ગુજરાત સરકાર મહિલાઓ માટે તેમજ ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વ્હાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે જે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને ગુજરાત સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.
વ્હાલી દીકરી યોજના
યોજનાનું નામ | વ્હાલી દીકરી યોજના ગુજરાત (Vahali Dikri Yojana in Gujarati ) |
લાભાર્થીઓ | ગુજરાત ની દીકરીઓ |
હેતુ | ગુજરાતમાં દીકરીઓનું પ્રમાણ વધારવું અને તેમજ દિકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરાવ્યું |
મળવાપાત્ર રકમ | એક લાખને દસ હજાર રૂપિયા (1,10,000) |
અરજી કરવાનો સમય | દીકરી ના જન્મ પછી એક વર્ષના સમય દરમ્યાન |
વેબસાઈટ | https://wcd.gujarat.gov.in/ |
વ્હાલી દીકરી યોજના નો હેતુ – Purpose of Vahli Dikri Yojana
આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વ્હાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખની દસ રૂપિયા સુધી આપવામાં આવે છે અને આ સહાય એ આમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના નો મુખ્ય હેતુ એ છે કે જ્યારે પરિવારમાં દીકરીનો જન્મ થાય તેમને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.આ સહાય એ એક લાખને દસ હજાર રૂપિયા (1,10,000) સુધી આપવામાં આવે છે અને આ સહાય એ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.
વ્હાલી દીકરી યોજનામાં શું લાભ મળશે?
- દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂ.૪૦૦૦/-ની સહાય.
- દીકરી ધોરણ-૯માં આવે ત્યારે રૂ.૬૦૦૦/-ની સહાય.
- દીકરી 18 વર્ષની વય વટાવે ત્યારે તેને રૂ.૧,૦૦,૦૦૦/- ની આર્થિક સહાય.
- દીકરી પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે યોજના અંતર્ગત સહાય.
વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે પાત્રતા
- તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.(દીકરી જન્મના એકવર્ષની સમયમર્યાદામાં નિયત નમુનાના આધાર પુરાવા સહીતની અરજી કરવાની રહેશે.)
- દંપતીની પ્રથમ ૩ સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
- અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
- બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
વ્હાલી દીકરી યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી પુરાવા
- દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા)
- દીકરીના માતા-પિતા નો આધાર કાર્ડ
- દીકરીના માતા-પિતાનું જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)
- દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)
- દીકરી નો જન્મ દાખલો
- દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા
- વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંધનામું
મહત્વપૂર્ણ લિંક:
વ્હાલી દિકરી યોજના અરજી ફોર્મ | ડાઉનલોડ કરો |
સુધારા પરિપત્ર | ડાઉનલોડ કરો |
પરિપત્ર | ડાઉનલોડ કરો |
ઓફિસિયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ | અહીં ક્લિક કરો |
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ | અહીં ક્લિક કરો |
FAQ – વ્હાલી દીકરી યોજના વારંવાર પુછાતા પ્રશ્નો
Q.1 વ્હાલી દીકરી યોજના અન્વયે આવક અંગેનું પ્રમાણપત્ર રેશનકાર્ડ મુજબ કુંટુબના વડા એટલે કે દીકરીના દાદાનું કે દાદીનું ચાલે?
જવાબ.વ્હાલી દીકરી યોજનાના ઠરાવની જોગવાઈ મુજબ “દીકરીના માતા-પિતાની કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર માંગેલ હોવાથી સંયુક્ત રેશનકાર્ડ મુજબ દીકરીના ‘દાદા કે દાદી” ચાલે નહીં.
Q.2 વ્હાલી દીકરી યોજનાનું સોગંદનામું માટે કોઈ નિયત નમૂના ખરો?
જવાબ.વ્હાલી દીકરી યોજના સોગંદનામું માટે નમૂનો અરજી ફોર્મ સાથે જ નિયત સોગંદનામું માટે આપેલ છે જેથી તેના મુજબ કરવાનું રહેશે.
Q.3 વ્હાલી દીકરી યોજનાનું અરજી ફોર્મ ક્યાંથી મેળવવું?
જવાબ. આ યોજનાનું અરજી ફોર્મ આંગણવાડી કેન્દ્રમાંથી, CDPO કચેરી ખાતેથી અથવા જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રીની કચેરીમાંથી વિનામૂલ્યે મેળવી શકાશે.
Q.4 શું Vahali Dikari Yojana Online Form ભરી શકાશે…?
જવાબ. હા, ડિજીટલ ગુજરાત પોર્ટલ પરથી ટૂંક સમયમાં ઓનલાઇન અરજી કરી શકાશે.
Q.5 વ્હાલી દીકરી યોજનાની ઓનલાઇન કોની પાસેથી કરી શકાશે.?
જવાબ. Vahali Dikari Yojana ઓનલાઇન અરજી માટે ગ્રામ પંચાયત ખાતે VCE પાસેથી, તાલુકામાંથી મામલતદાર કચેરીમાંથી અથવા ATVT (જન સેવા કેન્દ્ર) માંથી ભરી શકાશે.
Q.6 Vahali Dikari Yojana માટે અરજી કરવાની સમય મર્યાદા કેટલી છે?
જવાબ. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના જન્મ પછી 1 વર્ષની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે. એક વર્ષ બાદ અરજી કરનાર લાભાર્થી પાત્રતા ધરાવશે નહીં.
Q.7 વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા કેટલી નક્કી કરેલી છે?
જવાબ. આ યોજનાનો લાભ લેવા માટે “દંપતિની કુલ વાર્ષિક આવક 2.00 લાખ રૂપિયાથી વધુ ના હોવી જોઈએ. આ દાખલો સક્ષમ અધિકારીશ્રીનો હોવો જોઈએ.
Marriage certificate jaruri che?
હા..મેરેજ સર્ટિફિકેટ ફરજિયાત છે
Dikarinu adhar card na hoy to chale
Na