ગુજરાતમાં આ વર્ષે 25,000ને સરકારી નોકરી આપવાનું આયોજનઃ PM મોદી.
વડાપ્રધાન મોદીએ સોમવારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ગુજરાત સરકારમાં વિવિધ સંવર્ગમાં ૨૫૩૧ની ભરતીના નિમણૂકપત્રો આપવાના કાર્યક્રમને નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર પારદર્શિતાથી ભરતી કેલેન્ડર બનાવી સમયસર ભરતી પ્રક્રિયા પૂરી કરી રહી છે. તેણે આ વર્ષમાં ૨૫ હજારથી વધુ યુવાનોને સરકારી રોજગારી આપવા માટે ગુજરાતે આયોજન કર્યુ છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં દોઢ લાખ યુવાનોને સરકારી નોકરી અપાઈ છે, તદુપરાંત રોજગાર કચેરી દ્વારા પણ વિવિધ ક્ષેત્રોમાં છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ૧૮ લાખને રોજગારી અપાઈ છે.
ભૂપેન્દ્ર પટેલે આ કાર્યક્રમમાં બોલતા જણાવ્યું હતું કે, જાહેર ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિઓ રોકવા અને ગેરરીતિ આચરનારાઓને નશ્યત માટે કડકમાં કડક સજા કરવાનું વિધેયક ગયા અઠવાડિયે વિધાનસભામાં પસાર થયું છે. આ વિધેયકને અમલીકરણ માટે મંજૂરી પણ મળી ગઈ છે. જાહેર પરીક્ષાના પેપરો ફૂટવાથી સરકારની હાલત કફોડી બને છે, એમ ઉલ્લેખી એમણે કહ્યું કે, પેપર ફોડનારા પૈસાદાર લોકો બીજા વિદ્યાર્થીઓનું અહિત કરે છે અને ગરીબ સામાન્ય વર્ગને હેરાનગતિ થાય છે, એમણે સરકારી નોકરીમાં બ્રેડનારાઓને નૈતિક્તા નહીં છોડવા ખાસ શિખામા આપી હતી.
જુનિયર કલાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની ૨,૩૦૬, શિક્ષા સેવા વર્ગ-૨ની ૧૨૨ અને ખેતીવાડી અધિકારી વર્ગ- રની ૯૨ જગ્યા માટે નિમણૂપત્રો અપાયા હતા. મુખ્ય સચિવ રાજકુમારે પસંદગી પામેલા ઉમેદવારોને રાજ્યની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે રીતે કાર્યકરવાની શીખ આપી હતી. જ્યારે જીએડીના એસીએસ એ.કે. રાકેશે જણાવ્યું હતું કે બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલયમાં ઑફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ની રાજ્યની સૌથી મોટી જાહેર ભરતી પરીક્ષામાં ૧૦,૪૫,૪૫ ઉમેદવારો બેઠા હતા.
મહત્વપૂર્ણ લિંક:
વિગતવાર સમાચાર | અહીં ક્લિક કરો |
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |