ગુણોત્સવ | Gunotsav @gunotsav.gujarat.gov.in

૨૧ મી સદી એ જ્ઞાનની સદી છે. જ્ઞાનની સદીમાં ટકી રહેવા માટે શિક્ષણની ગુણવતામાં બદલાવ લાવવા માટે ગુણોત્સવ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો . પ્રાથમિક શિક્ષણના મુખ્ય ત્રણ ધ્યેયો છે. ૧. નામાંકન ૨. સ્થાયીકરણ ૩. ગુણવતા સભર શિક્ષણ. ગુજરાત રાજ્યએ નામાંકન અને સ્થાયીકરણમાં સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. તેમજ ત્રીજો ધ્યેય પ્રાથમિક શિક્ષણમાં ગુણવતા સુધારણા માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. ત્રીજો ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા ગુણોત્સવનો એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. 

    ‘શિક્ષણ દ્વારા સિંચાયેલ સદ્ગુણોનું સંવર્ધન’ એટલે ગુણોત્સવ. શિક્ષણના દરેક પાસાંનું નિદાન કરી ઉપચારાત્મકલક્ષી સુચનો સુચવતો કાર્યક્રમ એટલે ગુણોત્સવ. સ્વવિકાસ થી શાળા વિકાસ તરફ ગતિ કરવાનો એક ઉમદા પ્રયાસ છે. ગુણોત્સવ એટલે ગુણોનો ‘ઉત્સવ’ તેમાં વિદ્યાર્થી, શિક્ષક, શાળા અને વાલીઓના ગુણોનું મુલ્યાંકન કરવાનો દિવસ, ગુણોત્સવ એ શિક્ષકો માટે એક ઉદ્દીપક છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણમાં સંખ્યાત્મક અને ગુણાત્મક સુધારાને વેગ મળી રહ્યો છે. શિક્ષણની ગુણવતા સુધારણા માટે લીધેલ તમામ પગલાઓ અને સુવિધાઓનો પુરતો ઉપયોગ થયા છે કે કેમ ? તેની કેટલી અસર થઈ છે ? ક્યાં, કેવી કચાશ રહી ગઈ છે તેની જાણકારી મેળવવાનો કાર્યક્રમ, ત્યારબાદ રેમેડિયલ વર્ગો દ્વારા ઉપચારાત્મક શિક્ષણ આપીને બાળકોના શિક્ષણમાં પરિવર્તન લાવી શકાય છે. શિક્ષકોની નબળી ગુણવતા અને વાલીઓની ઉદાસીનતા પ્રત્યે ધ્યાન દોરી શકાય છે. ઉચ્ચ અધિકારીઓ ગુણોત્સવના માધ્યમથી શાળામાં જાય છે. અને ગામ તેમજ શાળાની વાસ્તવિક પરિસ્થિતિથી જ્ઞાત થાય છે. આમ વિદ્યાર્થી, શિક્ષક અને શાળાની ગતિ, પ્રગતિનું મુલ્યાંકન એટલે ગુણોત્સવ. “ગુણોત્સવ” એ મોટીવેશન નો એક ભાગ છે. શાળાની પ્રગતિમાં ક્યાં શુ ખુટે છે ? ક્યાં કેવા અવરોધો નડે છે ? તેનાથી વાકેફ થઈને. સમજીને સૌ સાથે વિચાર વિમર્શ કરીને અવરોધોને દુર કરી, શિક્ષણની ગુણવતા સુધારણાનો એક સહિયારો ઉમદા પ્રયાસ છે.

See also  ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ પરિણામ GSEB HSC General Result 2023 @gseb.org

ગુણોત્સવ હેતુઓ : –

 • શિક્ષણની ગુણવતા માટે જવાબદાર તંત્ર વિકાસાવવું.
 • સરકારી અને ગ્રાન્ટ – ઈન- એઈડ શાળાઓમાં ગુણવતા સુધારણા. 
 • શાળાની શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક બાબતોનું મુલ્યાંકન 
 • મુલ્યાંકન માટે શાળા કક્ષાએ ક્ષમતા વિકસાવવી.
 • શિક્ષકો, વાલીઓ અને સમુદાયમાં જાગૃતિ લાવવી. 
 • ગુણોત્સવના પરિણામોના આધારે નીતિ વિષયક નિર્ણયો લેવા. 

શૈક્ષણિક મુદ્દાઓ : – 

 • ગુણોત્સવ કાર્યક્રમનો આરંભ
 • ગુણોત્સવ સંદર્ભે શાળા સ્વમુલ્યાંકન પ્રક્રિયા.  
 • ગુણોત્સવ સંદર્ભે અધિકારીઓ દ્વારા થતી મુલ્યાંકન પ્રક્રિયા 
 • ગુણોત્સવ સંદર્ભે શાળાઓની પસંદગી. 
 • ગુણોત્સવ સંદર્ભે મુલ્યાંકનની પ્રક્રિયા. 
 • શૈક્ષણિક (વાંચન, લેખન અને ગણન) મુલ્યાંકનની પ્રક્રિયા (૬૦ % ગુણભાર) 
 • સહ અભ્યાસિક પ્રવૃતિઓનું મુલ્યાંકન (૨૦ % ગુણભાર) 
 • શાળાની ભૌતિક સુવિધાનું મુલ્યાંકન (૨૦ % ગુણભાર) 
 • એસ.એમ.સી. ના સભ્યોનો સહયોગ (લોકભાગીદારી) 
 • ગુણોત્સવ ૨૦૦૯, ૨૦૧૦, ૨૦૧૧ પછીનું અનુકાર્ય. 

આ કાર્યક્રમ અંતર્ગત બે રીતે કરવામાં આવે છે. રાજ્યની કેટલીક શાળાઓમાં અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ દ્વારા તથા બાકીની તમામ શાળાઓમાં મુલ્યાંકન (શાળા સ્વમુલ્યાંકન પુસ્તિકા દ્વારા) કરવામાં આવે છે. 

ગુણોત્સવ ૧ થી ૪ ના આધારે લીધેલ પગલાં અને થયેલ સુધારાઓ : 

 • વાંચન, લેખન અને ગણનમાં ૦ થી ૪ ગુણ મેળવેલ પ્રિય બાળકો માટે વિશેષ ઉપચાર કાર્યક્રમ. 
 • સ્વામી વિવેકાનંદ વાચન પર્વનું આયોજન 
 • પ્રિય બાળકોને શિક્ષકો દ્વારા સઘન શિક્ષણ 
 • ગુજરાતી માધ્યમ ઉપરાંત અન્ય માધ્યમની શાળાઓનો સમાવેશ. 
 • ગુણોત્સવ પરિણામોના આધારે દરેક શાળા અને શિક્ષકને મળેલ ગ્રેડની જાણકારી આપી. 
 • દરેક બાળકને યુનિક આઈડી નંબર આપવામાં આવ્યા. 
 • શૈક્ષણિક સિદ્ધિ ( લર્નિંગ આઉટ કમ્સ ) આધારિત ચાઈલ્ડ ટ્રેકીંગ સિસ્ટમ વિકસાવવામા આવી. 
 • ઓનલાઈન ડેટા એન્ટ્રીના બદલે ઓ.એમ.આર. બેઈઝ્ડ સિસ્ટમ. 

Download Gunotsav 2.0 ReportCard

ગુણોત્સવ 2.0 ચેકલીસ્ટ

ગુણોત્સવ સંદર્ભે કેટલીક માર્ગદર્શક સૂચન

Gunotsav 8 result, school certification, teacher certificate, student vies get result – official site is available on gunotsav.org. standard information

Every year, the results of the Gunotsav and its results in Gujarat state are given in the form of a certificate. Each school can download its property from the school certificate online portal, every teacher can download their class teacher certificate. Also, you can also get a visual alert.

See also  GSSSB Probation Officer and Equivalent Class-III Exam Final Result Declared 2016-17 (Revised)

gunotsav 8 Result, School certificate, Teacher Gred Certificate, Gunotsav school Report card

How to Download Gunotsav School Certificate?

 • Going to the gunotsav.org website
 • Select the district and the taluka
 • Now the list of all the schools in the taluka will show. See your school name in it
 • Click on the name of the school – the school certificate will be downloaded

Gunotsav 1 to 8 All certificates : Another way to download school certificates

 • Going to the gunotsav.org website
 • Clicking login will open login for admin
 • Login to the school’s Dise Code and Password
 • Now you can see the list of every Gunotsav. You can download any of these Gunotsav certificates.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *