પ્રધાનમંત્રી માતૃવંદના યોજના 2022 | PM Matru Vandana Yojana

ભારત દેશમાં મહિલાઓને જરૂર જેટલો પૌષ્ટિક આહાર મળતો નથી. માતા પોતે જ ભૂખમરાથી પીડિત હોય તો, નબળા શરીરવાળા બાળકને જન્મ આપે છે. અપૂરતા પોષણવાળી સગર્ભા મહિલાઓના ગર્ભમાં વિકસતા શિશુને જરૂરી પોષણ માતા તરફથી મળતું નથી. એના પરિણામે બાળકના શારીરિક વિકાસમાં થઈ શકતો નથી અને ભવિષ્યમાં સુધારી ન શકાય તેવી ખામીઓ રહે છે. અને તેથી કરીને જન્મ સમયે પણ બાળકનું વજન ઓછું રહે છે. ગરીબી અને કુટુંબની આર્થિક અવદશાને કારણે ઘણી મહિલાઓને પ્રસુતિના સમય સુધી કામ કરવું પડે છે.

યોજના નું નામPradhanmantri Matru Vandana Yojna
યોજના નો પ્રકારકેન્દ્ર સરકારની યોજના
લાભાર્થીગર્ભવતી મહિલા
લાભ6000/-

બાળકના પોષણ માટે જરૂરી માત્રામાં ધાવણ બનતું નથી. એટલે પોતે તથા બાળક બંનેમાં ખૂબ નબળાઈ આવી જાય છે. આના ઉપાય તરીકે ગર્ભવતી મહિલાઓને તેમજ નવજાત શિશુઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને, વર્ષ 2013 ના રાષ્ટ્રીય ખાદ્ય સલામતી ધારા અન્વયે ભારત સરકારે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના શરુ કરી છે, જેનો અમલ દેશના તમામ જિલ્લાઓમાં કરવામાં આવશે.

હેતુઓ

  1. પ્રથમ બાળકોનો જન્મ આપનારી માતાને પ્રસુતિ અગાઉ અને બાળકના જન્મ પછીના સમયગાળામાં એ કામ પર ન જાય તે મુખ્ય હેતુ છે.
  2. આરામ કરે એ હેતુસર એણે મળનાર મજૂરીની કમાણી જેટલા નાણાં સરકાર તરફથી વળતર રૂપે રોકડમાં આપવા.
  3. સગર્ભા મહિલાઓ અને ધાત્રી મહિલાઓમે રોકડમાં મજૂરી જેટલા નાણાં મળી રહે અને જરૂરી આરામ મળી રહે, પરિણામે પોતાનો અને બાળકનો શારીરિક વિકાસ થઇ શકે.


લક્ષિત લાભાર્થીઓ

  • 2017 ના જાન્યુઆરીની પહેલી તારીખ પછી, પરિવારમાં પહેલાં બાળકને જન્મ આપનારી તમામ સગર્ભા મહિલાઓને અને ધાવણા બાળકની માતાઓને આ યોજનાનો લાભ અપાશે.
  • લાભાર્થી મહિલાના તબીબી પ્રમાણપત્રમાં દર્શાવેલ માસિક આવ્યાની તારીખ પ્રમાણે ગર્ભાવસ્થાનો કાળ ગણવામાં આવશે.
  • ગર્ભ અધૂરે પડી જાય અથવા મૃત બાળકનો જન્મ થાય તેવા સંજોગોમાં-
  • યોજનાનો ફક્ત એક વખત લાભ મળી શકશે.
  • ગર્ભ પડી ગયો હોય અથવા મૃત બાળકને જન્મ આપ્યો હોય તેવી મહિલાઓને એ પછીની ગર્ભાવસ્થા વખતે યોજનાનો લાભ મળી શકશે.
  • લાભાર્થીને આર્થીક સહાયનો પહેલો હપ્તો મળી ગયો હોય, ત્યારબાદ ગર્ભ પડી જાય તો એ પછીની બીજી ગર્ભાવસ્થા વેળાએ પહેલો હપ્તો બાદ કરીને બાકીના હપ્તાની સહાય અપાશે.
  • એ જ રીતે જેટલા હપ્તા મળ્યા હોય તેટલા બાદ કરીને બાકીના હપ્તાની સહાય મળી શકશે.
  1. યોજનાના કોઈ લાભાર્થીને સહાયના બધા જ હપ્તા પ્રસુતિ અગાઉ મળી ગયા હોય.
  2. જો મૃત બાળક જન્મે તો બીજી વખતની ગર્ભાવસ્થા વખતે આ સહાય નહી મળે પરંતુ બાળકના જન્મ પછી ધાત્રી મહિલાઓને અપાતી સહાય મેળવવા હકદાર ગણાશે.
  3. આંગણવાડી કાર્યકર, આંગણવાડી સહાયક અથવા આશા કાર્યકર બહેનો જો બીજી બધી રીતે લાભાર્થી બનવા યોગ્ય હશે તો તેઓને પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના લાભ મળી શકશે.
See also  ફાસ્ટેગ શું છે? | FASTag ના ફાયદા, ક્યાંથી ખરીદવું?

યોજનાના ફાયદાઓ

  • સગર્ભા મહિલાને પ્રસુતિ પૂર્વે અને બાળકના જન્મ પછી તેના શારીરિક વિકાસ માટે ઉપયોગમાં આવે તે હેતુસર કુલ 5 હજાર રૂપિયા ચૂકવવામાં આવશે.
  • આંગણવાડી કેન્દ્ર અથવા સરકારી દવાખાનામાં નોંધણી કરાવનાર ગર્ભવતી મહિલાને નોંધણી સમયે પહેલો હપ્તો રૂ. એક હજાર મળશે.
  • ગર્ભ રહ્યાના છ માસ પછી તબીબી તપાસ કરાવતી વખતે બીજા હપ્તાના 2 હજાર રૂપિયા અપાશે.
  • ત્રીજા હપ્તાના 2 હજાર રૂપિયા બાળકના જન્મ પછી બાળકને બી.સી.જી, ઓરલ પોલીયો વેક્સીન, ડી.પી.ટી અને હિપેટાઈટિસ-બી – આ સર્વ પ્રકારની રસી આપ્યા બાદ ચૂકવવામાં આવશે.
  • દવાખાનામાં સુવાવડ કરાવનાર મહિલાને જનની સુરક્ષા યોજના હેઠળ જો આર્થિક સહાય આપવામાં આવી હશતો એ રકમ ગણતરીમાં લઈને સગર્ભા મહિલાઓને ઉપરની રકમ પ્રોત્સાહન તરીકે અપાશે, જે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અનુસાર અપાય છે, એ કુલ મળીને ૬ હજાર રૂપિયા થશે.

યોજના હેઠળ આવતી મહિલાઓની નોંધણી:

  • યોજનાનો લાભ મળવાપાત્ર હોય તેવી મહિલાઓએ જે-તે રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં આ યોજનાનો અમલ કરાતો હોય તેવી હોસ્પિટલ, સરકારી દવાખાના અથવા આંગણવાડી કેન્દ્રમાં પોતાનું નામ નોધાવવું જરૂરી છે.
  • નામ નોંધની કરાવતી વેળાએ મહિલા અને તેના પતિએ ફોર્મ-૧-એ મેળવી, એમાં બધી વિગત દર્શાવી, જરૂરી આધાર પુરાવા સાથે પોતાની વખતે મહિલાના અને તેના પતિના આધાર નંબર, મોબાઈલ નંબર, બેંક અથવા પોસ્ટ ઓફિસનો ખાતાં નંબર આપીને પોતાની અને પતિની સંમતી લેખિતમાં દર્શાવવી પડશે.
  • રજીસ્ટ્રેશન માટેના ફોર્મની કોઈ ઈમ્મ્ત રાખી નથી, અને આ ફોર્મ આંગણવાડી કેન્દ્ર તથા સરકારી દવાખાનાઓ કે હોસ્પિટલમાંથી મેળવી શકાશે.
  • યોજનાના લાભાર્થીએ નામ નોંધની કરાવ્યા પછી જ્યાં ફોર્મ આપ્યું હોય ત્યાંથી સ્વીકાર નંબર કે પાવતી મેળવવી રહેશે જે બતાવવાથી યોજનાના વિવિધ હપ્તાની રકમ આપવામાં આવશે.
  • નામ નોંધની પછી માતા અને શિશુ સુરક્ષા કાર્ડ લાભાર્થીને અપાશે તે પછી આધાર કાર્ડ કે ઓળખના પુરાવા અને બેંક કે પોસ્ટ ઓફીસના ખાતાં નંબરો આપ્યા બાદ યોજનાનો પહેલો હપ્તો મળશે.
  • ગર્ભાવસ્થાના છ મહિના બાદ ફોર્મ ૧-બી ભરીને માતા અને શિશુ સુરક્ષા કાર્ડની નકલ તેમજ બાળકના જન્મ પૂર્વે થયેલ તબીબી તપાસની રીપોર્ટ આપવાથી યોજનાનો બીજો હપ્તો અપાશે.
See also  30 જૂન સુધીમાં પાન-આધાર લિન્ક નહીં હોય તો કેટલી સેવા બંધ થઈ જશે ?

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માટેના ડોક્યુમેન્ટ

પ્રથમ હપ્તા માટેનાં ડોક્યુમેન્‍ટ

  1. અરજી ફોર્મ A,
  2. બાળક ની મમતાકાર્ડ ખરી નકલ.
  3. માતા નાં આધાર કાર્ડ ની ખરી નકલ.
  4. બેંક અથવા પોસ્ટ ઓફિસ નાં ખાતા ની પાસબુક ની ખરી નકલ.
  5. BPL લાભાર્થી ને BPL નો તલાટી નો દાખલો.
  6. શહેરી વિસ્તાર માટે મહાનગરપાલિકા માંથી BPL નો દાખલો રજૂ કરવો.

બીજા હપ્તા માટેનાં ડોક્યુમેન્‍ટ

  1. અરજી ફોર્મ B.
  2. બાળક નું મમતા કાર્ડ ની ખરી નકલ.

ત્રીજા હપ્તા માટેનાં ડોક્યુમેન્‍ટ

  1. અરજી ફોર્મ C.
  2. બાળક નું મમતાકાર્ડ ની ખરી નકલ.
  3. માતા નું આધાર કાર્ડ અને પિતા નું આધાર કાર્ડ ની ખરી નકલ.
  4. બાળક નાં જન્મ નાં પ્રમાણપત્ર ની ખરી નકલ.

મહત્વપૂર્ણ લિંક: 

ઓફિસિયલ વેબસાઇટ અહીં ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમા જોડાઓ અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – સોલાર રૂફટોપ (સુર્ય-ઊર્જા) યોજના

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાનો લાભ કોણે મળે?

કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે જાહેર ક્ષેત્રના એકમોમાં નોકરી કરતી હોય અથવા તો હાલ અમલમાં છે.તેવા ધારા-ધોરણો અનુસાર સહાય મેળવતી હોય, તેવી મહિલાઓ સિવાયની બાકીની તમામ મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન તેમજ બાળકના જન્મ પછી છ મહિના સુધી આ યોજના હેઠળ વારી લેવાશે.

આ યોજનામાં કેટલા રૂપિયાની સહાય મળે છે?

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનામાં રુપિયા 6000/- ની સહાય મળે છે.

Pradhan Mantri Matru Vandana Yojana Gujarat માં કેટલા હપ્તામાં સહાય આપવામાં આવે છે?

કુલ ત્રણ હપ્તામાં આ યોજના હેઠળ લાભ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *