ગૂગલ લેન્સ એટલે શું? | Google Lens App વિશે માહિતી

By | September 24, 2023

શું તમે એવી ટેક્નોલોજી જોઈ છે કે બસ તમે કેમેરા દ્વારા કોઈ પણ વસ્તુ સ્કેન કરો અને તમને તેના વિશે બધી જ માહિતી મળવા માંડે? હા ગૂગલ લેન્સમાં તમને આવા જ ફીચર્સ જોવા મળે છે.

આજે આપણે જાણીશું ગૂગલ લેન્સ (Google Lens) વિશે જાણકારી.

ગૂગલ લેન્સ શું છે? – Google Lens in Gujarati

  • ગૂગલ લેન્સ ગૂગલની એક મોબાઇલ એપ છે જેના દ્વારા તમે જે પણ પોતાની આજુબાજુ જોવો છો તો તેનો ફોટો તમે કેપ્ચર કરીને ગૂગલ લેન્સ દ્વારા ગૂગલ સર્ચ એંજિનમાં સર્ચ કરી શકો છો અને તેના વિશે જાણકારી મેળવી શકો છો.
  • તમે જે પણ બહારની દુનિયામાં જોવો છો અને તમે તેને શબ્દોમાં લખી નથી શકતા તો તમે ગૂગલ લેન્સ દ્વારા તેનો ફોટો પાડીને તેના વિશે જાણકારી મેળવી શકો છો.
  • ઉદાહરણ તરીકે તમે કોઈ બગીચામાં ગયા, હવે તમને એક ફૂલ દેખાયું, તમારે જો તે ફૂલનું નામ જાણવું છે તો તમે ગૂગલ લેન્સની એપ ખોલો અને તે ફૂલનો ફોટો પાડો અને પછી ગૂગલ લેન્સમાં તમને તે ફૂલ વિશે જાણકારી મળવા માંડશે.

ગૂગલ લેન્સની શરૂઆત

ગૂગલ લેન્સને 4 ઓક્ટોમ્બર 2017માં લોન્ચ કરવામાં આવ્યું હતું.

ગૂગલ લેન્સ કેવી રીતે કામ કરે છે?

તમે જે ફોટો ગૂગલ લેન્સમાં કેપ્ચર કર્યો હશે તો સૌપ્રથમ ગૂગલ લેન્સ તે ફોટાને બરાબર રીતે સ્કેન કરશે અને પછી તે ફોટાને પોતાના ગૂગલ સર્ચ એંજિનમાં શોધશે, તે ફોટાને સરખાય (Match) તેવા બધા જ ફોટાને ગૂગલ લેન્સ ફિલ્ટર કરશે, તેમાં શું લખેલું છે, કઈ ભાષા છે તેના પ્રમાણે ગૂગલ લેન્સ પોતાના સર્ચ એંજિનમાંથી તેના લગતા ફોટા શોધશે અને યુઝરને ચોક્કસ પરિણામ આપવાનું પ્રયત્ન કરશે.

ગૂગલ લેન્સમાં યુઝરને તે ફોટાને લગતા પરિણામ મળશે જે ગૂગલ સર્ચ એંજિનમાં ઉપલબ્ધ હશે.

ગૂગલ લેન્સના ફીચર્સ

  • ગૂગલ લેન્સ દ્વારા તમે શબ્દોને બીજી ભાષામાં અનુવાદ (Translate) કરી શકો છો.
  • તમે કોઈ પણ પ્રોડક્ટનો ફોટો પાડીને તેનો ભાવ અથવા તેના જેવા બીજા પ્રોડક્ટ શોધી શકો છો.
  • તમે કોઈ કાગળમાં લખેલા શબ્દોને ડાઇરેક્ટ પોતાના ફોનમાં કોપી કરી શકો છો અને પછી તેને મોબાઇલમાં પેસ્ટ કરી શકો છો.
  • તમે ગણિત વિષયના કોઈ સમીકરણનો ઉકેલ મેળવી શકો છો.
  • તમે કોઈ ફૂલપ્રાણીઝાડ વગેરેના નામ જાણી શકો છો.
  • તમે QR કોડ અને બારકોડને પણ સ્કેન કરી શકો છો.
  • તમે તમારા હાથથી લખેલા લખાણને ગૂગલ ડોક્સમાં ડાઇરેક્ટ કોપી – પેસ્ટ કરી શકો છો.

ગૂગલ લેન્સનો ઉપયોગ કેવી રીતે કરવો?

  • સૌપ્રથમ તમારે ગૂગલ લેન્સને પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરવું પડશે.
  • તમને ગૂગલ લેન્સ ફીચર ગૂગલ સર્ચ એપમાં પણ સર્ચ બટનમાં જોવા મળશે.
  • બસ ગૂગલ લેન્સ ખોલ્યા બાદ તમે જે રીતે કેમેરાનો ઉપયોગ કરો છો તેવી જ રીતે ફોટા કેપ્ચર કરવાના છે અને તે ગૂગલ સર્ચ એંજિનમાં શોધાશે અને તમને પરિણામ જોવા મળશે.

ગૂગલ લેન્સના ફાયદા

  • ગૂગલ લેન્સને કારણે તમારે વધારે ટાઈપ નથી કરવું પડતું.
  • ગૂગલ લેન્સને કારણે તમારે વધારે વિચારવું નથી પડતુ, બસ ફોટો પાડવાનો અને તમને પરિણામ મળશે.
  • તમને કીબોર્ડમાં ટાઈપ કરવાનો કંટાળો આવતો હોય તો તમે કાગળમાં કઈક લખીને ગૂગલ લેન્સ દ્વારા તે લખાણને ડાઇરેક્ટ મોબાઇલ કે કમ્પ્યુટરમાં લઈ શકો છો.
  • ગૂગલ લેન્સમાં તમારો ખૂબ સમય બચે છે, તમે કોઈ પણ QR કોડ કે બારકોડ તરત સ્કેન કરી શકો છો.
  • તમે જે જોવો છો તેને ગૂગલમાં સર્ચ કરી શકો છો.

ગૂગલ લેન્સમાં આવતી સમસ્યાઓ

  • જો તમારી ઇન્ટરનેટ સ્પીડ ઓછી હશે તો તમને ગૂગલ લેન્સમાં સમસ્યા જોવા મળશે.
  • જે ફોટો તમે સ્કેન કરો છો, જો તે ઝાંખો (Blur) હશે તો પણ તમને જોઈતું પરિણામ નહીં મળે.
Google Lens
Google Lens
Developer: Google LLC
Price: Free

મહત્વપૂર્ણ લિંક: 

એપ્લિકેશન ડાઉંલોડ કરો અહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – ગૂગલ લેન્સ એટલે શું? | Google Lens App

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *