WHATSAPP IN PC

700 મિલિયન ડેઈલી એક્ટીવ યુઝર્સ ની સાથે હવે વોટ્સ એપે હવે લાંબા સમય સુધી ચર્ચા માં રહેલા ફીચર ને આખરે લોન્ચ કરી દીધું છે. વોટ્સ એપના ડેસ્કટોપ વર્ઝનને અધિકૃત રીતે લોન્ચ કરવામાં આવ્યું છે. યુઝર્સ પોતાના મોબઈલ વર્ઝનને વોટ્સ એપને પીસી અને લેપટોપ માં વાપરી શકે છે.વોટ્સઅપની આ નવી સર્વિસને વોટ્સઅપ વેબના નામથી લોન્ચ કરવામાં આવી છે. એક બ્લોગ પોસ્ટની મદદથી કંપનીએ આ અપડેટ્સને વિશેની જાણકારી આપી છે. જે સર્વિસને વોટ્સઅપ મિરર કહી શકાય છે. 

 

શું છે નવું વર્ઝન


વોટ્સઅપનું નવું વર્ઝન ખાસ કરીને મોબાઇલના વર્ઝનનું એક્સટેન્શન છેજેના માટે કોઇ સોફ્ટવેર પીસીમાં ડાઉનલોડ કરવું પડશે નહીં. એક ખાસ ટેક્નોલોજીની મદદથી ફોનના વોટ્સઅપ વર્ઝનની એક કોપી કમ્પ્યુટરમાં કામ કરવા લાગે છે. આ દરેક મેસેજને ફોનમાં લાઇવ રહે છે અને સાથે કમ્પ્યુટર કે લેપટોપમાં પણ જોઇ શકાય છે. 

1. પહેલાં https://web.whatsapp.com ને ગૂગલ ક્રોમમાં ઓપન કરો. આ નવું વર્ઝન ફક્ત ગૂગલ ક્રોમમાં જ ચાલી શકે છે. 


2. 
ત્યારબાદ આપને એક કોડ મળશે અને તેને તમે ફોનની મદદથી સ્કેન કરીને લોગઇન કરી શકો છો. 


3.  
કોડને સ્કેન કરવાને માટે વોટ્સઅપ અને વોટ્સઅપ વેબનો સંપર્ક કરી શકાય છે. એન્ડ્રોઇડવિન્ડોઝ ફોનબ્લેકએરી અને નોકિયા S60ને યુઝર્સ વોટ્સઅપ વેબના મેનું માં અને બ્લેકબેરી 10 યુઝર્સ સ્વાઇપ ડાઉન કરીને ટોપથી એપને સ્ક્રીન કરીને યુઝ કરી શકે છે. ટેપ ઓન અને સ્ક્રેન QRકોડ મળતાંની સાથે તે કમ્પ્યુટર પર ઓપન થઇ જાય છે. 


4. 
વોટ્સઅપને ફોન સાથે કનેક્ટ કરતાં તમારા મેસેજ સિંક્રોનાઇઝ થઇ જાય છે. તેમાં તમારા ફોનના એક્સટેન્શન હોય છે. વેબ બ્રાઉઝર મિરર કર્ન્વશેન અને મેસેજને મોબાઇલ ડિવાઇસ સાથે જોડી શકાય છે. તેનો અર્થ એ છે કે તમારા મેસેજને તમારા ફોન સાથે લાઇવ કરી શકાય છે.

See also  Educational News 25-01-2017


5. 
આ તમામ સ્ટેપને ફોલો કર્યા બાદ નવી ચેટને તમારા કમ્પ્યુટર સાથે ઓપરેટ કરી શકો છો. તમારા ફોનને માટે તેની સાથે ઇન્ટરનેટ કે વોટ્સઅપને ડેસ્કટોપ સાથે કનેક્ટેડ રાખવું જરૂરી છે. 

 

સૌ પહેલાં અપડેટ કરો વોટ્સઅપનું નવું વર્ઝન

 

વોટ્સઅપની વેબ સર્વિસનો ઉપયોગ કરવાને માટે યુઝર્સે પહેલાં આ અપડેટેડ વર્ઝનને ફોનમાં ઇનસ્ટોલ કરવાનું રહેશે. વોટ્સઅપનો ઉપયોગ કરનારા એન્ડ્રોઇડબ્લેકબેરી અને વિન્ડોઝને એપને અપડેટ કરવાનું રહેશેતેના માટે તેઓ અધિકારિક સાઇટ પર જઇ શકે છે. હાલમાં iosયુઝર્સને માટે આ સુવિધા આવી નથીએપલ યુઝર્સ સિસ્ટમ પર વોટ્સઅપને ઇન્સ્ટોલ કરી શકશે નહીં અને ક્યાં સુધીમાં આ સુવિધા તેમને મળશે તેની કોઇ માહિતિ આપવામાં આવી નથી.

 

એકવાર વોટ્સઅપના ફોન વર્ઝનને અપડેટ કરી દીધા બાદ યુઝર્સને વોટ્સઅપ વેબ ક્લાયન્ટની અધિકારિક સાઇટ પર જવું પડે છે.

 

સાઇટની લિન્ક : https://web.whatsapp.com



ફક્ત ક્રોમ બ્રાઉઝર પર કરી શકાશે ઉપયોગ


આ પ્રક્રિયાને માટે યુઝર્સને ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરવાનો રહે છે. કોઇપણ બ્રાઉઝર વોટ્સઅપ વેબક્લાયન્ટને સપોર્ટ કરશે નહીં.

 

સેટિંગ્સને માટે સિલેક્ટ કરો WhatsApp Web 


QR 
કોડને સ્કેન કર્યા બાદ સેટિંગ્સ પર જવાનું રહેશે.

 

એન્ડ્રોઇડ યુઝર્સને માટે 
વોટ્સઅપમેનુ > Whastapp web

 

બ્લેકબેરી ને માટે
વોટ્સઅપચૈટ્સમેનુ key> Whastapp web

 

વિન્ડોઝને માટે 


વોટ્સઅપમેનુ > Whastapp web

 

ત્યારબાદ આ વેબસાઇટથી QR કોડને ડેસ્કટોપ પરથી સ્કેન કરવાનો રહેશે.તેના માટે પોતાના ફોનના કોડને સામે લાવો અને વોટ્સઅપનો ઉપયોગ કરવાની સાથે QR કોડને કેમેરાની મદદથી સ્કેન કરી લો.

 

ફોનના કેમેરાથી જ્યારે વોટ્સઅપનો કોડ સ્કેન થશે તો બ્રાઉઝર અને વોટ્સઅપનો ડેટા લિંક થશે.

See also  Educational News 06-02-2017

 

પ્રાઇવસીને થઇ શકે છે તકલીફ


વોટ્સઅપના આ વેબ ક્લાયન્ટથી યુઝર્સની પ્રાઇવસીને ખતરો હોઇ શકે છે. માની લો કે કોઇ તમારો ફોન કોઇ પરિચિત પાસે મૂકીને જાવ છો અને એવામાં કોઇ પરિચિત QRકોડ સ્કેન કરીને વોટ્સઅપના વેબ ક્લાયન્ટ એક્ટિવેટ કરી દે તો સંબંધિત વ્યક્તિને સંપૂર્ણ ડિટેલ્સ અને મેસેજ મળી જાય છે. તે તમામ ડેટા તેના કમ્પ્યુટરમાં જતો રહે છે. તેનાથી સિક્યુરિટીમાં કેટલો ફરક પડશે તેનો અંદાજ આવી શકે છે. ફોનના સ્ટેટસથી પણ જાણી શકાય છે કે સામેની વ્યક્તિ ક્યાંની છે અને તેના માટે ગૂગલ એપ્સની મદદ લઇ શકાય છે. 

 

એક વાત જે વોટ્સઅપના વેબ વર્ઝનમાં સારી છે તે એ કે બે કમ્પ્યુટર પર એકસાથે લોગઇન કરી શકાતું નથી. એવું થઇ તો શકે પણ એક મિનિટને માટે પણ વોટ્સઅપની એક્સેસ કોઇ ખોટા હાથમાં જશે તો યુઝર્સને અનેક મુસીબતનો સામનો કરવો પડી શકે છે.

Courtesy. Divyabhaskar Newspaper, Date. 22.01.2015



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *