પાલક માતાપિતા યોજના ફોર્મ, ડોક્યુમન્ટ, સહાય | Palak Mata Pita Yojana

By | November 6, 2022

ગુજરાત રાજ્ય ના એવા દરેક બાળકો કે જેમની ઉમર 0 થી 18 વર્ષ ની વચ્ચેની છે અને તેના માતા-પિતા નું મૃત્યુ થઈ ગયું છે, અથવા પિતાનું મૃત્યુ થયું છે અને માતા એ બીજા લગ્ન કરી લીધા છે અને બાળક નું ભારણપોષણ તેના સગા સબંધી કરે છે તો તેવા બાળકો ના પાલક માતા પિતા એટ્લે કે બાળક નું જે ભારણપોષણ કરી રહ્યા છે તેમને દર મહિને ગુજરાત સરકાર દ્વારા બાળક ના ભારણપોષણ માટે 3,000 રૂપિયા ની સહાય ચૂકવવામાં આવશે, આ સહાય પાલક માતા પિતા યોજના અંતર્ગત ચૂકવવા માં આવશે. અમારા દ્વારા આ આર્ટીકલ ના માધ્યમ થી ગુજરાત સરકાર ની Palak Mata Pita Yojana ની સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે.

યોજનાં નું નામપાલક માતા પિતા યોજના
સહાયબાળક ના ખાતા મા દર મહિને ૩૦૦૦ રૂપિયા સરકાર દ્વારા આપવામા આવે છે.
રાજ્યગુજરાત
ઉદ્દેશરાજ્યનાં નિરાધાર અને અનાથ બાળકોનો તમામ ક્ષેત્રે વિકાસ થાય તે હેતુ થી.
લાભાર્થીગુજરાત રાજ્યના અનાથ, નિરાધાર, માતાપિતા ન હોઈ તેવા તમામ બાળકો.
અરજી નો પ્રકારઓનલાઈન

પાલક માતાપિતા યોજનાનો હેતુ

ગુજરાત સરકાર દ્વારા એવા અનાથ બાળકો કે જેના માતા-પિતા બંન્નેનું મૃત્યુ થયું છે કે પછી પિતા નું મૃત્યુ થયું છે અને માતાએ બીજા લગ્ન કરી લીધા છે, તો આ અનાથ બાળક નું જે પાલક માતા-પિતા પાલન કરી રહ્યા છે તેમણે આ બાળક ના વિકાસ અને શિક્ષણ માટે બાળક ના અને પાલક માતા-પિતાના જોઇન્ટ બેન્ક ખાતામાં પ્રતિ માહ 3,000 (ત્રણ હજાર) રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે.આ સહાય બાળક ની ઉમર 18 વર્ષ થાય ત્યાં સુધી ચૂકવવામાં આવશે. પાલક માતા પિતા દ્વારા આ સહાય ની રકમ માત્ર બાળકના શિક્ષણ અને વિકાસ માટે વાપરવાની રહેશે.

  • આ યોજના અંતર્ગત આપવામાં આવતી સહાય હવે થી DBT ના મધ્યમ થી સીધા લાભાર્થીના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવશે.
  • જે બાળકો 10 માં ધોરણમાં નાપાસ થયા છે અને ઘરે બેઠા પરીક્ષા આપી છે તે બાળકોએ સ્કૂલ ના આચાર્ય નું પ્રમાણ પત્ર રજૂ કર્યે થી સહાય ચૂકવવામાં આવશે.

પાલક માતા પિતા યોજના અંતર્ગત મળવા પાત્ર સહાય

  • Palak mata pita yojana અંતર્ગત માત્ર એવા અનાથ બાળકો કે જેમના માતા અને પિતા બંને નું અવસાન થયેલ છે અથવા પિતા નું મૃત્યુ થયેલું છે અને માતા દ્વારા બીજા લગ્ન કરવામાં આવ્યા છે તેવા કેસમાં એમના બાળક નું જે માસા-માસી કે કાકા-કાકી એટ્લે કે પાલક માતા પિતા પાલન કરે છે તેમને ગુજરાત સરકાર દ્વારા બાળક ની ઉમર 18 વર્ષ થાય ત્યાં સુધી પ્રતિ માહ પાલક માતા પિતા અને બાળક ના સંયુક્ત બેન્ક ખાતા માં 3,000 રૂપિયા ની સહાય બાળક ના ભારણ પોષણ અને નિભાવ માટે DBT ના મધ્યમ થી ચૂકવવામાં આવશે.
  • આ યોજના અંતર્ગત મળવા પાત્ર સહાય પાલક માતા પિતા દ્વારા બાળક ના ભારણ પોષણ, શિક્ષણ અને બાળક બીજા બાળકોની જેમ જીવન વ્યતીત કરી શકે તે માટે ખર્ચ કરવામાં આવશે. 
  • યોજના અંતર્ગત મળવા પાત્ર સહાય પાલક માતા પિતા અને બાળક ના સંયુક્ત બેન્ક ખાતામાં ચૂકવવામાં આવશે.
  • જો કોઈ કારણસર કોઈ એક માસ ની સહાય લાભાર્થીના બેન્ક ખાતામાં જમા નહીં થઈ હોય તો આગળ ના મહિને બે મહિના ની ભેગી સહાય ચૂકવી દેવામાં આવશે.
  • આ યોજના અંતર્ગત મળવાપાત્ર સહાય મહિના ના પ્રથમ અથવા બીજા અઠવાડીયામાં ચૂકવી દેવામાં આવશે.
  • પ્રતિ વર્ષ ની શરૂઆત માં બાળક અભ્યાસ કરે છે તેવું સ્કૂલ નું બોનોફાઇડ પ્રમાણપત્ર અને માર્કશીટ સમાજ કલ્યાણ વિભાગ માં જમા કરાવવાની રહેશે, લાભાર્થી દ્વારા જો આમ નહીં કરવાંમાં આવે તો સહાય રોકી દેવામાં આવશે.

સહાય મેળવવા માટેની પાત્રતા

  • Palak mata pita yojana અંતર્ગત માત્ર એવા અનાથ બાળકો કે જેમના માતા અને પિતા બંને નું અવસાન થયેલ છે અથવા પિતા નું મૃત્યુ થયેલું છે અને માતા દ્વારા બીજા લગ્ન કરવામાં આવ્યા છે તેવા કેસમાં એમના બાળક નું જે માસા-માસી કે કાકા-કાકી એટ્લે કે પાલક માતા પિતા પાલન કરે છે તેમને ગુજરાત સરકાર દ્વારા બાળક ની ઉમર 18 વર્ષ થાય ત્યાં સુધી પ્રતિ માહ પાલક માતા પિતા અને બાળક ના સંયુક્ત બેન્ક ખાતા માં 3,000 રૂપિયા ની સહાય બાળક ના ભારણ પોષણ અને નિભાવ માટે DBT ના મધ્યમ થી ચૂકવવામાં આવશે.
  • જો પિતા નું મૃત્યુ થયું હશે અને માતા જીવિત હશે અને બીજા લગ્ન પણ નહીં કર્યા હોય તેવા કિસ્સા માં સહાય મળવા પાત્ર રહેશે નહીં.
  • માતા દ્વારા બીજા લગ્ન કર્યા હશે કે માતા નું મૃત્યુ થયું હશે અને પિતા જીવિત હસે તો પણ આ સહાય મળવાપાત્ર રહેશે નહીં.
  • આ યોજના અંતર્ગત સહાય જ્યાં સુધી બાળક ની ઉમર 18 વર્ષ ની ના થાય ત્યાં સુધી ચૂકવવામાં આવશે.
  • બાળક ના 18 વર્ષ થયે થી સહાય બંદ કરી તેવામાં આવશે.
  • આ યોજના અંતર્ગત માત્ર ગુજરાત રાજ્યના આવેદકો ને જ સહાય મળવાપાત્ર રહેશે.
  • પાલક માતા પિતા માં દાદા-દાદી, કાકા-કાકી, માસા-માસી, મામા-મામી, નાના-નાની, ફોઇ-ફૂઆ નો સમાવેશ થાય છે.
  • અનાથ આશ્રમથી એડોપ્ટ કરવામાં આવેલ બાળકો ને આ સહાય મળવા પાત્ર રહેશે નહીં.
  • બાળક જ્યાં સુધી અભ્યાસ કરતો હસે અને 18 વર્ષ ની ઉમર સુધી સહાય મળવા પાત્ર રહેશે.
  • જો બાળક ની ઉમર 18 વર્ષ થી નાની હસે અને અભ્યાસ પડતો મૂકશે તો સહાય મળવાપાત્ર રહેશે નહીં.
  • પાલક માતા-પિતા ની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તારમાં 27,000 અને શહેરી વિસ્તારમાં 36,000 રૂપિયા થી વધુ ના હોવી જોઈએ.

અરજી માટે જરૂરી દસ્તાવેજો

  • અનાથ બાળક નું જન્મ પ્રમાણપત્ર
  • માતા-પિતા નું મૃત્યુ પ્રમાણપત્ર
  • જો માતા જીવિત છે અને બીજા લગ્ન કર્યા છે તો માતા દ્વારા બીજા લગ્ન કર્યા છે તેવું સરકારી અધિકારી દ્વારા ખરાઈ કરતું પ્રમાણપત્ર.
  • બાળક ની શાળા નું બોનોફાઇડ પ્રમાણપત્ર (બાળક અભ્યાસ કરે છે તેવું પ્રમાણપત્ર)
  • બાળક ના બેન્ક ખાતા ની વિગત (અરજી મંજૂર થયેથી હુકમ આપવામાં આવશે જેના દ્વારા પાલક-માતા પિતા બાળક સાથે સંયુક્ત બેન્ક ખાતું ખોલાવી શકશે.)
  • પાલક માતા પિતા ની વાર્ષિક આવકનો દાખલો
  • પાલક માતા પિતાના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને રેશન કાર્ડ ની નકલ.
  • પાલક માતા પિતાના બાળક સાથે નો ફોટો.
  • બાળકનું પાલન અરજી કરનાર પાટા-પિતા જ કરે છે તેવું તલાટી કે નગરપાલિકા વિસ્તારમાં મુખી અધિકારી નું પ્રમાણપત્ર
પાલક માતાપિતા યોજના | Palak Mata Pita Yojana

Palak Mata Pita Yojana Offline Apply

  •  ‘પાલક માતા પિતા સહાય યોજના નું ફોર્મ ડાઉનલોડ’ કરો.
  • ફોર્મ માં માંગેલી જાણકારી ભરી દો.
  • પાલક માતા-પિતા અને બાળક સાથેનો પાસપોર્ટ સાઈજ નો ફોટો લગાવો.
  • જરૂરી દસ્તાવેજો ને ફોર્મ સાથે જોડી દો.
  • સમાજ કલ્યાણ કચેરી માં જમા કરવી દો
  • Download Palak Mata Pita Yojana Gujarat Application Form : Click Here

Palak Mata Pita Yojana Online Apply

Register Your Self In Official Website

  • Palak Mata Pita Yojana Gujarat ની આધિકારિક વેબસાઇટ પર જાઓ. Official Website पर जाने के लिए यहाँ क्लिक करे |
  • હોમ પેજ પર “New User? Please Register Here!” વિકલ્પ પર ક્લિક કરો.
  • User Registration Details ફોર્મ માં માંગેલી જાણકારી ભરી દો અને કેપચા સોલ્વ કર્યા બાદ Register બટન પર ક્લિક કરી ને ખુદ ને Register કરી લો.
  • Register થઈ ગયા બાદ User ID અને Password તમારા દ્વારા નાખલે મોબાઈલ નંબર પર SMS ના માધ્યમ થી મોકલી દેવામાં આવશે|

Login And Update Profile

  • હોમપેજ પર જઈને મોબાઈલ માં sms ના માધ્યમ થી મોકલવામાં આવેલ User ID અને Password દ્વારા સાઇટ પર login કરો.
  • માંગવામાં આવેલી જરૂરી તમામ જાણકારી ભરી દો.
  • Update બટન ક્લિક કરી ને profile અપડેટ કરી દો.

Apply For The Scheme

  • પ્રોફાઇલ અપડેટ કર્યા બાદ હોમપેજ પર તમારી સામે ઘણીબધી યોજનાઓ ના નામ દેખાશે.
  • તે યોજનાઓ પૈકી “પાલક માતા પિતા યોજના” પર ક્લિક કરો.

Submite Your Application

  • Palak Mata Pita Yojana ના વિકલ્પ પર ક્લિક કર્યા પછી એક નવું પેજ ખૂલસે જેમાં માંગેલી તમામ જરૂરી જાણકારી ભરી દો.
  • જરૂરી તમામ દસ્તાવેજો ઉપલોડ કરી દો.
  • Save Application પર ક્લિક કરો.
  • આવેદન ની પ્રિન્ટ કાઢી લો.
  • આવેદન ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ.

આવેદન કર્યા બાદ સહાય મંજૂર કે ના મંજૂર પ્રક્રિયા

અરજદાર દ્વારા પાલક માતા પિતા યોજના અંતર્ગત તમામ દસ્તાવેજો સાથે આવેદન પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે અને આવેદન Submite કરી દીધેલ છે તો સમાજ કલ્યાણ વિભાગ ના પાલક માતા પિતા યોજના ના જવાબદાર અધિકારી દ્વારા તમારા કરેલ આવેદન ને આધારે તપસ માટે આવશે, તેમના દ્વારા તમારા પાડોશીઑ સાથે પંચનામુ કરવામાં આવશે અને યોગ્ય જણાયે આવેદન ની સ્વીકૃત કે અસ્વીકૃત કરવામાં આવશે. આવેદન ને સ્વીકૃત કરવામાં આવશે તો થોડા જ દિવસોમાં તમારા એડ્રેસ પર પોસ્ટના માધ્યમ થી સહાય મંજૂર થયેલી છે તેવો હુકમ આપવામાં આવશે અને તે માસ થી સહાય શરૂ થયેલી માનવમાં આવશે.

HelpLine Number For Palak Mata Pita Yojana Gujarat

  • Gujarat State Child Protection Society Block Number 19, 3rd Floor,
  • Dr. Jivraj Mehta Bhavan, Sector 10,
  • Gandhinagar, Gujarat.
  • Phone: 079 – 232 42521/23
  • Fax: 079 – 232 42522

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન-01 પાલક માતા-પિતા યોજના કોના દ્વારા ચલાવવામાં આવે છે?

નિયામક સમાજ સુરક્ષા વિભાગ દ્વારાએ આ યોજના ચલાવવામાં આવે છે.

પ્રશ્ન-02 પાલક માતા-પિતા યોજના કોના માટેની યોજના છે ?

ગુજરાત રાજ્યમા નિરાધાર, અનાથ કે જે બાળકના માતા પિતા ન હોઇ તેવા બાળકો માટેની છે.

પ્રશ્ન-03 Palak Mata-Pita Yojana માટે જિલ્લા કક્ષાએ કઈ કચેરી સંપર્ક કરવાનો હોય છે?

પાલક માતા-પિતા યોજના માટે જિલ્લા કક્ષાએ જિલ્લા બાળ સુરક્ષા એકમનો સંપર્ક કરવાનો રહેશે.

પ્રશ્ન-04 અનાથ બાળકોને પાલક માતા-પિતા યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે?

અનાથ થયેલા બાળકોની સાર-સંભાળ માટે બાળકોના ખાતામાં દર મહિને 3000 ની સહાય આપવામાં આવે છે

પ્રશ્ન-05 પાલક પિતા-માતા યોજનાનો લાભ માટે કેવી રીતે અરજી કરવાની હોય છે?

આ યોજનાનો લાભ લેવા માટે ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની હોય છે.

Table of Contents

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *