પ્રાથમિક શાળામાં દરરોજ ઉપયોગમાં લેવામાં લેવામાં આવતી એપ્લિકેશન ડાઉનલોડ કરો

G – SHALA એપ્લિકેશનમાં દરેક ધોરણ મુજબના વિડીયો – પુસ્તકો – એસાઈમેન્ટ જેવી શૈક્ષણિક બાબતો આપેલ છે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે.

▪️ બાળક જાતે ભણી શકશે.
▪️ બાળક પુનરાવર્તન કરી શકશે.
▪️ બાળક ટેસ્ટ આપી શકશે.
▪️ શિક્ષક બાળકનો રિપોર્ટ પણ ચેક કરી શકશે.

G-Shala
G-Shala
Price: To be announced

G – SHALA એપ્લિકેશન બાળકોને કેવી રીતે ચલાવતા શીખવશો…?

 • સૌ – પ્રથમ પ્લે – સ્ટોરમાંથી G – SHALA એપ્લિકેશન ડાઉનલોડ કરો ( નીચે તેની લિંક આપેલ છે )
 • એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તને ઓપન કરો
 • એપ્લિકેશન ઓપન કર્યા બાદ એક ડિસ્પ્લે મેનુ આવશે જેમાં સૌથી નીચે ” સાઈન અપ ” લખેલ હશે ત્યાં ક્લિક કરો
 • સાઈન અપ પર ક્લિક કરશો એટલે એક ડિસ્પ્લે મેનુ ખુલશે જેમાં કેટલીક વિગતો લખેલ હશે જે આપણે જાતે ભરવાની છે
 • સૌ – પ્રથમ હું એક વિદ્યાર્થી છું તે પસંદ કરો
 • ત્યારબાદ નીચે બાળકનો UDISE નંબર ( ૧૮ અંકનો ) દાખલ કરો
 • ત્યારબાદ નીચે ” વિગતો મેળવો ” નામનું ઓપ્શન હશે તેના પર ક્લિક કરો એટલે બાળકની તમામ વિગતો ઓટોમેટિક આવી જશે
 • હવે નીચેના ખાનામાં મોબાઇલ નંબર નાખો અને તેની નીચે પાસવર્ડ લખેલ હશે તેમાં તમારે પાસવર્ડ બનાવી અને જાતે એન્ટર કરવાનો છે અને સૌથી છેલ્લા ખાનામાં જે પાસવર્ડ તમે બનાવ્યો છે તે જ ફરીથી એન્ટર કરવાનો છે
 • યાદ રાખો તમારે પાસવર્ડ બંને ખાનામાં સરખા જ નાખવાના છે અને એ પાસવર્ડ યાદ રાખવાનો છે.
 • હવે નીચે આપેલ કેપ્ચા કોડ નાખીને સૌથી છેલ્લા ઓપ્શન “સાઈન અપ ” પર ક્લિક કરો
 • હવે તમને અભિનંદન લખેલ એક મેસેજ ડિસ્પ્લે થશે તેનો મતલબ એવો થશે કે તમે સફળતા પૂર્વક રજીસ્ટ્રેશન કરી દીધું છે
 • હવે ફરીથી તમારે તમારો તેે જ મોબાઇલ નંબર અને પાસવર્ડ ( જે તમે રજીસ્ટ્રેશન સમયે ) એન્ટર કર્યા હતા તે લખો અને કેપ્ચા કોડ એન્ટર કરશો એટલે તમારી G – SHALA એપ્લિકેશન શરું થઈ જશે
See also  15th August Independence Day Sticker

SaralData
SaralData
Price: To be announced


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *