APL અને BPL રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો ચકશો ઘરે બેઠા ઓનલાઈન

રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો.

રાજ્યમાં ગરીબોની અન્‍ન સલામતિ માટે જાહેર વિતરણ વ્‍યવસ્‍થા અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં રાજ્ય ના લોકો ને અનાજ તેમજ અન્‍ય ચીજ-વસ્‍તુઓનો માસિક ધોરણે નિયમિત પુરવઠો વાજબી ભાવની દુકાનો મારફતે લોકોને મળી રહે છે. ઘણા લોકોને ખબર જ નથી હોતી કે તેમના રેશનકાર્ડમાં તેમને કઈ કઈ વસ્તુ મળવા પાત્ર છે.

Ration Card Online Check Gujarat

વિભાગઅન્ન અને નાગરીક પુરવઠા વિભાગ
આર્ટીકલનું નામરેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો
પ્રક્રિયાઓનલાઈન અને ઓફલાઇન
રેશકાર્ડના પ્રકારAPL-1, APL-2, BPL, AAY
હેલ્પ લાઈન નંબર1800 233 5500
સત્તાવાર સાઈટdcs-dof.gujarat.gov.in
APL અને BPL રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો ચકશો ઘરે બેઠા ઓનલાઈન

રેશનકાર્ડ (કૂપન) માં મળવાપાત્ર જથ્થો ઓનલાઇન કેવી રીતે ચેક કરવું? 

STEP 1: સૌપ્રથમ તમારે અન્ન અને નાગરિક પુરવઠાની વેબસાઈટ ઉપર જવાનું રહેશે.

STEP 2: ત્યારબાદ “તમને મળવા પાત્ર જથ્થો” નામનું ઓપ્શન તમને જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

STEP 3: પછી તમને એક નવું પેજ જોવા મળશે તેમાં તમારે રેશનકાર્ડ નંબર નાખવાના રહેશે. અને જે નીચે ઇમેજમાં કેપ્ચા કોડ તમને જોવા મળશે તે તમારે કેપ્ચા કોડ ભરવાનો રહેશે.

STEP 4: પછી તમારે નીચે View/જુઓ ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

  • એટલે તમારી સામે નીચે એક ટેબલ ફોર્મેટમાં તમને જેટલો પણ જથ્થો મળવા પાત્ર છે તેનું લીસ્ટ તમને જોવા મળશે. 
  • જેમાં તમને ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, તેલ અને દાળ વગેરે જેવી વસ્તુ કેટલા પ્રમાણમાં એ કિલ્લામાં મળવાની છે તે બધી વિગતો તમને જોવા મળશે.
  • જો તમને જથ્થો મળવા પાત્ર નથી તમારા રાશનકાર્ડમાં તો તમારી સામે કંઈ પણ વિગતો જોવા મળશે નહીં.
  • રેશનકાર્ડ નંબર વગર મળવા પાત્ર જથ્થો કેવી રીતે ચેક કરવું?
  • તમે રેશનકાર્ડ નંબર વગર પણ રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો ચેક કરી શકો છો. જેની પ્રોસેસ નીચે મુજબ તમે જોઈ શકો છો.
  • સૌપ્રથમ તમારે અન્ન અને નાગરિક પુરવઠાની વેબસાઈટ ઉપર જવાનું રહેશે. https://ipds.gujarat.gov.in/Register/frm_KnowYourEntitlement.aspx
  • પછી તમને નીચે ઘણા બધા ઓપ્શન જોવા મળશે. એમાં જે પણ ઓપ્શન તમને લાગુ પડતા હોય તે સિલેક્ટ કરવાના રહેશે.
  • નીચે ઇમેજમાં કેપ્ચા કોડ તમને જોવા મળશે તે તમારે કેપ્ચા કોડ ભરવાનો રહેશે.
  • પછી તમારે નીચે View/જુઓ ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.
ઑફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હેલ્પ લાઈન નંબર1800 233 5500
Mera Ration App ડાઉનલોડ કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

FAQ – APL અને BPL રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો

રેશનકાર્ડ મળવાપાત્ર જથ્થો તપાસવા માટે સત્તાવાર સાઇટ કઈ છે ?

રેશનકાર્ડમાં મળવાપાત્ર જથ્થો 2023 તપાસવા માટે સાઇટ – https://dcs-dof.gujarat.gov.in/

શું રેશનકાર્ડ નંબર વગર મળવાપાત્ર જથ્થા ની માહિતી મેળવી શકીએ.

હા, તમે રેશનકાર્ડ કેટેગરી, કુલ જન સંખ્યા, ગેસ કનેકશ વગેરેની માહિતી આધારિત મળવા પાત્ર જથ્થાની માહિતી મેળવી શકો છો પરતું આ માહિતી સચોટ ના પણ હોઈ શકે.

અમને આશા છે કે તમને આ આર્ટિકલ ખુબજ મહત્વપુર્ણ લાગ્યો હશે અને કઈક નવું શીખવા મળ્યું હશે. તો આ લેખ ને તમારા મિત્રો સાથે શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *