ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનું પરિણામ SSC HSC Result 2025

ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે? જાણો વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ધોરણ 10ના પરિણામની સંભવિત તારીખો વિશે મહત્વપૂર્ણ માહિતી.

ગુજરાત રાજ્યના લાખો વિદ્યાર્થીઓ માટે એક મહત્વની ખબર સામે આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવેલી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે, એ અંગે મહત્વની માહિતી સામે આવી છે.

વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 15 એપ્રિલ પછી જાહેર થવાની શક્યતા

વિગતો અનુસાર, ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 15 એપ્રિલ, 2025 પછી જાહેર થવાની શક્યતા છે. જ્યારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહનું પરિણામ એપ્રિલના અંતિમ સપ્તાહમાં જાહેર થઈ શકે છે. ધોરણ 10ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ માટે પણ ખુશખબર છે કે, તેમનું પરિણામ મેના પ્રથમ સપ્તાહમાં જાહેર થવાની શકયતા છે.

27 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી પરીક્ષાઓ

ગુજરાત બોર્ડની બોર્ડ પરીક્ષાઓ 27 ફેબ્રુઆરી, 2025થી શરૂ થઈ હતી. જેમાં ધોરણ 10 તેમજ ધોરણ 12ના સામાન્ય અને વિજ્ઞાન બંને પ્રવાહોની પરીક્ષાઓ લેવામાં આવી હતી. હવે, પરીક્ષાઓ પૂરી થયા પછી વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સૌથી મોટી રાહ પરિણામને લઈ છે.

હજી સત્તાવાર જાહેરાત નથી આવી

જો કે, આ તમામ તારીખો હાલ અનૌપચારિક છે. ગુજરાત બોર્ડ તરફથી હજી સુધી કોઇ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવી નથી. એટલે કે વિદ્યાર્થીઓએ નિયમિત રીતે GSEBની ઑફિશિયલ વેબસાઇટ પર નજર રાખવી જરૂરી છે. પરિણામ સંબંધિત દરેક નવીનતમ માહિતી ત્યાં ઉપલબ્ધ કરવામાં આવશે.

Leave a Comment

error: Content is protected !!