બિન અનામત સહાય યોજના | GUEEDC Loan for Bin Anamat

By | September 4, 2022

યોજનાનું નામ : શૈક્ષણિક અભ્યાસ યોજના

યોજનાનું સ્વરૂપ/લોન સહાયના ધોરણો:

રાજ્યમાં ચાલતા મેડીકલ, ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો વ્યવસાયિક અભ્યાસક્રમો, ઇજનેરી, ટેકનોલોજી,ફાર્મસી, આર્કિટેકચર, આર્યુવેદિક, હોમીયોપેથી, ફિઝીયોથેરાપી, વેટરનરી વગેરે સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો,નર્સિંગ (સ્નાતક કક્ષા) નાં વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ,બીકોમ,બીએસી,બીએ વગેરે સિવાય,) સમગ્ર અભ્યાસક્રમની કુલ ટયુશન ફી અથવા રૂા.૧૦.૦૦ લાખ તે બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન ૪ ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવશે.

આ યોજનામાં રાજ્યમાં ચાલતા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો સાથે સાથે રાજ્યમાં અને ભારતના અન્ય રાજ્ય / કેન્દ્રશાશિત પ્રદેશોમાં પણ અભ્યાસ કરતા તબીબી સ્નાતક , તબીબી અનુસ્નાતક અને ઉચ્ચ અભ્યાસક્રમોમાં અનુસ્નાતક જેવા કે IIM , IIT , NID , NIFT , IRMA ,TISS માં પણ લોન આપવાની રહેશે.

લાયકાતના ધોરણો :ધો-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ.

વ્યાજનો દર : વાર્ષિક ૪ ટકા લેખે સાદુવ્યાજ

આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કે તેથી ઓછી.

  • અરજદાર બિન અનામત વર્ગના હોવા જોઈએ.
શૈક્ષણિક યોજનાઓ માટેનાં પાત્રતા અને ધિરાણના માપદંડ
  • ગુજરાત રાજયની કોઇપણ શાળામાંથી ધોરણ-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ સાથે પાસ કરેલ હોવું જોઇએ.
  • જે તે અભ્યાસક્રમના સબંધિત કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત હોઇ તેવા અભ્યાસક્રમ માટે લોન મળવા પાત્ર થશે.
  • અરજદાર ગુજરાતના હોવા જોઇએ અને બિન અનામત વર્ગના હોવા જોઇએ.
  • સંબંધિત અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યા અંગેનો પુરાવો રજુ કરવાનો રહેશે.
  • ધિરાણનો વ્યાજ દર વાર્ષિક ૪ ટકા સાદું વ્યાજ રહેશે. પ્રતિ વર્ષ જેટલુ ધિરાણ આપવામાં આવશે. તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.
  • વિધવા અને અનાથ લાભાર્થીને અરજદારને અગ્રીમતા આપવાની રહેશે.
  • અભ્યાસ વચ્ચેથી છોડી દેનાર કે નિશ્વિત સમય મર્યાદામાં ડીગ્રી ન મેળવી શકનારની લોન એક સાથે વસુલ કરવાને પાત્ર થશે તેમજ વ્યાજ સહાય મળવાપાત્ર રહેશે નહિ.
  • રાજ્યની શૈક્ષણિક લોન યોજનાઓ માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ૬.૦૦ લાખ કે તેથી ઓછી રેહેશે.
લોન માટેનાં જામીન / દસ્તાવેજ:
  • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કે તેથી ઓછી રકમના ધિરાણ માટે ધિરાણની રકમથી દોઢ ગણી કિંમતની લાભાર્થીની પોતાની કે સગા સંબંધીની મિલ્ક્ત પર બોજાનોંધ કરાવવાની રહેશે.
  • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કરતાં વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
  • દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ પોસ્ટ ડેટેડ ચેક આપવાના રહેશે.
લોનની પરત ચુકવણી:
  • રૂા.૫.૦૦ લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૫ (પાંચ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં લોનની રકમ વ્યાજ સાથે ભરવાની રહેશે.
  • રૂા.૫.૦૦ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૬(છ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં લોનની રકમ વ્યાજ સાથે ભરવાની રહેશે.
  • ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવામાં આવશે.
  • લોન લેનાર નિશ્ચિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકાશે.

Apply Now

યોજનાનું નામ : વિદેશ અભ્યાસ લોન

યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો:
  • ધોરણ-૧૨ પછી ફક્ત M.B.B.S, સ્નાતક (ડિપ્લોમા પછી ડિગ્રી મેળવેલ હોય તો પણ માન્ય) થયા પછી અનુસ્નાતક તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા અથવા અન્ય નામથી ઓળખાતા સમકક્ષ અભ્યાસક્રમ માટે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રુ. ૧૫.૦૦ લાખની વિદેશ અભ્યાસ લૉન નિગમ તરફથી આપવામા આવશે.

લાયકાતના ધોરણો : ધો-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ.

વ્યાજનો દર : વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.

આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કેતેથી ઓછી.

લોન માટેનાં જામીન / દસ્તાવેજ:
  • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કે તેથી ઓછી રકમના ધિરાણ માટે ધિરાણની રકમથી દોઢ ગણી કિંમતની લાભાર્થીની પોતાની કે સગા સંબંધીની મિલકત પર બોજાનોંધ કરાવવાની રહેશે.
  • સમગ્ર કોર્ષની લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કરતાં વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
  • દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ પોસ્ટ ડેટેડ ચેક આપવાના રહેશે
લોનની પરત ચુકવણી:
  • રૂા.૫.૦૦ લાખ સુધીની કુલ લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૫ (પાંચ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
  • રૂા.૫.૦૦ લાખથી વધુની લોનના કિસ્સામાં અભ્યાસ પુરો કર્યાના ૧ વર્ષ બાદ ૬(છ) વર્ષમાં એક સરખા માસિક હપ્તામાં ભરવાના રહેશે.
  • ભરપાઇ થતી લોનના નાણાં પ્રથમ વ્યાજ પેટે જમા લેવાનાં રેહેશે.
  • લોન લેનાર નિશ્ચિત સમય મર્યાદા પહેલા પણ લોનની પરત ચુકવણી કરી શકાશે

Apply Now

યોજનાનું નામ : ભોજન બીલ સહાય

યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:

  • બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના મેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલમાં અભ્યાસ કરતાં અને પોતાના પરિવારથી દુર પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય તેવા સરકારી/ અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૦ માસ માટે માસિક રૂા.૧૫૦૦/- લેખે ભોજનબીલ સહાય મળવાપાત્ર થશે.
  • કોઇપણ સમાજ /ટ્રસ્ટ /સંસ્થા દ્વારા સંચાલીત કન્યા છાત્રાલયોમાં રહીને ધો. ૯થી૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓને પણ ઉપર મુજબની ફુડબીલ સહાય મળવાપાત્ર થશે.

આવક મર્યાદા: કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી રહેશે.

Apply Now

યોજનાનું નામ : કોચીંગ સહાય

યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:
  • ટ્યુશન સહાયની યોજનામાં શાળા / કોલેજમાં ભરેલ શિક્ષણ કે ટ્યુશન ફી મળવાપાત્ર નથી. શાળા કોલેજ સિવાય બહાર વધારાનુ ટયુશન લેવામાં આવે તે અન્વયેની રકમ સહાય તરીકે મળવા પાત્ર થાય છે
  • બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને ધોરણ-૧૦માં ૭૦ ટકા મેળવેલ હોય અને ધોરણ-૧૧,૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ વાર્ષિક રૂા.૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાય આપવામાં આવશે.
  • લાયકાતના ધોરણો : ધો-૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ.
  • દરેક વર્ષમાં માત્ર એક જ વાર સહાય મળવાપાત્ર થશે.

આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી.

Apply Now

યોજનાનું નામ : જી(JEE), ગુજકેટ(GUJCET), નીટ(NEET) પરીક્ષા માટે કોચીંગ સહાય.

યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:

બિન અનામત વર્ગના ધોરણ-૧૨ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ધોરણ-૧૨પછી મેડીકલ, એન્જીનિયરીંગમાં પ્રવેશ ની જરૂરી પરીક્ષાઓ જેવી કે જી(JEE),ગુજકેટ, નીટ,ની તૈયારી ના કોચિંગ માટે, ધોરણ-૧૦માં ૭૦ ટકા હોય તેવા વિદ્યાર્થીઓ ને ત્રણ વર્ષ કે તેથી વધુ અનુભવ ધરાવતી સંસ્થાઓમાં કોચીંગ મેળવતા ધોરણ-૧૧ અને ધોરણ-૧૨ નાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૨૦,૦૦૦/- અથવા ખરેખર ફી એ બે પૈકી જે ઓછી હોય તે સીધી સહાય (ડી.બી.ટી.) તરીકે મળવા પાત્ર થશે.

લાયકાતના ધોરણો: ધો-૧૦ માં ૭૦ ટકા કે તેથી વધુ માર્કસ મેળવેલ હોવા જોઈએ.

આવકમર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી.

Apply Now

યોજનાનું નામ : સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમસહાય

યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી(U.P.S.C), જી.પી.એસ.સી (G.P.S.C.)વર્ગ-૧, વર્ગ-૨ અને વર્ગ-૩, ગૌણ સેવા પસંદગી મંડળ,પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલ્વે, બેંકો વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા/પસંદ થયેલી સંસ્થામાં તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીદીઠ રૂ.૨૦,૦૦૦/- અથવા ખરેખર ચુકવવાની થતી ફી એ બે માંથી જે ઓછી હોય તે સીધી સહાય (ડી.બી.ટી.) તરીકે મળવા પાત્ર થશે.

લાયકાતના ધોરણો : ધો-૧૨ માં ૬૦ ટકા કે તેથી વધુ.

આવકમર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી.

Apply Now

યોજનાનું નામ : સ્વરોજગારલક્ષી યોજનાઓ.

યોજનાનું સ્વરૂપ/લોનસહાયના ધોરણો:
  • રીક્ષા, લોડીંગ રીક્ષા, મારૂતીઇકો, જીપ-ટેક્ષી વગેરે સ્વરોજગારલક્ષી વાહનો માટે ઓનરોડ યુનિટ કોસ્ટ.
  • વ્યવસાય કે કરીયાણાની દુકાન, મેડીકલસ્ટોર , રેડીમેડ ગારમેન્ટ સ્ટોર,બુકસ્ટોર વગેરે કોઇપણ સ્વરોજગારલક્ષી વ્યવસાય માટે રૂા.૧૦.૦૦ લાખ સુધી અથવા ખરેખર થનાર ખર્ચ એ બે પૈકી જે ઓછું હોય તે લોન પેટે નિગમ તરફથી આપવામાં આવશે.
  • ટ્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, ટ્રાવેલર્સ, ફુડ કોર્ટ વગેરે વ્યવસાય માટે વાહન જરૂરી સ્ટ્રક્ચર સહિત મેળવવા માટે બેંક માંથી રૂ.c લાખની લીધેલ લોન ઉપર ૫ ટકા વ્યાજ સહાય મળવા પાત્ર થશે.
સ્વરોજગારલક્ષી યોજનાઓ માટેના ધિરાણના માપદંડ
  • વાહન માટેની લોનની યોજનામાં અરજદાર પાસે પાકું લાયસન્સ હોવું જોઇએ.
  • મેળવેલ વાહન નિગમ તરફે ગીરો (હાઇપોથીકેશન) કરવાનું રહેશે.
  • વાહન મેળવ્યાના ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોન ભરવાની રહેશે.
  • નાના વ્યવસાય લોન મેળવ્યાના ત્રણ માસમાં શરૂ કરવાનો રહેશે તથા વ્યવસાય શરૂ કર્યા બાદ ત્રણ માસ પછી પાંચ વર્ષના એક સરખા માસિક હપ્તામાં લોનની વસુલાત કરવામાં આવશે.
  • લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કે તેથી ઓછી રકમના ધિરાણ માટે ધિરાણની રકમથી દોઢ ગણી કિંમતની લાભાર્થીની પોતાની કે સગા સંબંધીની મિલકત પર બોજાનોંધ કરાવવાની રહેશે.
  • લોનની કુલ રકમ રૂા.૭.૫૦ લાખ કરતાં વધારે હોય તો તે કુલ રકમ જેટલી રકમની પોતાની અથવા અન્ય કોઇ સગા સબંધીની સ્થાવર મિલ્કત નિગમની તરફેણમાં ગીરો કરવાની રહેશે.
  • દરેક લોન લેનારે નિગમની તરફેણમાં સહી કરેલા પાંચ પોસ્ટ ડેટેડ ચેક આપવાના રહેશે.
સ્વરોજગારલક્ષી તમામ યોજનામાં નીચે મુજબની પાત્રતા પણ રહેશે.
  • અરજદાર ગુજરાતના વતની હોવા જોઇએ અને બિન અનામત વર્ગના હોવા જોઇએ.
  • અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇએ.
  • ધિરાણનો વ્યાજ દર વાર્ષિક ૫ ટકા સાદા વ્યાજ અને મહિલાઓ માટે ૪ ટકા રહેશે.
  • પ્રતિ વર્ષ જેટલુ ધિરાણ આપવામાં આવશે. તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.

વ્યાજનો દર :ધિરાણનો વ્યાજ દર વાર્ષિક ૫ ટકા લેખે સાદુ વ્યાજ અને મહિલાઓ માટે ૪ ટકા રહેશે.

આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કે તેથી ઓછી.

Apply Now

યોજનાનું નામ : સ્નાતક તબીબ,વકીલ, ટેકનીકલ સ્નાતક માટે વ્યાજ સહાય.

યોજનાનું સ્વરૂપ/સહાયના ધોરણો:

તબીબ, વકીલ, ટેકનીકલ સ્નાતક થયેલ બિન અનામત વર્ગના લાભાર્થીઓ પોતાનું ક્લીનિક,લેબોરેટરી,રેડીયોલોજી ક્લીનીક કે ઓફિસ ખોલવા ઈચ્છે તો બેન્ક પાસેથી લીધેલ રૂા.૧૦.૦૦ લાખ સુધીની લોન પર ૫ ટકા વ્યાજ સહાય મળવા પાત્ર થશે.

લાયકાતનાંધોરણો:.
  • વ્યવસાય માટે નિયમોનુસાર જરૂરી રજીસ્ટ્રેશન હોવું જોઈશે.
  • અરજદાર ગુજરાતના વતની હોવા જોઇશે. અને બિન અનામતવર્ગના હોવા જોઇએ.
  • અરજદારની ઉંમર ૧૮ વર્ષ થી ૫૦ વર્ષ સુધીની હોવી જોઇશે.
  • બેંક પાસેથી લીધેલ લોનના પુરાવા રજૂ કરવાના રહેશે.

આવક મર્યાદા : કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.૬.૦૦ લાખ કે તેથી ઓછી.

Table of Contents

One thought on “બિન અનામત સહાય યોજના | GUEEDC Loan for Bin Anamat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *