કિસાન પરિવહન યોજના | Kisan Parivahan Yojna

કેંદ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે અવનવી ખેડૂતલક્ષી યોજનાઓ અમલીકરણ કરે છે. જે ઉદ્દેશને સિદ્ધ કરવા માટે રાજ્ય સરકાર ખેડૂત યોજનાઓ દર વર્ષે બહાર પડે છે. ખેડૂતો દ્વારા ખેતરમાં ઉત્પન્ન થતાં પાકના પરિવહન માટે ટ્રેકટરનો ઉપયોગ કરે છે. ઘણા ખેડૂતોની ઓછી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને Goods Carriage Vehicle નો પણ ઉપયોગ કરીને ખેત બજારોમાં મોકલતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને ખેતપેદાશોને સરળતાથી ખેત બજારો સુધી પહોંચાડી શકે અને ખેડૂતો ગુડ્ઝ કેરેજ વાહન ખરીદી શકે તે માટે કિસાન પરિવહન યોજના 2022 બહાર પાડેલ છે

યોજનાનું નામકિસાન પરિવહન યોજના 2022
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશખેડૂતો દ્વારા ઉત્પન્ન થયેલો પાક APMC સુધી લઈ જવા
માલ વાહન સાધનની ખરીદી પર સબસીડી
લાભાર્થીગુજરાતના પાત્રતા ધરવતા ખેડૂતોને
સબસીડી નંબર-1નાના,સીમાંત,મહિલા, એસ.સી/એસ.ટી ખેડૂતોને કુલ ખર્ચના 35 %
અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે.
સબસીડી નંબર-2સામાન્ય અને અન્ય ખેડૂતોને  કુલ ખર્ચના 25 %
અથવા 50,000/- બે માંથી જે ઓછું હોય તે
અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
કિસાન પરિવહન યોજના | Kisan Parivahan Yojna

યોજના માટેની પાત્રતા

કૃષિ સહાય યોજના હેઠળ આ યોજનાનો લાભ આપવા માટે લાભાર્થીઓની પાત્રતા નક્કી કરેલી છે. કૃષિ વિભાગ દ્વારા કેટલીક પાત્રતા નક્કી કરેલ છે તે નીચે મુજબ છે.

  • અરજદાર ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
  • નાના, સિમાંત, મહિલા, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ,સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાઓને લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
  • લાભાર્થી ખેડૂત વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોય તો પણ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
  • લાભાર્થી ખેડૂતોઓએ કિસાન પરિવહન યોજનાનો પુનઃ લાભ મેળવવા માટે ઓછામાં ઓછી 5 વર્ષની સમય મર્યાદા અરજી કરી શકે.
  • ખેડૂત લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા Ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે.
See also  PVC આધાર કાર્ડ કેવીરીતે મેળવવું ? | How to Get PVC Aadhaar

કિસાન પરિવહન યોજનાની સાધન ખરીદીની શરતો

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ikhedut portal Parivahan માટે ખરીદી માટેની શરતો નક્કી થયેલ છે. ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે.

  • આઈ ખેડૂત પોર્ટલ દ્વારા નક્કી એમ્પેનલ કરેલ તથા જાહેર કરેલ પ્રાઇઝ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પાસેથી ખરીદી કરવાની રહેશે.
  • આ યોજના માટે પેનલમાં સમાવેશ થયેલ ઉત્પાદકના માન્ય વેપારી(વિક્રેતા) પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે.
  • ખેડૂત આ સહાય મેળવવા માટે પાકું લાઈસન્‍સ ધરાવતો હોવો જોઈએ.

કિસાન પરિવહન યોજનાનું સહાય ધોરણ

કિસાન પરિવહન યોજનામાં  ikhedut  subsidy અગાઉથી નક્કી કરેલી છે. આ સબસીડી યોજના 2022 અન્‍વયે અરજદાર ખેડૂતની જાતિ અને દરજ્જાના આધારે આપવામાં આવશે. જે નીચે મુજબ છે.

સામાન્ય અને અન્ય ખેડૂતોને Kisan Parivahan Yojana ખેડૂતોને કુલ ખર્ચના 25 % અથવા 50,000/- બેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસીડી મળશે.
મહિલા, નાના, સીમાંત,અનુસુચિત જાતિઅને અનુસુચિત જન જાતિ ખેડૂતોનેકિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓને કુલ ખર્ચના 35 % અથવા 75,000/- બે માંથી જે ઓછું હોય તે મુજબ સબસીડી મળશે.

Document Required Of Kisan Parivahan Yojana

ikhedut Portal પર ચાલતી Kisan Parivahan Yojana 2022 નો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્‍ટ જોઈએ.

  • 1. ikhedut Portal 7-12 (Anyror Gujarat 7/12 પરથી ડાઉનલોડ કરી શકાય)
  • 2. લાભાર્થીના આધારકાર્ડની નકલ
  • 3. જો ખેડૂત S.C.જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • 4. જો ખેડૂત S.T. જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • 5. રેશનકાર્ડની નકલ
  • 6.  જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • 7. વન અધિકાર વિસ્તારના લાભાર્થીઓ માટે વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • 8. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • 9. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
  • 10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • 11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • 12. લાઈસન્‍સ
See also  જાતિનો દાખલો ઓનલાઇન | Caste Certificate Gujarat Online

How To Online Registration Kisan Parivahan Yojana

Kisan Parivahan Yojana Gujarat હેઠળ લાભ લેવા માટે ખેડૂતોએ ikhedut Portal પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે છે. ખેડૂતોએ લાભાર્થી ઓનલાઈન એપ્લિકેશન ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા પોતાની ગ્રામ પંચાયત ખાતેથી કોમ્પ્યુટર સાહસિક (VCE) મારફતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે. કિસાન પરિવહન યોજનાની ઓનલાઈન અરજી કેવી કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google Search માં “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે પરિણામ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
  • આઈ ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા પછી ક્રમ નંબર-1 પર “Kheti Vadi ni Yojana” ખોલવું.
  • “ખેતીવાડી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં સરકારી અન્ય યોજના, ખેડૂત યોજના બતાવશે.
  • જેમાં “માલ વાહક યોજના” માં “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
  • જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ ikhedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતે કિસાન પરિવહન યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.
See also  શિક્ષણ સહાય યોજના | Shikshan Sahay Yojana @sanman.gujarat.gov.in

મહત્વપૂર્ણ લિંક: 

ઓફિસિયલ વેબસાઇટ અહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – કિસાન પરિવહન યોજના



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *