GSSSB Talati Bharti 2025 ગૌણ સેવા પસંદગી મંડળની મોટી જાહેરાત, 2300 મહેસૂલી તલાટીની ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલી તલાટી, વર્ગ-૩ની અંદાજીત 2300 જેટલી જગ્યાઓ માટેની વિગતવાર જાહેરાત, પરીક્ષાનો અભ્યાસક્રમ, કેટેગરીવાઇઝ ભરવાપાત્ર જગ્યાની વિગતો, ઓનલાઇન અરજી કરવાની તારીખ અંગેની વિગતો સહિતની વિગતવાર જાહેરાત ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે.

તલાટી ભરતી નિયમો અંગે માહિતી

સંસ્થાગુજરાત સરકાર
વિભાગરેવન્યુ વિભાગ
પોસ્ટરેવન્યુ તલાટી
વિષયતલાટી ભરતી 2025
વય મર્યાદા35 વર્ષ મહત્તમ

Revenue Talati recruitment 2025: ગુજરાત સરકારના રેવન્યુ વિભાગે રેવન્યુ તલાટીની ભરતી પ્રક્રિયામાં બે મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. આ ફેરફારો લાયકાત અને વયમર્યાદાને લગતા છે, જે ભરતીના નિયમોમાં નોંધપાત્ર બદલાવ લાવશે. રેવન્યુ વિભાગ દ્વારા આ સુધારાઓ માટે સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.

ધોરણ 12 પાસ બદલે સ્નાતક ફરજિયાત

ભરતી નિયમ અંગેનું એક નોટિફિકેશન પ્રમાણે હવે પરીક્ષા આપનાર ઉમેદવારની મિનિમમ શૈક્ષણિક લાયકાત સ્નાતક કરવામાં આવી છે.આગામી રેવન્યુ તલાટીની ભરતી માટે ઉમેદવારે સ્નાતક પાસ કર્યાની લાયકાત રહેશે. ઉલ્લેખનીય છે કે અગાઉ રેવન્યુ તલાટીની ભરતી માટે ધોરણ 12 પાસ ઉમેદવાર પણ પરીક્ષા આપી શકતા હતા. પરંતુ, હવે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત સ્નાતક હોવી જરૂરી છે.

વય મર્યાદા વધારે

મહેસૂલ વિભાગના નોટિફિકેશન પ્રમાણે રેવન્યૂ તલાટી માટે પહેલા વય મર્યાદા 33 વર્ષ હતી જેને વધારીને 35 વર્ષ કરવામાં આવી છે. એટલે કે 35 વર્ષના ઉમેદવારો પણ હવે રેવન્યૂ તલાટી માટે અરજી કરી શકશે. આ ઉંમરમાં બે વર્ષની છૂટ મળતા ઘણા ઉમેદવારોને લાભ થશે.

Leave a Comment

error: Content is protected !!