EWS સર્ટિફિકેટ મેળવો આ રીતે ઑનલાઈન, સરકારી નોકરીઓમાં 10 ટકા અનામતની છે જોગવાઈ
- SC, ST, SEBR/OBC સિવાયના આર્થિક પછાત લોકોને મળશે 10 ટકા અનામતનું લાભ
- 2019ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે માર્યો હતો માસ્ટરસ્ટ્રોક
- 8 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા સવર્ણોને મળવાપાત્ર છે 10 ટકા અનામત
2019ની લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકારે માસ્ટરસ્ટ્રોક માર્યો અને આર્થિક રીતે પછાત વર્ગને 10 ટકા અનામતની જાહેરાત કરવામાં આવી છે. સંસદમાં સંશોધિત બિલ રજૂ કરવામાં આવ્યું અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 12 જાન્યુઆરી 2019ના રોજ EBC બિલને મંજૂરી આપી. આ બિલનો અમલ કરનારું પ્રથમ રાજ્ય ગુજરાત બન્યું અને રાજ્યમાં 14 જાન્યુઆરી 2019થી અમલવારી લાગૂ થઈ. આ બિલ અંતર્ગત જે વ્યક્તિનાં કુટુંબનાં તમામ સ્ત્રોત મળીને કુલ વાર્ષિક આવક આઠ લાખ કરતાં ઓછી થતી હોય તેમને 10 ટકા અનામતનો લાભ મળી શકે છે.
EWS સર્ટિફિકેટ છે શું ?
EWS સર્ટિફિકેટનું પુરું નામ આર્થિક રીતે નબળા વર્ગોનું પ્રમાણપત્ર (economically weaker section) છે. આ સર્ટિફિકેટ EBC સર્ટિફિકેટ તરીકે પણ જાણીતું છે.આ અનામતનો લાભ લેવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બે અલગ અલગ પ્રમાણપત્ર આપે છે.
EWS સર્ટિફિકેટ શા માટે જરૂરી?
– શૈક્ષણિક સંસ્થામાં એડમિશન માટે
– સરકારી નોકરીઓમાં અનામતની છૂટ મેળવવા માટે
(1) સરકારી નોકરીઓમાં 5 વર્ષની ઉંમર મર્યાદામાં છૂટછાટ મળી શકે.
કોને મળી શકે EWS સર્ટિફિકેટ ?
– આઠ લાખથી ઓછી આવક હોય
– કૃષિભૂમિ 5 હેક્ટરથી ઓછી હોય
– ઘર હોય તો 1000 સ્ક્વેરફૂટથી ઓછું હોય
– નિગમમાં રહેણાંક પ્લોટ હોય તો 109 યાર્ડથી ઓછી જમીન હોય
– નિગમની બહારનો પ્લોટ હોય તો 209 યાર્ડથી ઓછી જમીન હોય
ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક (વિન્ડો ખુલ્યા બાદ તમામ વિગતો વાંચીને નીચે આપેલ એપ્લાય બટન પર ક્લિક કરવું)
10 ટકા સવર્ણ અનામત માટે જરુરી હશે આ 7 ડોક્યુમેન્ટ
– પાસબુક
– ચેકબુક
– આધારકાર્ડ
– ઇન્કમટેક્સ રિટર્ન
– જાતિનું પ્રમાણપત્ર
– બીપીએલ કાર્ડ
– પાનકાર્ડ
જનધન યોજનાથી જોડાયેલા
પછાત સવર્ણોને આર્થિક આધાર પર નોકરીઓ અને શિક્ષામાં 10 ટકા અનામત જોઇએ તો જનધન યોજના હેઠળ બેંક અકાઉન્ટ હોવું જોઇએ. જનધન યોજના હેઠળ એમની ખાતાધારકોને લાભ મળે છે જે આર્થિક રૂપથી નબળી હોય છે.
નીચે આપેલ સ્ટેપ ફોલો કરીને ઓનલાઈન EWS સર્ટિફિકેટ મેળવી શકાય છે
સ્ટેપ-1: લિંક પર ક્લિક કરો
સ્ટેપ-2: હવે લોગઈન પેજ ખોલો (રજીસ્ટ્રેશન પહેલેથી કરાવેલ ન હોય તેમણે રજીસ્ટ્રર કરાવવું પડશે)
સ્ટેપ-3: લોગઈન કર્યા બાદ મનપસંદ ભાષાની પસંદગી કરો
સ્ટેપ-4: ભાષા પસંદ કર્યા બાદ સ્ક્રોલ કરો અને નીચે આપેલ જગ્યાએ આધાર કાર્ડ નંબર નાખો
સ્ટેપ-5 : આધાર કાર્ડ નંબર એડ કર્યા બાદ Continue બટન પર ક્લિક કરો
સ્ટેપ- 6 :
- હવે આગળ પર ક્લિક કર્યા પછી ફોર્મમાં તમામ વિગત ભરો અને રેફરન્સ નંબર જનરેટ થાય તે ભવિષ્યના રેફરન્સ માટે તેને સુરક્ષિત રાખો, અને દસ્તાવેજ અપલોડ કરો અને ફી ચૂકવો
- હવે તમારા ડોક્યુમેન્ટ્સ વેરીફાય કરવાની પ્રક્રિયામાં થોડો સમય લાગશે. ડોક્યુમેન્ટ્સ વેરીફાય થયાં બાદ તમારા મોબાઇલ નંબર પર એસએમએસને જાણ કરે છે
- ત્યારબાદ તમે તમારા EWS પ્રમાણપત્ર મેળવવા માટે નજીકની ઝોન ઓફિસમાં જઈ શકો છો.
હું કઈ રીતે આર્થિક રીતે નબળા વર્ગનું પાત્રતા પ્રમાણપત્ર મેળવી શકું?
જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી / અધિક જીલ્લા મેજિસ્ટ્રેટશ્રી / કલેક્ટરશ્રી / અધિક કલેક્ટરશ્રી / નાયબ કલેક્ટરશ્રી / આસી. કલેકટરશ્રી/ મામલતદારશ્રી / તેહશીલદારશ્રી ની કક્ષાથી નીચેની કક્ષાના ન હોય તેવા રેવેન્યુ અધિકારીઓ./ તાલુકા વિકાસ અધિકારીશ્રી/ જીલ્લા નાયબ નિયામકશ્રી (વિ.જા.) / જીલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી (વિ.જા.) ને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા.૨૫/૦૧/૨૦૧૯ ના ઠરાવ ક્ર:ઈ.ડબલ્યુ.એસ/૧૨૨૦૧૯/૪૫૯૦૩/અ ના પરિશિષ્ટ-ક મુજબ અરજી કરવી.
નિકાલની સમય મર્યાદાકુલ ૧ દિવસ.
ફીરુ. ૨૦/-
પુરાવાઓની પ્રમાણિત નકલ
- સોગંદનામું (અસલ)
- રહેઠાણનો પુરાવો (ટેલીફોન બીલ/ લાઈટબીલ/ મ્યુનિ.ટેક્ષ બીલ /ડ્રાઈવીંગ લાયસન્સ/પાન કાર્ડ / મતદાર ફોટો વગેરે ઓળખપત્ર પૈકી ગમે તે એક) જેમાં અરજદારના હાલના સરનામાનો ઉલ્લેખ હોય.
- અરજદારનું સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ
- સક્ષમ અધિકારીને જરૂર જણાય ત્યાં દાદા, પિતા, કાકા, ફોઈ પૈકી કોઈ એકનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- અન્ય રાજ્યમાંથી સ્થળાંતરીત થયેલા કિસ્સામાં તા. ૧/૪/૧૯૭૮ પેહલાના ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ હોવા અંગેના સરકારી રેકર્ડ આધારિત પુરાવા રજુ કરવાના રેહશે.
- અરજદારના કુટુંબના તમામ સભ્યોની વાર્ષિક આવકના પુરાવા
- તમામ નોકરીયાતોના કિસ્સામાં તેમના કચેરીના વડાનું આવક અંગેનું તથા હોદ્દો તેમજ વર્ગ દર્શાવતું પ્રમાણપત્ર
- ધંધા/વ્યવસાયના કિસ્સામાં ગણતરીમાં લેવાયે આગળના વર્ષના ઇન્કમટેક્ષ રીટર્નની નકલ
- અરજદાર સ્વયં ખેતીની જમીન ધારણ કરતા હોય તો ૭/૧૨ ના ઉતારાની નકલ અને કુટુંબના અન્ય સભ્યો ખેતીની જમીન ધારણ કરતા હોય તો તે રજુ કરવી તથા ખેતીની આવક દર્શાવતા આધાર રજુ કરવા.
- આવક અંગેના અન્ય સ્ત્રોતોની વિગતો હોય તો રજુ કરવી.
- ઉપયુક્ત સિવાય અન્યસ્ત્રોતોમાંથી થતી આવક હોય તો તે અંગેના આધારો અલગથી રજુ કરવા.
- સક્ષમ અધિકારીઓ/અપીલ અધિકારીયો જરૂરી જણાય તેવા વધારાના કે અન્ય આધારો પણ માંગી શકશે.
નોંધ: વિદ્યાર્થી/ઉમેદવારને જે બાબત લાગુ પડતી હોય તેના પુરાવા રજુ કરવાના રેહશે.