિસ્તારમાં બી.પી.એલ યાદીમાં સમાવેશ થયેલ લાભાર્થીએ જે-તે સક્ષમ અધિકારીનું બી.પી.એલ યાદી નંબર વાળું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. BPL રેશનકાર્ડ BPL આધાર તરીકે માન્ય ગણાશે નહિ.
7વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓમામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
8અનાથ બાળકજે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
9સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળકજે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
10બાલગૃહ ના બાળકોજે તે જીલ્લા ની ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC) નું પ્રમાણપત્ર
11બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકોજે તે જીલ્લાના લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું પ્રમાણપત્ર
12સેરેબ્રલી પાલ્સી વાળા બાળકોસિવિલ સર્જન પ્રમાણપત્ર
13ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ)સિવિલ સર્જન નું પ્રમાણપત્ર (લઘુતમ 40%)
14(ART) એન્ટિ-રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા બાળકોસિવિલ સર્જન પ્રમાણપત્ર
15શહીદ થયેલ જવાનના બાળકોસંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો
16સંતાનમાં એક માત્ર દીકરી હોય તે કેટેગરી માટેગ્રામ્ય વિસ્તાર માટે તલાટી કમ મંત્રીશ્રી, નગરપાલિકા વિસ્તાર માટે ચીફ ઓફિસર અને મહાનગરપાલિકા વિસ્તાર માટે સક્ષમ અધિકારીનો એક માત્ર દીકરી જ સંતાન(સિંગલ ગર્લ ચાઈલ્ડ) હોવાનો દાખલો
17સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકોસરકારી આંગણવાડીમાં ઓછામાં ઓછા 2 વર્ષ અભ્યાસ કરેલ હોય અને ICDS-CAS  વેબપોર્ટલ પર જે વિદ્યાર્થીઓના નામ નોંધાયેલ હોય તેવા વિદ્યાર્થીઓએ જે તે આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું સબંધિત આંગણવાડીનાં આંગણવાડી વર્કર અથવા સરકારશ્રી દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવેલ સક્ષમ અધિકારીનો  પ્રમાણિત કરેલ દાખલો રજુ કરવાનો રહેશે
18બાળકનું આધારકાર્ડબાળકના આધારકાર્ડની નકલ​
19વાલીનું આધારકાર્ડવાલીના આધારકાર્ડની નકલ​
20બેંકની વિગતોબાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ

RTE Gujarat 2024 એડમિશન માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

Step 1: સૌથી પેહલા તમારે આ વેબસાઈટ ઉપર જાવ RTE Gujarat @ rte.orpgujarat.com

Step 2: જાહેરાત જોવો અને માહિતી વાંચી લો.(Download the Advertisement and Check all Information).

Step 3: Go to Apply online Portal.

Step 4: જરૂરી માહિતી ભરો.(Fill up the required details in the Application Form).

Step 5: જરૂરી દસ્તાવેજ કે પુરાવા અપલોડ કરો(Upload Mandatory Documents).

Step 6: સુસબમિટ કરો અને પ્રિન્ટ કાઢી લો.(Submit Application Form and Take a printout of it).

RTEનું ફોર્મ ક્યાંથી ભરવું?

  • https://rte.orpgujarat.com આ સાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરવાનું રહશે.
  • ફોર્મ ભર્યાબાદ receiving center પર જમા કરાવાનું રહશે.
  • ફોર્મ ભર્યા પછી ભૂલ જણાય તો શું કરવું..? જયાાં સુધી તમે confirm નહી કરો ત્યા સુધી ગમે તેટલી વાર ફોર્મ Edit(સુધારો) કરી શકશો. એક વાર confirm થયા પછી સુધારો થઇ શકશે નહી.
  • RTE હેઠળ પ્રવેશ મેળવવા કોઈ પણ માધ્યમ પસંદ કરી શકો છો.(તમે કોઇપણ એક જ માધ્યમની શાળા પસંદ કરી શકશો).

શાળા ફાળવણી કેવી રીતે થશે?

જે તે કેટેગરી ને પ્રવેશ અંગે અગ્રતાક્રમ આપવામા આવે છે એની પુર્તતા મુજબ.

RTE Admission Gujarat 2024 અંતર્ગત Admission માં ક્યાં બાળકો ને પ્રાથમિકતા આપવામાં આવે છે.

  1. અનાથ આશ્રમ નાં બાળકો.
  2. સાર સંભાળ વાળા બાળકો.
  3. બાલગૃહ ખાતા નાં બાળકો.
  4. બાળ મજૂરી કરતા તમામ બાળકો
  5. સેલેબ્રલ પાલ્સીમાનસિક અસ્થિર બાળકોવિકલાંગ અને દિવ્યાંગ બાળકો.
  6. ART ( એન્ટી રેટ્રોવાઈરલ થેરાપી) લેતા તમામ બાળકો.
  7. પોલીસ,લશ્કર કે અર્ધ લશ્કરી દળો માં સહિદ થયેલા વ્યક્તિઓ નાં બાળકો.
  8. જે માતાપિતા ના સંતાનો માં ફક્ત એકજ દીકરી હોઈ તેવી દીકરીઓ.
  9. ગુજરાત સરકાર ની આંગણવાડીઓ માં અભ્યાસ કરતા બાળકો.
  10. જે પરિવારો BPL માં આવે છે અને તેમનો BPL નો સ્કોર 0 થી 20 ની વચ્ચે હોઈ તેવા બાળકો.
  11. અનુસૂચિત જાતિ વર્ગ નાં બાળકો અને અનુસૂચિત જનજાતિ વર્ગ ના બાળકો.
  12. સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ નાં બાળકો.
  13. સામાન્ય કેટેગરી માં આવતા બાળકો.

કેટલી શાળાઓ પસંદ કરવી જોઈએ?

  • વધુમા વધુ શાળા પસંદ કરવી હિતાવહ છે વધુ શાળા પસંદ કરવાથી પ્રવેશ મળવાની શક્યતા વધે છે.
  • એટલે કે જો તમે વધુ સ્કૂલ પસંદ કરી હસે તો એક સ્કૂલની બેઠકો ભરાઈ જશે તો તમને બિજી અન્ય સ્કૂલનો લાભ મળી શકસે.
  • તમે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે શાળાને પસંદગી ક્રમાક આપવાનુ ભુલશો નહિ.

પ્રવેશ મેળવ્યા બાદ કોઈ ફી ભરવાની છે?

  • પ્રવેશ બિલકુલ નિઃશુલ્ક (મફત) છે.
  • RTE ACT મુજબ દર વર્ષે સ્કૂલ તરફથી વિદ્યાર્થીઓને ડ્રેસ,બુટ,પુસ્તકો,સ્કૂલબેગ માટે રૂપિયા 3000 સુધી સહાય પુરી પાડવામાં આવશે.

RTE Gujarat 2024 ની શાળા નું લીસ્ટ તપાસવા માટે

ગુજરાત રાજ્યના શિક્ષણ અધિકાર દ્વારા તમે જે શાળા સૂચિમાં પ્રવેશ મેળવી શકો છો તે તપાસવા માટે, તમારે નીચે આપેલા સરળ પગલાંને અનુસરવાની જરૂર છે: –

  • પ્રથમ, અહીં આપેલ ઓફિશિયલ વેબસાઇટ લિંકની મુલાકાત લો
  • તમે લિંક પર ક્લિક કરશો તમે RTE Gujarat ના સત્તાવાર વેબપેજ પર પહોચશો.
  • પછી તમારે માહિતી દાખલ કરવી પડશે જેમ કે જીલ્લો, વોર્ડ, નામ વગેરે..
  • હવે Search પર ક્લિક કરો
  • List તમારી સ્ક્રીન પર જોવા મળશે

વાલી માટે ખાસ ધ્યાન માં રાખવા જેવી બાબતો

૧. આપનું ફોર્મ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલા હોમપેજ પર દર્શાવેલ ફોર્મ ભરવા માટેનાં આવશ્યક દસ્તાવેજો અને ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના દસ્તાવેજોની વિગત ધ્યાનપૂર્વક વાંચશો . અને માગ્યા મુજબના તમામ અસલ દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક અપલોડ કરશો . ઝાંખા , ઝેરોક્ષ કોપી અને ના વંચાય એવા ડોક્યુમેન્ટ અપલોડ થયેલ હશે તો ફોર્મ રીજેક્ટ થશે 

૨. રહેઠાણનાં પૂરાવા તરીકે બાળકના પિતાનાં આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ / ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ પૈકી કોઈ એક આધાર હોય તો , રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી . જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર – ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ મુજબ નોંધાયેલ ભાડાકરાર તથા સબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો માન્ય ગણવામાં આવશે . ( નોટોરાઈઝડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં )

3. પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હોવ તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમમાં ગોઠવાય તે ખાસ ધ્યાને લેવું . 

૪. ફોર્મ સબમિટ કરતા પહેલા ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ ફોર્મ સબમિટ કરવું . ફોર્મ સબમિટ કર્યા બાદ કોઈ સુધારો થઈ શકશે નહી.

૫. ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શનની જરૂર જણાય તો હોમપેજ પર દર્શાવેલ આપના જિલ્લાના હેલ્પલાઈન નંબરનો સંપર્ક કરવો .

હેલ્પલાઈન નંબર

કામગીરી ના દિવસો દરમ્યાન કોઈપણ જાણકારી માટે 079-23253973 પર કોલ કરો – 11:00 AM થી 5:00 PM.

મહત્વપૂર્ણ લિંક :

આ પોસ્ટ નો હેતુ આપને માહિતી મળી રહે તેવો છે વિગતવાર સચોટ માહિતી માટે ઓફીસિયલ વેબસાઈટની મુલાકાત લેતા રહેવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *