હોળીનું મહત્વ, શુભેચ્છા, સ્ટેટસ, સ્ટીકર | HAPPY HOLI 2024 | APPLICATION | STICKER | STATUS

❂❂ હોળીનું મહત્વ. ❂❂
➜ હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવતો તહેવાર છે., જેને ‘રંગોનો તહેવાર’ પણ કહેવામાં આવે છે, તે ભારત,નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને ‘વસંતોત્સવ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

હોળીનું મહત્વ, શુભેચ્છા, સ્ટેટસ, સ્ટીકર | HAPPY HOLI 2024 | APPLICATION | STICKER | STATUS

➜ આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બિજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા,લાકડાં ની ‘હોળી’ ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે,

➜ હોળીનાં દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રી સુધી હોળીની આસપાસ બેસી અને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને “હોળીનાં ફાગ” તરીકે ઓળખવામાં આવે છે (આ પરંપરા હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ છે). આ હોળીનાં ફાગ એક પ્રકારે વસંતોત્સવનું પ્રતિક છે,જેમાં થોડી શૃંગારિક ભાષાનો ઉપયોગ થાય છે. આમાં પ્રકૃતિનું રસિક વર્ણન તેમજ સ્થાનિક પ્રેમગાથાઓ પણ વણી લેવાયેલાં હોય છે.

➜ ગુજરાતી,હિન્દી અને અન્ય ભારતીય ચલચિત્રોમાં હોળીગીતો ભરપુર પ્રમાણમાં મળી આવે છે.અમુક પ્રસિદ્ધ ગીતો જોઇએ તો:
“રંગ બરસે ભિગે ચુનરવા…”
“હોલી કે દિન દિલ ખીલ જાતે હૈ..”
“રંગ દે ચુનરિયા..”-મીરાં બાઈ
“કિનુ સંગ ખેલું હોલી..”-મીરાં બાઈ

➜ પરંતુ દરેકની ભાવના એકજ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી “હોલિકા અને પ્રહલાદ”ની કથા બહુ જાણીતી છે.

➜ હોળી સાથે પુરાણીક કથાઓ સંકળાયેલી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર, હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે ‘દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં’, આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો, તથા સ્વર્ગ અને પૃથ્વી પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેમણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું.

See also  જન્માષ્ટમી શ્રીકૃષ્ણ જન્મોત્સવ લાઇવ દર્શન: દ્વારકા, ડાકોર, મથુરાથી લાઇવ

➜ આ દરમિયાન,હિરણ્યકશિપુનો પોતાનો પૂત્ર, પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કંઇ કેટલાં પ્રલોભનો તથા ડર બતાવી તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા,પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક વિફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાનાં ઉદેશથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી, અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા,કે જેની પાસે એક એવી ઓઢણી (સ્ત્રીઓ એ મસ્તક પર ઓઢવાનું વસ્ત્ર) હતી કે જે તેને ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી, આથી હોલિકા અગ્નિમાં બળી અને ભસ્મ થઇ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની. પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુનાં વધની કથા આવે છે, જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી (જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે) અને બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં પાડીને, પોતાનાં નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશિપુનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે.

➜ આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે. જેમાં રાધા અને કૃષ્ણનાં દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કામદહનની કથા પણ છે.
મિત્રો…. હોળી … અનિષ્ટ પર ઇષ્ટના વિજય માટે ઉજવાતું આ પર્વ ઠંડી -ગરમીના સંધિકાળમાં આવે છે કે એ વખતે શરીર અને વાતાવરણમાં જીવાણુઓનું પ્રમાણ વધુ હોય છે.

➜ સ્વાઇ ફ્લૂ રોગ તેનું તાદૃશ ઉદાહરણ છે. હોલિકાદહનમાં વપરાતાં છાણાં અને અન્ય લાકડાં અને ઊંચા તાપમાનને કારણે વાતાવરણમાંથી જોખમી જંતુઓનો નાશ થાય છે. હોળી રમવા પાછળનું મૂળ કારણ જેને રંગ લગાવવામાં આવે છે, તે મિત્રો-સ્વજનોનું સારું ઇચ્છવાની અને તેને શુભકામનાઓ આપવાનું પણ છે.
➜ મિલાવટ વિનાના કુદરતી રંગો વડે હોળી ખેલવી જોઈએ. રંગોની શરીર અને મન પર અસર થતી હોય છે. ચામડીનાં છિદ્રો મારફતે એ શરીરમાં જતાં આરોગ્ય અને સૌંદર્ય વધે છે. કૃત્રિમ રંગોથી હોળી ન રમવી જોઇએ. સારી જાતના ગુલાલ-અબિલ અને કુદરતી રંગો વડે ખેલાતી હોળી આરોગ્ય જાળવે છે અને સાચો આનંદ આપે છે.
હોળી-ધૂળેટીએ થતા નાચગાન, હસીમજાક અને તોફાનમસ્તી એની નિર્ધારિત મર્યાદામાં હોય તો વૈજ્ઞાનિક રીતે એ ફાયદાકારક હોવાનું પણ તારણ છે. વસંત ઋતુમાં આળસ અને ઊંઘ પણ વધુ આવે છે.હોળીનાં હુડદંગ આળસને નસાડવાનું લોકમાધ્યમ છે.

See also  UMANG App ઉમંગ એપ્લિકેશન રજીસ્ટ્રેશન અને ઉપયોગ

Important Links

➜ રંગો જીવન સાથે ગાઢ રીતે જોડાયેલા છે. દરેક રંગને એની પ્રકૃતિ હોય છે. દરેક રંગનું હોળી ખેલવામાં તેમજ વાસ્તુશાસ્ત્રમાં આગવું મહત્વ છે. લાલ રંગ ઉત્સાહ ઊર્જા અને અગ્નિનું પ્રતીક છે. હોળી ખેલતાં એને ગાલ પર લગાવવો જોઇએ, જેને લીધે સામેનાની વધુ પ્રગતિ થાય છે. ઘરમાં દક્ષિણ દિશામાં રાખેલી કોઇ વસ્તુના આગળના ભાગને લાલ રંગથી રંગવાથી ઘરમાં સુખશાંતિ રહે છે.

➜ ઓરેન્જ કે નારંગી રંગ અભિમાન, મહત્વકાંક્ષા અને ગતિનું પ્રતીક છે. હોળી રમતાં તેને પણ ગાલ કે ગળા પર લગાવવો જોઇએ. જિંદગીમાં કંઇક હાંસલ કરવાની ઇચ્છા હોય તેમણે ઘરના બેડરૂમની દક્ષિણ બાજુની દીવાલ ઓરેન્જ રંગથી રંગાવવી જોઇએ. રસોડા અને મંદિર-પૂજાઘરમાં પણ તેનો ઉપયોગ થઇ શકે.

➜ પીળો રંગ ઉજાસ અને જ્ઞાનનું પ્રતીક છે. હોળી ખેલતી વેળા સામેની વ્યક્તિના હાથ પર એ લગાવવો જોઇએ. ભણતર, અભ્યાસ અને એકાગ્રતા માટે એ ઉપયોગી છે. પીળો રંગ સમૃદ્ધિનું પ્રતીક છે.લક્ષ્મીજીને આ રંગ ખૂબ પ્રિય હોય છે. પર્સ-પાકિટમાં પીળા રંગનો કોઇ કિમતી પથ્થર રાખવો પણ ફાયદાકારક રહે છે.

➜ લીલા રંગનો પણ હોળીમાં છૂટથી ઉપયોગ થાય છે. આ રંગ શરીરના ગમે તે ભાગ પર લગાવી શકાય છે. કુદરત, ઉર્વરતા, સૌભાગ્ય અને સકારાત્મક ઊર્જાની વૃદ્ધિનું તે પ્રતીક છે. હાઇબ્લડ પ્રેસરની માટે પણ લીલા રંગને સારો મનાય છે. આથી તે હોળી ખેલતાં સામેનાના હૈયે લગાડાય છે. બેડરૂમના પૂર્વ ભાગમાં લીલી દીવાલ રાખવાથી પતિપત્ની વચ્ચે સારો મેળ રહે છે.
➜ ભૂરો રંગ આકાશ અને પાણીને રંગ છે. હોળી ખેલતી વખતે કપાળ પર, પીઠ પર અને કાનપટ્ટીની બાજુમાં તે લગાવવો જોઇએ. ભૂરો રંગ પૌરુષનું પણ પ્રતીક છે. બાળકોના બેડરૂમમાં આ રંગ લગાવાય છે. વળી તે ઓછપ અને નિમ્નતાનો રંગ હોવાથી રસોડું, હોટલ, રેસ્ટોરન્ટ કે ઓફિસમાં તે ન લગાવવો જોઇએ.પશ્ચિમ દિશામાં ભૂરા રંગનો ઉપયોગ સારો મનાય છે.
➜ કાળો રંગ મોટે ભાગે માથા પર જ લગાવવો જોઇએ, પરંતુ ગાલ પર વધુ લગાવાય છે. ગુલાબી રંગ સપનાંનું પ્રતીક છે, એટલે એને કપાળ પર લગાવવો જોઇએ, પણ ગાલ પર વધુ લગાવાય છે. બેડરૂમની દીવાલો ગુલાબી રાખવી, જેથી દામ્પત્યજીવન પણ ગુલાબી જાય. સફેદ રંગ કપાળ પર લગાવવો જોઇએ.

See also  મકરસંક્રાંતિ શા માટે ઉજવવામાં આવે છે? જાણો ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ ફોટો ફ્રેમ, શુભકામનાઓ

➜ હોળી-ધૂળેટી વખતે ખવાતા ધાણી-ચણા-ખજૂર એ ઋતુમાં થતા કફના નિવારણ માટે હોય છે. ફાગણી પૂર્ણિમાએ હોળી પ્રગટે, ત્યારે તેની જ્વાળાઓની દિશાના આધારે ઋતુઓની અને ખાસ તો ચોમાસાની આગાહી કરવાની પણ આપણી જૂની પ્રથા છે. હોળીના પર્વની ગરિમા જળવાય એ રીતે એને રમવી જોઇએ.
: છુટા પડતી વખતે પગ ઉપડવોજ ના જોઇએ..,
આપણી મુલાકાત માં એટલો વજન તો હોવોજ
જોઇએ.!

Happy Holi Photo Frame 2024

APPLICATION || STICKER || STATUSLeave a Reply

Your email address will not be published. Required fields are marked *