સ્ટેશનરી દુકાન સહાય યોજના । Stationery Dukan Sahay Yojana

By | December 5, 2023

Stationery Dukan Sahay Yojana: આપણા દેશ તથા રાજ્યમાં ઘણાબધા એવા લોકો છે જે પોતાના દમ પર કઈંક કરવા માંગે છે અને તેમને આર્થિક સહાયની જરૂર છે. આવા લોકો માટે આપણા દેશની કેન્દ્ર તથા રાજ્ય સરકાર અલગ અલગ યોજના બનાવે છે તથા લાગુ કરે છે. પણ ઘણા બધા લોકોને માહિતીના અભાવના કારણે તેઓ યોજનાનો લાભ લઇ શકતા નથી. જેથી અમારો પ્રયાસ તમને સરળ ભાષામાં સરકારની દરેક યોજનાની માહિતી પહોંચાડવાનો છે 

સ્ટેશનરી દુકાન સહાય યોજના । Stationery Dukan Sahay Yojana

યોજનનું નામસ્ટેશનરી દુકાન સહાય યોજના
સંસ્થાઆદિજાતિ વિકાસ નિગમ
યોજનનો પ્રકારરાજ્ય સરકાર
રાજ્યગુજરાત
સહાયની રકમ1,00,000
સત્તાવાર વેબસાઈટadijatinigam.gujarat.gov.in
સ્ટેશનરી દુકાન સહાય યોજના । Stationery Dukan Sahay Yojana

સ્ટેશનરી દુકાન સહાય યોજનાનો હેતુ શું છે?

અમુક લોકોની આર્થિક સ્થિતિ ખુબ નબળી હોવાથી તેઓ બેંક પાસે લોન લઇ શકતા નથી અને બેંક તેમની પાસે ઉંચા વ્યાજદર વસુલે છે. આ લોકોને ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે જેથી તેઓ સ્ટેશનરી દુકાન ખોલી શકે અને તેઓ પોતાનું જીવનધોરણ ઊંચું લાવી શકે તથા પોતે આત્મનિર્ભર થઈ શકે.

સ્ટેશનરી દુકાન સહાય યોજનાનો લાભ કોણ લઇ શકે છે?

મિત્રો, જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગે છે તો તમે નીચે મુજબની શરતો અનુસરતા હોવા જોઈએ.

  • અરજદાર આદિજાતિનો હોવો જોઈએ. (આ યોજનનો લાભ બિન આદિજાતિ અરજદાર પણ લઈ શકે છે.)
  • અરજદારની ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અરજદારને સ્ટેશનરી તથા તેના સંબંધિત બિઝનેસની તાલીમ લીધેલી હોવી જોઈએ અથવા બુક સેલરને ત્યાં કામ કરેલું કામ કરેલું હોવું જોઈએ અને તેનો પુરાવો રજુ કરવાનો રહેશે.
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી ઓછી તથા શહેરી વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1,50,000 થી ઓછી હોવી જોઈએ.
  • આ યોજનામાં અરજદારને રૂપિયા 1,00,000 સુધીની સહાય લોન પેઠે આપવામાં આવે છે.

સ્ટેશનરી દુકાન સહાય યોજના માટે જરૂરી પુરાવા કયા કયા છે?

જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

  • ફોટો
  • આધારકાર્ડ
  • ચૂંટણીકાર્ડ
  • રાશનકાર્ડ
  • પાનકાર્ડ
  • ઘરવેરાની રશીદ
  • લાઈબીલ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • ધંધાનો અનુભવનું સર્ટિફિકેટ અથવા તાલીમનું સર્ટિફિકેટ
  • તથા અન્ય

મહત્વપૂર્ણ લિંક: 

ઓફિસિયલ વેબસાઇટ અહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા

સ્ટેશનરી દુકાન સહાય યોજનામાં કેટલી સહાય મળે છે?

આ યોજનામાં અરજદારને રૂપિયા 1,00,000 સુધીની લોન મળે છે જેનો વાર્ષિક વ્યાજદર 4 % હોય છે. અરજદારે લોનના 20 ત્રિમાસિક હપ્તા ચૂકવવાના રહેશે. અરજદારનો એક હપ્તો તેની કુલ લોનની રકમનો 10% જેટલો રહેશે. જો અરજદાર લોન ભરવામાં વિલંબ કરે ત્યારે તેમની પાસે 2 % દંડ સ્વરૂપે વધુ વ્યાજ લેવામાં આવશે. જો અરજદારે લોનની ભરપાઈ સમય પહેલા કરવી છે તો તે પણ કરી શકે છે.

સ્ટેશનરી દુકાન સહાય યોજનામાં અરજી કઈ રીતે કરવાની હોય છે?

મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓફલાઈન અરજી કરવાની રહેશે. અને આ અરજીનું ફોર્મ તમે આદિજાતિ વિકાસ કોર્પોરેશનની વેબસાઈટ www.adijatinigam.gujarat.gov.in પરથી મેળવી શકો છો.

સ્ટેશનરી દુકાન સહાય યોજનામાં અરજી ક્યાં મોકલવાની હોય છે?

અરજી ફોર્મ ભર્યા બાદ આદિજાતિના અરજદારે આ અરજી ફોર્મ તમારા તાલુકાના આદિજાતિ પ્રયોજના વહીવટદારને મોકલવાની રહેશે તથા બિન આદિજાતિના અરજદારે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ ને મોકલવાની રહેશે.

સ્ટેશનરી દુકાન સહાય યોજના માટે હેલ્પલાઇન નંબર કયો છે?

મિત્રો, જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો અને તમને આ યોજના સંબંધિત કોઈ પ્રશ્ન છે અથવા તમે યોજનાની વધુ માહિતી મેળવવા માંગો છો તો તમે અત્યારેજ યોજના માટે હેલ્પલાઈન નંબર 07923253891 અથવા 07923253893 પર સંપર્ક કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *