ગુજરાત સરકારની કલ્યાણકારી યોજનાઓ
આજે ‘ ગુજરાત ” અને “ વિકાસ ” એ બે શબ્દો એકમેકના પર્યાયરૂપી બનીને દેશ – વિદેશમાં સૌનાં આદર – સત્કારપાત્ર બન્યાં છે . કૃષ્ણથી ગાંધીની અને ત્યાર પછી ભારત દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પુનિત ધરા એવી આપણા ગુજરાતની ધરતીની ગરિમા વધારવા ગુજરાત રાજ્ય સરકાર અનવરત રીતે ઇપ્સિત પરિણામો સંપ્રાપ્ત કર્યા છે .
આત્મનિર્ભર થવાનો તથા જીવન ધોરણ સુધારવાનો હક્ક પ્રત્યેક નાગરિકને છે . તેમાં સહાયરૂપ થવા માટે ગુજરાત રાજ્ય સરકારશ્રી તરફથી અત્યંત ખંતપૂર્વક ઘડાયેલી , એકસોથી પણ વધુ કલ્યાણકારી યોજનાઓથી સર્વે જરૂરમંદ પરિવારજનો માહિતગાર થાય અને તેનો શીઘ્રતયા અધિકતમ લાભ સર્વે લઇ શકે,
એ હેતુથી રાજકોટ જિલ્લા વહિવટીતંત્ર દ્વારા પ્રકાશિત આ સુંદરતમ્ પ્રકાશનનો પ્રચાર અને પ્રસાર ગુજરાતના દરેક નાગરિક સુધી થાય તે માટે અહી એક PDF ફાઇલ મુકવામા આવી છે.
આ PDF ફાઇલમા શિક્ષણ , જાહેર આરોગ્ય , મહિલા અને બાળ વિકસ , સંકલિત બાળ વિકસ , સામાજિક સુરક્ષા , મહિલા સુરક્ષા , આવાસ , જાહેર વિતરણ , ઉધોગ રોજગાર અને કૈશલ્ય , કૃષિ અને પશુપાલન , દિવ્યાંગ વ્યક્તિઓ માટેની યોજનાઓનો સમાવેશ કરવામા આવ્યો છે.
ગુજરાતની સરકારી યોજનાઓ
- શિક્ષણ & આરોગ્યલક્ષી યોજનાઓ
- મહિલા-બાળ કલ્યાણ યોજનાઓ
- સંકલિત બાળ વિકાસની યોજનાઓ
- સમાજ સુરક્ષા યોજનાઓ
- ઉધોગ રોજગાર યોજનાઓ
- ખેતી અને પશુપાલન યોજનાઓ
- દિવ્યાંગને લગતી યોજનાઓ
આ PDF ફાઇલ ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો.
Nice Post
Sarkari yojana