હવે WhatsAppમાંથી પણ ડાઉનલોડ થઈ જશે Aadhaar અને PAN કાર્ડ

ભારત સરકારનું ઈ-ગવર્નન્સ પોર્ટલ MyGov દેશના નાગરિકોને જુદી જુદી સેવાઓ પૂરી પાડે છે. હવે આ પોર્ટલ દ્વારા વ્હોટ્સ એપ પર એક ચેટબોટ લોન્ચ કરવામાં આવ્યું છે. જેના દ્વારા નાગરિકો આધાર કાર્ડ અને પાન કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે. સત્તાવાર વેબસાઈટ દ્વારા તમે નેવિગેટ કરીને ત્યાંથી જરૂરી દસ્તાવેજ ડાઉનલોડ કરવાની પ્રક્રિયાના બદલે આ ચેટબોટ દ્વારા તમે સરળતાથી ગણતરીની મિનિટોમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ ડાઉનલોડ કરી શકાય છે.

 • ભારત સરકારની ખાસ સેવા 
 • ડિજિલોકર સર્વિસ હવે વોટ્સએપ પર પણ ઉપલબ્ધ 
 • જાણો કઈ રીતે કરશો ઉપયોગ 

મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેન્શન ટેક્નોલોજી દ્વારા ડેવલોપ કરવામાં આવેલ ડિજિલોકર હવે ઈન્સ્ટન્ટ મેસેજર વોટ્સએપ પર પણ ઉપલબ્ધ છે. ડિજિલોકરમાં તમે પોતાના જરૂરી ડોક્યુમેન્ટ્ જેવા કે-વ્હીકલ રજીસ્ટ્રેશન, ડ્રાઈવિંગ લાઈસન્સ અને માર્કશીટને સેવ કરી શકો છો. જોકે સર્વિસ માટે ડેડિકેટેડ ડિજિલોકર વેબસાઈટ અને એપ હાજર છે. 

ભારત સરકારની ડિજિલોકર સર્વિસ હવે વોટ્સએપ પર પણ ઉપલબ્ધ છે. તમે MyGov હેલ્પડેસ્ક વોટ્સએપ ચેટબોટ દ્વારા ડિજિલોકરથી આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા પોતાના ડોક્યુમેન્ટ્સ ઘરેબેઠા સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

WhatsApp પર  Aadhaar PAN કઈ રીતે કરશો ડાઉનલોડ? 

 • સૌથી પહેલા તમારે MyGov હેલ્પડેસ્ક કોન્ટેક્ટ નંબર +91 9013151515 પોતાના ફોનમાં સેવ કરવાનો રહેશે. 
 • હવે તમારે પોતાનું વોટ્સએપ ઓપન કરીને કોન્ટેક્ટ લિસ્ટ રિફ્રેશ કરી લો. 
 • હવે તમારે માયગોવ હેલ્પડેસ્ક ચેટબોટને સર્ચ કરીનો ઓપન કરવાનું રહેશે. 
 • ત્યાર બાદ માયગોવ હેલ્પડેસ્ક ચેટબોક્સને Hi મેસેજ મોકલો. 
 • આ ચેટબોટમાં તમારે ડિજિલોકર અથવા કોવિનમાં એક સર્વિસ પસંદ કરવાનો ઓપ્શન મળશે. 
 • અહીં તમને ડિજિલોકર સર્વિસ પસંદ કરવાની રહેશે ત્યાર બાદ Yes પર ટેપ કરી દો. 
 • હવે હેલ્પડેસ્ક ચેટબોટ તમારા ડિજિલોકર એકાઉન્ટ વિશે પુછશે. 
 • પછી ચેટબોટ તમને પોતાનો 12 આંકડાના આધાર નંબરથી ડિજિલોકર એકાઉન્ટને લિંક અને ઓથેન્ટિકેટ કરવાનો રહેશે. ત્યાર બાદ આધાર નંબર નાખો અને સેટ કરો. 
 • હવે તમને એક ઓટીપી મળશે. જને આપેલી જગ્યા પર ફીડ કરવાથી તમારો મોબાઈલ નંબર રજીસ્ટર્ડ થઈ જશે. 
 • ચેટબોટ લિસ્ટમાં ડિજિલોકર એકાઉન્ટની સાથે લિંક ડોક્યુમેન્ટ જોવા મળશે. 
 • ત્યાર બાદ ડાઉનલોડ, ટાઈપ, સેન્ડ નંબરનો ઓપ્શન જોવા મળશે. 
See also  ફાસ્ટેગ શું છે? | FASTag ના ફાયદા, ક્યાંથી ખરીદવું?

આ રીતે તમે પોતાના ડોક્યુમેન્ટ પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકશોLeave a Reply

Your email address will not be published. Required fields are marked *