ચુંટણી કાર્ડ આધાર કાર્ડ સાથે કેવીરીતે લિંક કરવું ? Voter Id Link with Aadhaar Card

ભારતના ચૂંટણી પંચે ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ ને લિંક કરવાની ઝુંબેશ શરૂ કરી છે. આધાર કાર્ડને મતદાર કાર્ડ સાથે લિંક કરવું એ ખાતરી કરવા માટેની યોજનાનો એક ભાગ છે કે મતદારો તેઓ જે કહે છે તે તેઓ છે અને મતદાર યાદીમાં તેમના નામની ચકાસણી કરવાની છે. EPIC-આધાર સીડીંગ એ તમારા આધાર નંબરને તમારા ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયાનું બીજું નામ છે. હાલમાં, આ પ્રક્રિયા સરકાર દ્વારા નક્કી કરવી ફરજિયાત નથી, પરંતુ ભારતના એક જવાબદાર નાગરિક તરીકે, આ પદ્ધતિ ચોક્કસપણે કાર્ડ્સ પર છેતરપિંડી રોકવામાં મદદ કરશે જેથી કરીને કોઈ ખોટા મત આપવામાં ન આવે.  આજના લેખમાં, આપણે જાણીશું કે મતદાર કાર્ડ આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું અને તેને લિંક કરવાના કેટલા પ્રકાર છે.

મતદાર કાર્ડને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું? । How to Link Voter ID Card with Aadhar Card in Gujarati

આપણે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ સાથે લીંક કરવા માટે ઘણા રસ્તા છે જેમાં તમે ચૂંટણી કાર્ડ ની સતાવાર વેબસાઈટ NVSP દ્વારા, SMS દ્વારા, ફોન દ્વારા અને ઑફલાઈન.

આધારકાર્ડને ચૂંટણીકાર્ડ સાથે આ રીતે કરો લિંક

  • NVSP વેબસાઇટ પર જાવ
  • અહીં મોબાઇલ નંબર કે ઈમેલ આઈડી દ્વારા લોગ-ઇન કરો. જો તમારૂ એનવીએસપીનું એકાઉન્ટ નથી તો, તમારે વેબસાઇટ પર રજીસ્ટર કરવું પડશે.
  • લોગ-ઇન બાદ  ‘Search on Electoral Roll’ પર ક્લિક કરો.
  • અહીં તમારી અંગત જાણકારી સાથે-સાથે રાજ્યનું નામ દાખલ કરો.
  • આ સિવાય તમે વોટર આઈડી નંબરનો પણ ઉપયોગ કરી શકો છો.
  • તમે કેપ્ચા એન્ટર કરી સર્ચ બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ ‘All details’ ઓપ્શન પર ટેપ કરો.
  • તમારી સ્ક્રીન પર નવુ પેજ ઓપન થશે અને તેમાં તમે ‘Feed Aadhaar No’ ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે નવી સ્ક્રીન ઓપન થશે. અહીં તમારી જાણકારી એન્ટર કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો.
  • હવે તમારૂ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે. 
See also  તમારા ID આધારકાર્ડ પર કેટલાં મોબાઈલ સિમ એક્ટિવ છે? જાણો 

Step 01– સૌ પ્રથમ સત્તાવાર પોર્ટલ voterportal.eci.gov.inની મુલાકાત લો.

Step 02– જેમાં મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી, વોટર આઈડીનો ઉપયોગ કરી લોગ ઈન કરો.

Step 03– હવે વિગતો ભરી સ્ક્રીન પર દેખાતા ફીડ આધાર નંબર પર ક્લિક કરો.

Step 05– જરૂરી વિગત ભર્યા બાદ Submit બટન પર ક્લિક કરો.

આધારકાર્ડને ચૂંટણીકાર્ડ સાથે SMS દ્વારા આ રીતે કરો લિંક

જો તમે તમારા રજીસ્ટર મોબાઇલ નંબરના માધ્યમથી એસએમએસ મોકલીને પણ પોતાનું વોટર આઈડી કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો. તે માટે આ પ્રોસેસને ફોલો કરો. 

ECILINK<સ્પેસ>ચૂંટણી કાર્ડ નંબર<સ્પેસ> આધાર કાર્ડ નંબરને 166 કે 51969 પર મોકલો.

તમે સરકાર દ્વારા સ્થાપિત ડેડિકેટેડ નંબર પર કોલ કરીને પણ વોટર આઈડી કાર્ડને આધાર સાથે લિંક કરાવી શકો છો. તમે વર્કિંગ ડેમાં સવારે 10 કલાકથી સાંજે 5 કલાક સુધી 1950 નંબર પર કોલ કરી શકો છો.

– આ સિવાય તમે લિંક કરવા માટે બૂથ લેવલ ઓફીસરનો સંપર્ક પણ કરી શકો છો.

પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરો અહી ક્લિક કરો

ઘરે બેઠા આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે લિંક કરો | Link Aadhar to Ration Card Gujarat અહી ક્લિક કરો



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *