ઈ -FIR ઓનલાઇન FIR નોંધણી | Citizen First Gujarat Police App

  • નાગરિકે મોબાઈલ કે વાહન ચોરી બાબતે હવે ધક્કા નહીં ખાવા પડે
  • હવે 48 કલાકમાં જ જનતાને પોલીસે જવાબ આપવો પડશે
  • પ્રથમ દિવસથી જ ફરિયાદ પણ ઓનલાઇન ટ્રેક કરી શકાશે

લોકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે

ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ટેક્નોલોજી અત્યંત સક્ષમ બને તે આશયથી રાજ્યમાં પોલીસની કામગીરીને ઓનલાઈન કરવા e-FIRની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં નાગરિક ઓનલાઇન FIR કરી શકશે. જેના 48 કલાક બાદ પોલીસ સ્ટેશનના PI ફરિયાદીનો સંપર્ક કરશે અને બાદમાં જે-તે મામલે તપાસ શરૂ થશે. આ સિસ્ટમ શરૂ થવાથી નાની-નાની ફરિયાદો માટે લોકોને પોલીસ સ્ટેશનના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.

દેશના 15 જેટલાં રાજ્યોમાં e-FIRની સિસ્ટમ લાગુ છે

જો કે, તમને જણાવી દઇએ કે, e-FIRની સુવિધા શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય નથી. દેશના 15 જેટલાં રાજ્યોમાં e-FIRની સિસ્ટમ લાગુ કરાયેલી છે. તમને જણાવી દઇએ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ e-FIRની સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ દરમ્યાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યાં હતા.

120 કલાકમાં તમારી FIR ઓટોમેટિક રજિસ્ટર્ડ થઇ જશે: સંઘવી

આ અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ‘આ એપ્લિકેશનના માધ્યમથી તમે ફોર્મ ભરશો એટલે તે ડાયરેક્ટ પોલીસ સ્ટેશનના PSO સુધી પહોંચશે. તે PSO એક પોલીસ અધિકારીની નિમણૂંક કરશે અને તે અધિકારીએ 48 કલાકની અંદર તમારી જે FIR છે તેની પર પગલાં લેવાના રહેશે. કદાચ એ અધિકારી આમાંથી ચૂકી જશે તો આ ઓટોમેટિક સિસ્ટમમાં 120 કલાકમાં તમારી FIR ઓટોમેટિક રજિસ્ટર્ડ થઇ જશે.’

જુઓ e-FIR કેવી રીતે કામ કરશે?

  • e-FIR માટે સિટીઝન પોર્ટલ પર રજિસ્ટર કરવું અથવા સિટીઝન ફર્સ્ટ એપ ડાઉનલોડ કરવી.
  • FIR માટે ફરિયાદનું પેજ ઓપન કરી જે-તે વિસ્તારની ફરિયાદ નોંધાવવી હોય તે પોલીસ સ્ટેશનને સિલેક્ટ કરો.
  • પોલીસ સ્ટેશન સિલેક્ટ કર્યા બાદ ફરિયાદ લખવાની રહેશે.
  • ઓનલાઇન ફરિયાદ લખ્યા બાદ ફરિયાદની પ્રિન્ટ કાઢવી અને તેની પર સહી કરીને તેને ફરીથી અપલોડ કરવાની રહેશે.
  • ફરિયાદ અપલોડ કર્યા બાદ ફરિયાદીને SMS અથવા તો e-mailથી જાણ કરવામાં આવશે.
  • પોલીસને અરજી મળ્યા બાદ પોલીસ ફરિયાદીનો 48 કલાકમાં સંપર્ક કરશે.

જુઓ e-FIRથી શું ફાયદા થશે?

  • e-FIRથી સમયની બચત થશે.
  • ફરિયાદીએ પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે.
  • ભ્રષ્ટાચારને રોકવામાં ફાયદો થશે.
  • સમયમર્યાદામાં ફરિયાદ પર કાર્યવાહી થશે.
  • પ્રથમ દિવસથી જ ફરિયાદ ઓનલાઇન ટ્રેક કરી શકાશે.
  • નાગરિકોના સમયની પણ બચત થશે.
  • સામાન્ય ફરિયાદોમાં પણ તાત્કાલિક એક્શન લેવાશે.
  • જો કે, હાલ તો હવે સરકારે e-FIRની સુવિધા શરૂ તો કરી છે. પરંતુ આગામી દિવસોમાં નક્કી કરેલા નિયમો મુજબ કામ થાય છે કે નહીં તે હવે જોવાનું રહ્યું.
Citizen First Gujarat Police
Citizen First Gujarat Police
Price: To be announced
  • એફ.આઈ.આર ની નકલ મેળવો Click Here
  • ઈ-અરજી Click Here
  • ગુમ થયેલ/ચોરાયેલ સંપત્તિની જાણ Click Here
  • ઈ – એફ આઈ આર(વાહન / મોબાઇલ ચોરી) Click Here
  • ગુમ થયેલ વ્યક્તિની જાણ Click Here
  • ઘરઘાટીની નોંધણી Click Here
  • ડ્રાઈવર નોંધણી Click Here
  • સિનિઅર સીટીઝનની નોંધણી Click Here
  • ભાડુઆત નોંધણી Click Here
  • એન.ઓ.સી. માટે અરજી કરો Click Here
  • પોલીસ વેરીફીકેશન Click Here
  • અરેસ્ટ/વોન્ટેડ વ્યક્તિ શોધો Click Here
  • ગુમ થયેલ વ્યક્તિ શોધો Click Here
  • ચોરાયેલ/પાછી મળેલ મિલકત શોધો Click Here
  • અજાણી મૃત શરીરની માહિતી શોધો Click Here
Sr. No.TypeForm NameEnglishGujarati
Registration Forms
1Domestic Help RegistrationDomestic Help Registration FormDownloadDownload
2Tenant RegistrationTenant Registration FormDownloadDownload
3Driver RegistrationDriver Registration FormDownloadDownload
License Forms
1Hotel LicenseHotel – Guest House LicenseDownloadDownload
2Arms LicenseAppeal of Arms LicensesDownloadDownload
Certificates
1Police VerificationPolice Verification CertificateDownloadDownload
2Domicile CertificateDomicile CertificateDownload
Permissions Form
1Road ShowRoad Show FormDownloadDownload
2Truck PermitTruck Permit FormDownloadDownload

1 Comment

Add a Comment
  1. ભરતભાઈ ગાંગડીયા

    ફોન ખોવાય ગયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *