જિલ્લા આંતરિક બદલીના હુકમો પોર્ટલ પર થી તારીખ : 01/07/2023ના સાંજે 5 વાગ્યા બાદ ડાઉનલોડ કરી શકાશે.
લાંબા ૨ામયથી રાહ જોઈ રહેલા રાજ્યની સરડારી પ્રાથમિક શાળાના શિક્ષકમિત્રોના હિત માટે મહત્વપૂર્ણ નિર્ણય
જિલ્લા આંતરીક બદલી હુકમ : Download.
3 જુલાઈથી શરૂ થનારો જિલ્લા ઓનલાઈન આંતરિક બદલી કેમ્પ 21 જુલાઈના રોજ પૂર્ણ થશે.
શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા ઓનલાઈન બદલી કેમ્પનો બીજા તબક્કો જાહેર કર્યો છે. જેમાં 3 જુલાઈથી કાર્યવાહી શરૂ કરવામાં આવશે અને 21 જુલાઈના રોજ બીજો તબક્કો પૂર્ણ થશે. બીજા તબક્કામાં ઉમેદવારો 6થી 8 જુલાઈ દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જ્યારે 21 જુલાઈના રોજ ઓર્ડર ઈશ્યુ કરવામાં આવશે. આમ, પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ તરત જ બીજા તબક્કાની કાર્યવાહી શરૂ થશે. બીજા તબક્કાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જિલ્લા વિભાજન કેમ્પ અને જિલ્લા ફેરબદલી કેમ્પ યોજવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા ઓનલાઈન આંતરિક બદલી કેમ્પનો પ્રથમ તબક્કો જાહેર કરવામાં આવ્યો હતો. જેની કાર્યવાહી 2 જુલાઈના રોજ પૂર્ણ થતી હોવાથી હવે જિલ્લા ઓનલાઈન આંતરિક બદલી કેમ્પના બીજા તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે. બીજા તબક્કાની કાર્યવાહી 3 જૂલાઈથી શરૂ કરવામાં આવશે અને 21 જુલાઈના રોજ પૂર્ણ થશે. આમ, પ્રથમ તબક્કાની કાર્યવાહી પૂર્ણ થયાના બીજા જ દિવસથી બીજા તબક્કાની કાર્યવાહી શરૂ કરી દેવાશે.
બીજા તબક્કાના બદલી કેમ્પમાં 3 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન ખાલી જગ્યાઓની માહિતી ઓનલાઈન એન્ટર કરવામાં આવશે. ત્યારબાદ 6 જુલાઈથી 8 જુલાઈ દરમિયાન બદલી માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. 9 જુલાઈના રોજ અરજી સુધારવા તથા રદ કરવાની કાર્યવાહી કરી શકાશે. 10 જુલાઈથી 11 જુલાઈ દરમિયાન તાલુકા કક્ષા ફોર્મની ચકાસણી કરાશે. 12 જુલાઈથી 19 જુલાઈ દરમિયાન અમાન્ય થયેલા ફોર્મ માટે વાંધા રજૂ કરી શકાશે અને જિલ્લા કક્ષાની ચકાસણી થશે. 20 જુલાઈના રોજ રાજ્ય કક્ષાએ વેરિફિકેશન થશે અને 21 જુલાઈના રોજ ઓર્ડર ઈશ્યુ કરવામાં આવશે.
આજે પ્રથમ તબક્કાના બદલી અંગેના ઓર્ડર ઈશ્યૂ કરાશે
જિલ્લા આંતરિક ઓનલાઈન બદલી કેમ્પમાં પ્રથમ તબક્કાની કાર્યવાહીમાં વેરિફિકેશન સહિતની તમામ કામગીરી પૂર્ણ થતાં હવે શનિવારના રોજ ઓર્ડર ઈશ્યુ કરવામાં આવશે. અગાઉના કાર્યક્રમ મુજબ 30 જૂન અને 1 જુલાઈના રોજ ઓર્ડર ઈશ્યુ થવાના હતા, પરંતુ બિપરજોય વાવાઝોડાના પગલે પ્રથમ તબક્કાના કાર્યક્રમમાં ફેરફાર કરાયો હતો અને તે અનુસાર હવે 1 જુલાઈ અને 2 જુલાઈના રોજ પ્રથમ તબક્કાના બદલી અંગેના ઓર્ડર ઈશ્યુ કરવામાં આવશે.
24મીએ વિભાજન કેમ્પ, 26થી 28મીએ ફેરબદલી કેમ્પ યોજાશે
નવા બદલી નિયમો મુજબ જિલ્લા આંતરીક બદલી કેમ્પના પ્રથમ તબક્કાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો.
જિલ્લા આંતરિક બદલી કેમ્પ બાબતનો આજનો (17/05/2023) લેટેસ્ટ પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો