મહિલા સ્વાવલંબન યોજના ફોર્મ, પાત્રતા, ડોક્યુમેન્ટ માહિતી | Mahila Swavalamban Yojana

Loan Yojana – Mahila Swavalamban Yojana | મહિલા સ્વાવલંબન યોજના

2 લાખ સુધી બેંક દ્વારા લોન । ગુજરાત સરકારની યોજના । Mahila Yojana Gujarat | લોન યોજના ગુજરાત । Women Empowerment Schemes | મહિલાઓની યોજના

ભારતમાં Ministry Of Women & Child Development દ્વારા વિવિધ મહિલાઓની યોજનાઓ ચલાવવામાં આવે છે. કેન્‍દ્ર સરકાર હેઠળ ગુજરાત સરકારમાં પણ ઘણા બધા વિભાગો કાર્યરત છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાલક્ષી યોજનાઓ, મહિલા સશકિતકરણની પ્રોગ્રામ, સ્ત્રીઓના પોષણ માટે કામગીરી કરવામાં આવે છે. Women and Child Development Department દ્વારા મહિલા આર્થિક વિકાસ નિગમ કાર્યરત છે. આ નિગમ દ્વારા નવી યોજનાઓ, મહિલા જાગૃતિ શિબિર, મહિલા કલ્યાણ મેળા, પ્રદર્શન સહ વેચાણ તથા મહિલા સ્વાવલંબન યોજના વગેરે ચલાવવામાં આવે છે.

યોજનાનું નામMahila Swavalamban Yojana Gujarat
ઉદ્દેશમહિલાઓને ઉદ્યોગ-ધંધા માટે બેંકો દ્વારા લોન આપવામાં આવે છે.
લાભાર્થીસ્વરોજગાર માટે ધંધા-ઉદ્યોગ કરવા ઈચ્છુક મહિલાઓને
સહાયની રકમપ્રોજેક્ટ લોન ઉપર 15% સુધી અથવા વધુમાં વધુ રૂપિયા 30,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ મળવાપાત્ર થાય છે.  
વેબસાઈટhttp://gwedc.gov.in/
અરજી કેવી રીતે કરવીજિલ્લાની કચેરી ખાતેથી રૂબરૂ અરજી ફોર્મ લઈને અરજી કરવી.
મહિલા સ્વાવલંબન યોજના ફોર્મ, પાત્રતા, ડોક્યુમેન્ટ માહિતી | Mahila Swavalamban Yojana

મહિલા સ્વાવલંબન યોજનાનો ઉદ્દેશ

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ નામે મોરેન્ડમ ઓફ આર્ટીકલ્સ બહાર પાડેલ છે. જેમાં Government Scheme for Women દ્વારા મહિલાઓના આર્થિક તેમજ સામાજિક ઉત્થાન થાય તેની જોગવાઈઓ કરે છે. તેના માટે જરૂરિયાત મુજબની સવલતો, સહાય અને તાલીમ આપી મહિલાઓનો સામાજિક અને આર્થિક વિકાસ કરવાનો ઉદ્દેશ છે. સામાજિક ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી women empowerment schemes અને પ્રવૃત્તિઓનો ઝડપભેર અમલ કરી મહિલાઓ Sarkari Yojana નો લાભ તે ઉદ્દેશ છે.

Mahila Yojana Gujarat હેઠળ આર્થિક પ્રવૃતિ માટે લોન આપવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબની ગ્રામ્ય અને શહેરી મહિલાઓના આર્થિક વિકાસ માટે સહાય કરવાનો છે. મહિલા સ્વાવલંબન યોજના અંતગર્ત મહિલાઓનો આર્થિક પ્રવૃત્તિ અને વિકાસ માટે લોન બેંકો દ્વારા આપવામાં આવે છે.

See also  મુખ્યમંત્રી અમૃતમ “મા” અને “મા વાત્સલ્ય યોજના” ની માહિતી। Mukhyamantri Amrutum Maa And Maa Vatsalya Yojana form

મહિલા સ્વાવલંબન યોજના મેળવવા માટેની પાત્રતા

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગર દ્વારા આ Scheme for women નો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે.

  • લાભાર્થી મહિલા ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
  • લાભાર્થીની ઉંમર 21 થી 50 વર્ષ હોવી જોઈએ.
  • મહિલા અરજદારની કુટુંબની આવક ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 (એક લાખ વીસ હજાર) સુધી હોવી જોઈએ.
  • શહેરી વિસ્તારના મહિલા લાભાર્થીઓની કુટુંબની આવક 1,50,000/- (દોઢ લાખ) સુધી હોવી જોઈએ.

મહિલા સ્વાવલંબન યોજના મળવાપાત્ર લાભ

મહિલા સ્વાવલંબન યોજના અન્વયે મહિલાઓએ નવો વ્યવસાય, ધંધો કે રોજગારી હેતુ માટે નાણાં જરૂરિયાત હોય તો તેમને બેંકો દ્વારા લોન આપવામાં આવે છે. બેંક દ્વારા રૂપિયા 2,00,000/- (બે લાખ) સુધી Loan આપવામાં આવે છે. જેમાં મહિલા દ્વારા જે પ્રોજેક્ટ માટે લોન લીધી હોય તેના ઉપર સબસીડી આપવામાં આવે છે. આ સબસીડી પ્રોજેક્ટ લોન ઉપર 15% સુધી અથવા વધુમાં વધુ રૂપિયા 30,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ મળવાપાત્ર થાય છે.

મહિલા સ્વાવલંબન યોજના માટે ધંધા-ઉદ્યોગની યાદી

Mahila Arthik Vikas Nigam, Gandhinagar દ્વારા આ યોજના માટે ધંધા અને ઉદ્યોગ નક્કી કરેલા છે. જેના પર લોન માટે ભલામણ અને સબસીડી આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

ક્રમઉદ્યોગના વિભાગનું નામકુલ ઉદ્યોગની સંખ્યા
1એન્‍જીનિયરીંગ ઉદ્યોગ44
2કેમીકલ અને સૌંદર્ય પ્રસાધન ઉદ્યોગ37
3ટેક્ષટાઈલ ઉદ્યોગ29
4પેપર પ્રિન્‍ટીંગ અને સ્ટેનરી ઉદ્યોગ11
5ખેત પેદાશ આધારિત ઉદ્યોગ9
6પ્લાસ્ટિક ઉદ્યોગ21
7ફરસાણ ઉદ્યોગ20
8હસ્તકલા ઉદ્યોગ16
9જંગલ પેદાશ આધારિત ઉદ્યોગ11
10ખનીજ આધારિ ઉદ્યોગ07
11ડેરી આધારિત ઉદ્યોગ02
12ગ્લાસ અને સિરામીક ઉદ્યોગ06
13ઈલેક્ટ્રીક અને ઈલેક્ટોનિક્સ ઉદ્યોગ06
14ચર્મોઉદ્યોગ05
15અન્ય ઉદ્યોગ17
16સેવા પ્રકારનાં વ્યવસાય42
17વેપાર પ્રકારનાં ધંધાઓ24
 કુલ ધંધા અને ઉદ્યોગની સંખ્યા307

મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા કુલ-307 ધંધા અને ઉદ્યોગ માટે બેંકો દ્વારા લોન આપવા માટે ભલામણ કરવામાં આવે છે. આ 307 ઉદ્યોગનું લિસ્ટ નીચે આપેલા બટન પર Download કરી શકાશે.

See also  સ્ટેશનરી દુકાન સહાય યોજના 2023 । Stationery Dukan Sahay Yojana 2023

મહિલા સ્વાવલંબન યોજના માટે ડોક્યુમેન્‍ટ

મહિલાઓ માટેની આ Government Yojana નો લાભ લેવા માટે ડોક્યુમેન્‍ટ નક્કી કરેલા છે. જે નીચે મુજબ છે.

  • લાભાર્થીનું રેશનકાર્ડ
  • આધારકાર્ડ
  • આવકનોદાખલો
  • જાતિનોદાખલો
  • ઉંમરઅંગેનોદાખલો
  • મશીનરી, ફર્નિચર, કાચા માલનું પાકું ભાવપત્રક
  • અનુભવ અંગેનું પ્રમાણપત્ર / અભ્યાસ અંગેના પ્રમાણપત્ર
  • ફોર્મમાં જણાવેલ વિગતો (બે નકલમાં) ભરવાની રહેશે.

Mahila Swavalamban Yojana PDF Form

આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા કક્ષાએ આવેલી મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતેથી મળશે. આ યોજનાનું ફોર્મ છપાયેલ અરજી ક્રમાંક સાથેનું હોવાથી જિલ્લાની કચેરી ખાતે રૂબરૂ મેળવવાનું રહેશે.

મહિલા સ્વાવલંબન યોજના ફોર્મ, પાત્રતા, ડોક્યુમેન્ટ માહિતી | Mahila Swavalamban Yojana
મહિલા સ્વાવલંબન યોજના ફોર્મ, પાત્રતા, ડોક્યુમેન્ટ માહિતી | Mahila Swavalamban Yojana

Mahila Swavalamban Yojana Helpline

આ યોજના હેઠળ લાભાર્થીઓને જરૂરી માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાએ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવો. વધુ માહિતી અને મદદ માટે વડી કચેરી ગાંધીનગર ખાતે પણ સંપર્ક કરી શકાય છે.

વધુ માહિતી માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીનો સંપર્ક કરવો, જે દરેક જિલ્લાના વડામથક ખાતે આવેલ હોય છે.

  • વડી કચેરીનું સરનામું:–  ગુજરાત આર્થિક વિકાસ નિગમ લી.
  • ઉદ્યોગ ભવન, સેક્ટર-11, ગાંધીનગર
  • ફોન નંબર- 079-23227287 , 23230385
  • ઈમેઈલ ‌– gwedcgnr@gmail.com     

મહત્વપૂર્ણ લિંક: 

યોજનાનું ફોર્મડાઉનલોડ કરો
ઓફિસિયલ વેબસાઇટ અહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – મહિલા સ્વાવલંબન યોજના

મહિલા સ્વાવલંબન યોજનાની ઓનલાઈન અરજી કરી શકાય?

  • Mahila Swavalamban Yojana Online Registration કરી શકાતું નથી. આ યોજનાનો લાભ લેવા માટે ફક્ત ઓફલાઈન અરજી કરી શકાય છે.

આ યોજના હેઠળ કેટલા ધંધા-રોજગાર માટે લોન આપવામાં આવે છે.

  • મહિલા યોજના હેઠળ 307 પ્રકારના ધંધા અને ઉદ્યોગ માટે બેંક દ્વારા લોન આપવામાં આવે છે.

મહિલા સ્વાવલંવન યોજનાનું અરજી ફોર્મ કઈ જગ્યાએથી લેવાનું રહે છે?

  • આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા કક્ષાએથી જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી પરથી વિનામૂલ્યે અરજી ફોર્મ મળશે. આ અરજી ફોર્મ રજીસ્ટર નંબર સાથેના હોવાથી રૂબરૂ કચેરી પરથી લેવાનું રહેશે.
See also  લેપટોપ સહાય યોજના 2024 | Laptop Sahay Yojana 2024

Mahila Svavalamban Yojana અંતર્ગત કેટલી લોન મળવાપાત્ર છે?

  • આ યોજના હેઠળ કુલ 307 ધંધા અને રોજગાર માટે જુદી-જુદી રકમમાં લોન માટે બેંકને ભલામણ  કરવામાં આવે છે. આ યોજના દ્વારા કુલ 2 લાખ સુધી લાભાર્થી મહિલાને લોન મળવાપાત્ર થાય છે.

આ લોન યોજના હેઠળ મહિલાઓને લોન પર કેટલી સબસીડી આપવામાં આવે છે?

  • આ Swavalamban Scheme દ્વારા મહિલાઓને પ્રોજેક્ટ લોન ઉપર 15% સુધી અથવા વધુમાં વધુ રૂપિયા 30,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ મળવાપાત્ર થાય છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *