પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના | PM Suryoday Yojana 2024

By | March 2, 2024

Pradhan Mantri Suryoday Yojana In Gujarati : આપણા દેશમાં મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પરિવારને જેવો વીજળીની સમસ્યાથી પરેશાન થાય છે જેમાં કે વીજળીનું બિલ વધારે આવવું અને ક્યારેક વીજળી કપાઈ પણ જાય છે. હવે સરકારે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ 1 કરોડ ગરીબ પરિવારોના ઘર ની છત પર સોલાર લગાવવામાં આવશે જેમાં વીજળીની સમસ્યાઓ દૂર થઈ જશે.

PM Suryoday Scheme

યોજનાનું નામપ્રધાનમંત્રી સૂર્યોદય યોજના
શરૂ કરવામાં આવીપીએમ નરેન્દ્ર મોદી દ્વારા
ક્યારે શરૂ થઈ22 જાન્યુઆરી, 2024 ના દિવસે
યોજનાનો પ્રકારકેન્દ્ર સરકારની યોજના
કોને મળશે લાભગરીબ અને મધ્યમવર્ગના લોકો ને
લાભાર્થી પરિવારો ની સંખ્યા1 કરોડ પરિવાર
અરજી કેવી રીતે કરવીઓનલાઇન અથવા ઓફલાઈન
Suryoday Yojana Official Websiteજલ્દી શરૂ કરવામાં આવશે
પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના | PM Suryoday Yojana 2024

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શું છે? (Pradhanmantri Suryoday Yojana Details in Gujarati)

  • પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 એ પીએમ મોદી દ્વારા જાહેર કરેલી કેન્દ્ર સરકારની નવી યોજના છે.
  • આ યોજનાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરના અભિષેકની શુભ સાંજે તેમના ટ્વિટર હેન્ડલ દ્વારા કરી હતી.
  • આ યોજનાનો ઉદ્દેશ્ય દેશના એક કરોડ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઘરની છત પર સોલાર પેનલ લગાવવાનો છે.
  • આ યોજનામાં સરકાર પરિવારોને સોલાર પેનલ લગાવવા માટે સબસિડી પણ આપશે.
  • ગ્રાહક કોઈપણ ક્ષમતાની સોલાર સીસ્ટમ બેસાડી શકશે (ન્યુનતમ 1 KW) અને તે માટે તેના કરારીત વીજભારની મર્યાદા લાગુ પડશે નહી.
  • અરજદારને એજન્સી, સોલાર પેનલ અને ઈન્વર્ટર પસંદ કરવાનો અધિકાર છે. અને એજન્સી સાથે ભાવતાલ કરી જાતેજ સિસ્ટમનો ભાવ નકકી કરી શકે છે.
  • અરજદાર જાતેજ પોર્ટલ પર અરજી કરી શકે છે. તેમજ કામપૂર્ણ કરી પોર્ટલ પર જાણકારી આપવાથી પોતાના જ ખાતામાં સબસિડી મેળવી શકે છે.
  • પોર્ટલમાં ફરિયાદ રજીસ્ટર કરવા માટેની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે.
  • નેશનલ પોર્ટલ પર અરજદાર નોંધણીથી માંડીને સબસિડી મેળવવા સુધીની પ્રક્રિયાનું નિરીક્ષણ/ટ્રેક જાતેજ સહેલાઈથી કરી શકે છે.
  • વીજગ્રાહકે સરકારશ્રી દ્વારા માન્ય કરાયેલ એજન્સીઓ માંથી કોઈપણ એકની પસંદગી કરવાની રહેશે માન્ય એજન્સીઓની યાદી નેશનલ પોર્ટલ પર, દરેક વીજ વિતરણ કંપનીઓની વેબસાઈટ ઉપર તેમજ દરેક વીજ કચેરીએ ઉપલબ્ધ છે.

પીએમ સૂર્યોદય યોજના નો મુખ્ય ઉદ્દેશ્ય

Padhan Mantri Suryoday Yojana શરૂ કરવા પાછળનો કેન્દ્ર સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સોલર ઉર્જા નો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે. સૌપ્રથમ તો સરકાર દ્વારા 1 કરોડ પરિવારને આ યોજના અંતર્ગત મફત વીજળી પ્રદાન કરવા માટે સોલાર પેનલ તેમના ઘરની છત પર લગાવવામાં આવશે. જેના કારણે યોજનાનો લાભ લઈ રહેલા લોકોને તેમના ઘરનું લાઈટ બિલ ઘણું ખરું ઓછું થઈ જશે. જેથી ગરીબ અને મધ્યમ પરિવાર દર મહિને લાઈટ બિલ ના રૂપિયા બચાવી શકશે.

Pradhan Mantri Suryoday Yojana – મુખ્ય લાભ અને વિશેષતાઓ

  • Free Electricity:- પીએમ સૂર્યોદય યોજના અંતર્ગત જે પણ પરિવારોને લાભ મળશે તે મફતમાં ઇલેક્ટ્રિસિટી મેળવી શકશે.
  • No. Of Beneficiaries:- આ યોજના અંતર્ગત દેશના એક કરોડ પરિવારને લાભ મળવા પાત્ર થશે.
  • Rooftop Solar Panel Subsidy:- પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના અંતર્ગત તમારા ઘરની છત પર લગાવવામાં આવતી સોલાર પેનલ માટે સરકાર દ્વારા મહત્તમ સબસીડી આપવામાં આવશે.
  • Relief from Paying Light Bill:- જે પણ ગરીબ અથવા મધ્યમ પરિવાર લાઈટ બિલ નથી ભરી શકતા તેમને હવે આ યોજના અંતર્ગત એક વખત સોલર પેનલ ઇન્સ્ટોલ થઈ જવાથી લાઈટ બિલ ભરવાની ચિંતા રહેશે નહીં.
  • Solar Empowerment:- સૂર્યોદય યોજના ના કારણે ભારત દેશ આવનારા સમયમાં ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બની શકશે.
  • Application Process:- ભારત સરકાર દ્વારા આ યોજનામાં ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરવાની પ્રક્રિયા પણ જલ્દી શરૂ કરવામાં આવશે જેથી કરીને લાભાર્થી પોતાની ઘરે બેસીને ઓનલાઈન અરજી કરી શકે.

PM Suryoday Yojana Eligibility (પાત્રતા)

  • અરજદાર ભારત દેશનો નાગરિક હોવો જરૂરી છે.
  • અરજદાર ગરીબ અથવા મધ્યમવર્ગીય પરિવારમાં રહેતો હોવો જરૂરી છે.
  • અરજદાર દ્વારા આ યોજના પહેલા કેન્દ્ર સરકારની આવી યોજનાનો લાભ પહેલેથી ન લીધો હોવો જોઈએ.
  • અરજદાર દ્વારા પાછલા બધા લાઈટ બિલ ભરેલા હોવા જરૂરી છે.

ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • લાઈટ બિલ ની ઝેરોક્ષ
  • આધાર કાર્ડ ની ઝેરોક્ષ
  • મોબાઇલ નંબર
  • રાશન કાર્ડ ની કોપી
  • બેંક એકાઉન્ટ ની જાણકારી
  • અરજદાર નો ફોટો

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના રજીસ્ટ્રેશન – Pradhan Mantri Suryoday Yojana Registration

  • રજીસ્ટ્રેશન કરવા માટે તમારે નેશનલ પોર્ટલ ફોર સોલાર રૂફટોપ પરથી થઈ શકશે.
  • રજીસ્ટ્રેશન કરવા માટે https://solarrooftop.gov.in વેબસાઈટ પરથી થશે.
  • રજીસ્ટ્રેશન માટે માત્ર તમારો મોબાઈલ નંબર, ઈ-મેઈલ આઈ.ડી અને તમારા ગ્રાહક નંબરની જરૂર પડશે.
  • તમારું રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ લીંક પર કલીક કરો.

હેલ્પલાઈન નંબર

ભારત સરકાર તરફથી ખૂબ જ જલ્દી આ યોજના અંતર્ગત હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવશે જેની જાણકારી અમે તમને whatsapp ના માધ્યમથી આપશું.

1 KW સોલર સિસ્ટમ ની અંદાજીત કિંમત

1 KW માટેની સોલાર સિસ્ટમ લગાડવા માટે નીચે મુજબનો ખર્ચ આવશે.

સૂર્ય ગુજરાત ટેન્ડર મુજબ રેટ૪૫૫૨૦
સબસીડી૧૮૦૦૦
સબસિડી પછી ખર્ચ૨૭૫૨૦
મીટર અને કનેક્ટિવિટી ચાર્જ૨૯૫૦
ગ્રાહક દ્વારા ભરપાઈ કરવાની રકમ૩૦૪૭૦

1 KW સોલર સિસ્ટમ દ્વારા અંદાજીત બચતની ગણતરી

  • 1 KW સોલાર સિસ્ટમ દ્વારા અંદાજીત બચતની રકમની ગણતરી નીચે આપેલ છે.
અંદાજીત માસિક વપરાશઅંદાજીત બિલની રકમ1 kW સિસ્ટમ દ્વારા ઉત્પાદન થનાર અંદાજીત વિજ યુનિટઅંદાજીત બિલમાં માસિક લાભવાર્ષિક લાભમુડી રોકાણ પરત અંગેનો સમયગાળો (વર્ષમાં)
5038512038546207
10077912077993483
1501210120972116643
20016411201075129002
30025641201310157202

સોલર રૂફટોપ માન્ય એજન્સીઓની યાદી

  • જો તમારે સોલાર રૂફટોપ લગાવવું હોય તો તમારે કોઈપણ સરકાર માન્ય એજન્સીનો સંપર્ક કરવો પડશે.
  • સરકાર માન્ય એજન્સીનું લીસ્ટ જાણવા નીચે આપેલ લીંક પરથી જાઓ.

સરકાર માન્ય એજન્સીનું લીસ્ટ

  • ગુજરાતમાં અલગ-અલગ ડિસ્કોમ છે જે વીજળી વિતરણ કરે છે.
  • જેમાં PGVCL, MGVCL, DGVCL, UGVCL, Torrent Power Limited – Surat અને Torrent Power Limited – Ahmedabad આવે છે.
  • ઉપર આપેલ તમામ ડિસ્કોમના સરકાર માન્ય એજન્સીનું લીસ્ટ જાણવા નીચે આપલે લીંક પર જાઓ.
  • જે લીસ્ટને તમે એક્શેલમાં Excel માં પણ ડાઉનલોડ કરી શકશો.
સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. પ્રધાનમંત્રી સુર્યોદય યોજના શું છે?

– પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના 2024 એ પીએમ મોદી દ્વારા જાહેર કરેલી કેન્દ્ર સરકારની નવી યોજના છે જેમાં એક કરોડ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના ઘરની છત પર સોલાર પેનલ લગાવવાનો છે.

2. પ્રધાનમંત્રી સુર્યોદય યોજનામાં કેટલી સબસીડી મળવા પાત્ર છે ?

– પ્રધાનમંત્રી સુર્યોદય યોજનામાં ૧ થી ૩ કિલોવોટ માટે રૂ. ૧૮૦૦૦/- અને ૩ થી ૧૦ કિલોવોટ માટે રૂ. ૯૦૦૦/- પર કિલોવોટ સબસીડી મળવા પાત્ર છે.

3. પ્રધાનમંત્રી સુર્યોદય યોજનામાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરાવવું ?

– પ્રધાનમંત્રી સુર્યોદય યોજનામાં રજીસ્ટ્રેશન નેશનલ પોર્ટલ ફોર સોલાર રૂફટોપની વેબસાઈટ https://solarrooftop.gov.in પરથી થશે.

Table of Contents

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *