આયુષ્માન ભારત યોજના માહિતી – હોસ્પિટલની યાદી | Ayushman Bharat Yojana (PMJAY)

આયુષ્માન ભારત યોજના પીએમ જન આરોગ્ય યોજના હેઠળ અરજી કરી છે, તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. આયુષ્માન ભારત યોજનાની યાદી જારી કરવામાં આવી છે.  જેની સંપૂર્ણ માહિતી અમે તમને આ આર્ટિકલમાં આપીશું. અમે તમને જણાવી દઈએ કે, આયુષ્માન ભારત યોજના એક રાષ્ટ્રીય યોજના છે,  આયુષ્યમાન ભારત યોજના આવક મર્યાદા અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થી પરિવારોને દર વર્ષે રૂપિયા કુલ 5 લાખ નો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવે છે. જેથી કરીને તમારા બધાના ઉજ્જવળ સ્વાસ્થ્યનો વિકાસ કરીને બધાને સારું જીવન પ્રદાન કરી શકાય.

યોજનાનું નામઆયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના
આર્ટિકલનું નામઆયુષ્યમાન ભારત યોજના
યોજના હેઠળ મળવાપાત્ર લાભલાભાર્થી પરિવારોને દર વર્ષે રૂપિયા
કુલ 5 લાખ નો સ્વાસ્થ્ય વીમો
અરજી પ્રકાર ઓનલાઈન / ઓફલાઈન

આયુષ્યમાન ભારત યોજનાનો લાભ

આયુષ્યમાન ભારત યોજનામાં દેશનાં 10.74 કરોડ ગરીબ-વંચિત પરિવારોનાં 50 કરોડ જેટલાં ગરીબ-વંચિત નાગરિકોને પ્રતિવર્ષ રૂ.5 લાખ સુધીની હવે ₹.10 લાખ સુધી સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે મળશે.

કોણ લાભ લઇ શકશે ?

ભારત સરકાર દ્વારા વર્ષ 2011-12 માં હાથ ધરાયેલ સામાજિક-આર્થિક સર્વેક્ષણ મૂજબ જે પરિવારોને ગરીબી રેખા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે અને જે પરિવારો બી.પી.એલ. કાર્ડ ધારક છે એ તમામ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે. ગુજરાતનાં 44 લાખથી વધુ ગરીબ-વંચિત પરિવારના 2.25 કરોડ નાગરિકોને 100 ટકા સરકારી ખર્ચે સારવારનો લાભ મળશે.

કોઈ જાતિગત-આવક-ઉંમર મર્યાદા છે?

આયુષ્યમાન ભારતમાં કોઈ જાતિગત મર્યાદા રાખવામાં આવી નથી. જેમની વાર્ષિક આવક ઓછી છે અને ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારમાં સમાવેશ કરવામાં આવ્યો છે તે, જેઓ નાના તેમજ કાચા ઘરમાં રહે છે, ઘર વિહિન છે, ઉપરાંત તમામ પ્રકારનાં શ્રમિકો અને દિવ્યાંગોને આ યોજનાનો લાભ મળશે. આવો પરિવાર કોઇપણ જાતિ કે વર્ગનો હોય તે તમામને આયુષ્યમાન ભારતનો લાભ મળશે. આ ઉપરાંત બીપીએલ કાર્ડ ધારક અનુસુચિત જાતિ, જનજાતિ અને વિચરતી અને વિમુક્ત જાતિઓનો સીધો સમાવેશ કરવામાં આવ્યો છે. પરિવારની વ્યક્તિઓની સંખ્યામાં અને ઉંમરમાં કોઈ મર્યાદા રાખવામાં આવી નથી.

See also  મફત સિલાઈ મશીન યોજના 2024 | Free Sewing Machine Scheme Gujarat

પોતાનું નામ લાભાર્થીની યાદીમાં છે કે નહીં, કેવી રીતે જાણી શકાય?

આયુષ્માન ભારતની વેબસાઈટ https://mera.pmjay.gov.in/search/login માં બીપીએલ કાર્ડ ધારક પોતાનો મોબાઈલ નંબર, રેશનકાર્ડ નંબર અથવા નામ સર્ચ કરીને પોતાનો સમાવેશ થયો છે કે નહિ તે જાણી શકશે. આ ઉપરાંત હેલ્પલાઈન નંબર 14555 અને 1800 111 565 પર કોલ કરવાથી સરળતાથી માહિતી ઉપલબ્ધ થશે.

કેવી રીતે લાભ મળશે ?

આયુષ્માન ભારતની વેબસાઈટમાં જે બી.પી.એલ. કાર્ડ ધારકનું નામ લાભાર્થી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે એ લાભાર્થી આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી કોઇપણ સરકારી ખાનગી હોસ્પીટલમાં યોજનાનો લાભ મેળવી શકશે. હોસ્પિટલમાં દાખલ થતાં સમયે આધારકાર્ડ , રેશનકાર્ડ, સ્માર્ટકાર્ડ કે આયુષ્યમાન કાર્ડ બતાવવું જરૂરી છે. આયુષ્યમાન કાર્ડ સ્ટેટ હેલ્થ એજન્સી દ્વારા તેમજ આયુષ્યમાન મિત્ર દ્વારા કાઢી આપવામાં આવશે.

આયુષ્માન મિત્ર કરશે મદદ

આયુષ્યમાન ભારત સાથે જોડાયેલી તમામ સરકારી અને ખાનગી હોસ્પીટલમાં આયુષ્યમાન મિત્રની નિમણુંક કરવામાં આવી છે જે દર્દીનાં દાખલ થવાથી ડીસ્ચાર્જ થવા સુધીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં મદદ કરશે. ઉપરાંત હોસ્પિટલ, સરકાર અને વીમા કંપની વચ્ચે કડીનું કામ કરશે.

કઈ હોસ્પિટલમાં લાભ મળશે ?

આયુષ્યમાન ભારત યોજના સાથે જોડાયેલ દેશની તમામ સરકારી અને હોસ્પિટલમાંથી આયુષ્યમાન ભારત યોજનાનો લાભ મળશે. આયુષ્માન ભારત યોજનામાં 8 હજાર હોસ્પિટલોનું જોડાણ પૂર્ણ થઇ ચૂક્યું છે અને 20 હજાર હોસ્પિટલોને જોડવાનું સરકારનું લક્ષ્ય છે. જેથી દેશનાં રાજ્યોમાં કોઇપણ ખુણામાં રહેતો ગરીબ પરિવાર પોતાનાં ઘર નજીક સ્વાસ્થ્ય સેવાઓ પ્રાપ્ત કરી શકશે. ગુજરાતમાં 1700 થી વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન ભારત અંતર્ગત સારવાર પૂરી પાડશે.

ક્યાં રોગો-સર્જરીની સારવાર મળશે

આયુષ્માન ભારતમાં કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસીજરનો લાભ મળશે. દેશનાં પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો વિનામૂલ્યે લાભ મળશે. ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતીયો, કોર્નિયલ ગ્રફ્ટીંગ, ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજીકલ સર્જરી, સીઝેરીયન ડીલીવરી, ડાયાલીસીસ, સ્પાઈન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓ સર્જરીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

See also  મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના 2022 | Mukhyamantri Mahila Utkarsh Yojana in Gujarati

તમામ વ્યવહારો પેપરલેસ-કેશલેસ, લાભાર્થીનાં ખાતામાં જ રકમ જમા

આયુષ્યમાન ભારત યોજનામાં દર્દી સંબંધિત તમામ વ્યવહારો પેપરલેસ અને કેશલેસ થશે. આ માટે નીતિ આયોગની ભાગીદારી દ્વારા એક આઈ.ટી. પ્લેટફોર્મ કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત લાભાર્થીને મળતી રકમ ડાઇરેક્ટ ડેબિટ ટ્રાન્સફર દ્વારા સીધી ખાતામાં જ જમા કરવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક: 

ઓફિસિયલ વેબસાઇટ અહીં ક્લિક કરો
યાદીમાં તમારું નામ છે કે નહિ ?ચેક કરો
હોસ્પિટલનું લિસ્ટ PDFડાઉનલોડ કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

પ્રશ્ન.1: હું આયુષ્માન ભારત લિસ્ટ કેવી રીતે ચેક કરી શકું?

હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી શકાય. આયુષ્માન ભારતની પાત્રતા ચકાસવાની બીજી પદ્ધતિ એ છે કે, ફક્ત હેલ્પલાઇન નંબર 14555 અથવા 1800 111 565 પર સંપર્ક કરવો.

પ્રશ્ન.2:આયુષ્માન ભારત યોજનાની યાદી જોવા માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?

ભારત સરકાર દ્વારા https://mera.pmjay.gov.in/ પોર્ટલ બનાવેલ છે. જેના પરથી વિનામૂલ્યે આયુષ્યમાન ભારતની યાદી જોઈ શકો છો.

પ્રશ્ન.3: Ayushman Bharat Yojana માં કેટલી રકમનો સ્વાસ્થય વીમો મળે છે?

દેશમાં પાત્રતા ધરાવતા પરિવારોને રૂ.5 લાખ નું આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવે છે.

પ્રશ્ન.4: આયુષ્માન ભારત યોજના શું છે?

સપ્ટેમ્બર 2018માં વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી આયુષ્માન ભારત યોજનાનો હેતુ 50 કરોડ લાભાર્થીઓને પૂરો પાડવાનો છે. તે ગરીબી રેખા નીચે જીવતા પરિવારોને રૂ.5 લાખ નું આરોગ્ય કવચ પૂરું પાડે છે. આરોગ્ય કવચ મફત છે, કારણ કે કેન્દ્ર અને રાજ્ય સરકારો 60:40 રેશિયોમાં વાર્ષિક પ્રીમિયમ ચૂકવે છે.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *